બાળકી ઘઉંવર્ણી છે…આને જોનસન બેબી પાઉડર લગાવજો, આઠ દિવસમાં ગોરી થઈ જશે. આનો ભાવ 30 હજાર રૂપિયા ઘટાડી દઇશું. વધારે સુંદર બાળક જોઈએ તો મે સુધી રોકાઈ જાઓ. અમારી એક પાર્ટીનો સાતમો મહિનો જઈ રહ્યો છે. પાંચ હજાર રૂપિયામાં લખીમપુરથી જાણકારી મેળવી લઈશું કે મોટી ફાઇલ (દીકરો) છે કે નાની ફાઈલ (દીકરી)છે. લખનઉમાં માસૂમ બાળકીનો સોદો કરી રહેલી એક મહિલા બાળકોની તસ્કરી ગેંગની સભ્ય છે. ગેંગ સુધી પહોંચવામાં ભાસ્કરની ટીમને 20 દિવસનો સમય લાગ્યો. અમારા રિપોર્ટર નિઃસંતાન બનીને આ ગેંગ સુધી પહોંચ્યા. લખનઉમાં બાળકીની ડિલિવરી નક્કી થઈ ગઈ હતી. ગેંગની બીજી મહિલા સભ્ય દિલ્હીથી બાળકીને લઇને આવી. UPમાં પહેલીવાર બાળકને વેચતી બાળકોની તસ્કરી ગેંગ કેમેરામાં કેદ થઈ ગઈ. આ ગેંગ કઈ રીતે કામ કરે છે? અત્યારસુધી કેટલાં બાળકો વેચ્યાં છે? કેટલા ભાવમાં બાળકો વેચે છે? વાંચો ભાસ્કર ઇન્વેસ્ટિગેશન… લખનઉના ગુડંબામાં ચોરાયેલા બાળક વેચતી એક મહિલાની ધરપકડ બાદ અમે તપાસ શરૂ કરી. અમને આ ગેંગની સભ્ય સંતોષી મળી, જે 45 વર્ષની છે. તેનો મોબાઇલ નંબર મળ્યો. અમે ફોન પર કહ્યું- અમારે કોઈ બાળક નથી. અમને બાળક જોઈએ છે, ભલે ગમે તેટલા રૂપિયાનો ખર્ચ થાય. તેમનો પહેલો પ્રશ્ન એ હતો કે તમને મારો નંબર ક્યાંથી મળ્યો? અમે કહ્યું, જે લોકોએ તમારી પાસેથી બાળક ખરીદ્યું છે તેમણે આપ્યો છે. અમે તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. બે-ત્રણ જગ્યા બદલ્યા પછી તે લખનઉના સીતાપુર રોડ પર છઠામિલ પાસે એક વૃદ્ધ વ્યક્તિ સાથે મળવા આવી. અમે કહ્યું- અમને છોકરો જોઈએ છે. રિપોર્ટર: અમને એક સ્વસ્થ બાળક જોઈએ છે. દલાલ સંતોષી: થોડા દિવસ પહેલાં અમને ઇટૌંજા હોસ્પિટલમાંથી એક બાળક મળ્યું. તે એટલું ગોરું હતું કે તમને શું કહું…6 દિવસના બાળક માટે ફક્ત 5 લાખ રૂપિયા લીધા હતા. રિપોર્ટર: બાળક મુસ્લિમનું આપશો કે હિન્દુનું? દલાલ સંતોષી: હિન્દુ-મુસ્લિમ, જેવું બાળક તમને જોઈએ એવું અમે તમને અપાવીશું. દૂબળું-પાતળું કે ઘઉંવર્ણું હશે તો ભાવ ઓછો હશે. સ્વસ્થ અને ગોરું બાળક જોઈએ તો ભાવ વધારે આપવો પડશે. જેન્ડર દ્વારા ભાવ નક્કી થાય છે, છોકરાના વધારે
બાળકનો ભાવ તેના જેન્ડર દ્વારા નક્કી થાય છે. સંતોષીએ જણાવ્યું, છોકરાનો ભાવ 5 લાખ છે. છોકરી 3 લાખમાં મળી જાય છે. જોકે વાતચીત દરમિયાન તેણે કહ્યું, છોકરી અઢી લાખમાં મળી જશે. 10 હજાર રૂપિયા મને અલગથી આપવાના રહેશે. બાળક વેચાઈ ગયું, પછી અમે બાળકી માટે વાત કરી
ત્રણ દિવસ પછી સંતોષીએ અમને ફોન કર્યો કે છોકરો જોઈએ તો મરિયાંવ થાણા પાસે આવવું પડશે. જ્યારે અમે તેની જણાવેલી જગ્યાએ પહોંચ્યા ત્યારે તેણે કહ્યું કે તે ભારે કિંમતમાં વેચાઈ ગયું. જલદી જ તમને ઝારખંડથી બાળક અપાવીશું. થોડી રાહ જોવી પડશે. અમે કોઈપણ રીતે આ નેટવર્કને ખુલ્લું પાડવા ઇચ્છતા હતા. અમે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ફોન આવ્યો નહીં. ત્યારે અમે છ દિવસ પછી સંતોષીને ફોન કર્યો કે છોકરો મળતો નથી તો કોઈ વાંધો નહીં, અમારા એક મિત્રનો પાંચ વર્ષનો દીકરો ડિસેબલ (દિવ્યાંગ) છે, તેમને છોકરી જોઈએ છે. એક બાળકી આવી શકી નહીં તો બીજી અરેન્જ કરી દીધી
20મા દિવસે મહિલા દલાલ સંતોષીએ અમને અલીગંજના પ્રસિદ્ધ હનુમાન મંદિર પાસે બોલાવ્યા. અમે મહિલા સાથી અને ટીમના એક સભ્ય સાથે પહોંચ્યા. તેમની પાસે બાળક હતું નહીં. તે તેના એક સાથી સાથે આવી હતી, જે અમારા બધાથી થોડે દૂર ઊભો હતો. આ લોકો અમારી રેકી કરી રહ્યા હતા. મહિલા દલાલે કહ્યું, રેકોર્ડિંગ (બાળકીનો વીડિયો) હમણાં જ આવ્યું છે, જેનો સામાન (બાળક) હતું, તેના ભાઈનો એક્સિડન્ટ થઈ ગયો છે. તે તેના ઘરે ગઈ છે. સંતોષીએ કહ્યું- પાર્ટી (પોતાના મિત્ર)ને જવા દેશો નહીં. અમે તમને એક કલાક પછી ફોન કરીશું. એ પછી મહિલાએ અડધા-પોણા કલાક પછી અમે શાહજહાંપુર જવા માટે કહ્યું. અમે ના પાડી દીધી. મહિલા દલાલ અમને સતત ફોન કરી રહી હતી. તેણે દિલ્હીથી બીજી બાળકી અરેન્જ કરી. કહ્યું- પાર્ટી દિલ્હીથી આવી રહી છે, થોડો સમય લાગશે. રાતે લગભગ 12 વાગ્યે તેણે ફરીથી ફોન કર્યો અને કહ્યું, ડાલીગંજ ઓવરબ્રિજની નીચે આવી જાઓ, તમારું કામ થઈ જશે. અમે તેની જણાવેલી જગ્યાએ ટીમ અને એક મહિલા સાથીને લઇને રવાના થયા. મોબાઈલ પર વાતચીત દરમિયાન તે વિવિધ લોકેશન પર બોલાવતી રહી, રાતે લગભગ એક વાગ્યે બુદ્ધા પાર્ક પાસે બોલાવ્યા. અહીં તે એક વ્યક્તિ સાથે આવી, જેને તે પોતાનો ભાઈ કહેતી હતી. પોતે અમારી કારમાં બેસી ગઈ અને ભાઈને પાછળ આવવા માટે કહ્યું. ગાડીમાં બેસ્યા પછી પણ તે અમને લગભગ 15 કિલોમીટર દૂર બાલાગંજ ચાર રસ્તે લઈ ગઈ, પછી ત્યાંથી આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે પર લઈ ગઈ. 50-60 કિલોમીટર સુધી ફેરવતી રહી. આ દરમિયાન તે દિલ્હીથી બાળકી લઇને અન્ય મહિલા દલાલ સોની સાથે વાત કરતી રહી. તે લોકેશન આપતી રહી કે ક્યાં પહોંચવાનું છે. આ દરમિયાન અમે તેની પાસેથી આ સાઠગાંઠ વિશે જાણકારી લેતા રહ્યા. ‘આધાર’ પર પતિ-પત્નીની સહી કરાવી લે છે… દલાલ સંતોષીઃ પહેલા અમે બિલકુલ ડરતા નહોતા. ચાર રસ્તેથી તમે જઈ રહ્યા છો, અમે ઊભા છીએ. ગાડી આવે, ગાડીમાં બેસી ગયા. સામાન (બાળક)આપી દીધું, પેમેન્ટ ગણતાં પણ નહીં…આ માત્ર વિશ્વાસ પર હતું. પરંતુ હવે ભયનું વાતાવરણ એટલું વધી ગયું છે કે ઘરમાંથી જ મંજૂરી નથી મળતી. રિપોર્ટરઃ તેમનાં મા-બાપ (બાળકોના પેરેન્ટ્સ)આવી રહ્યાં છે? દલાલ સંતોષીઃ નહીં. અમે એટલે રૂબરૂ નથી કરાવતા, કેમ કે જીવન ખૂબ જ મોટું છે. કોઈને કોઈ જગ્યાએ મળવાનું થઈ ગયું તો? રિપોર્ટરની મહિલા સાથીઃ તો શું મા-બાપને જાણકારી હોય છે?
દલાલ સંતોષીઃ તમે અમને જણાવ્યું હોત તો અમે ‘આધાર’ પર મા-બાપ બંનેની સહી કરાવી લેતા.
રિપોર્ટરની મહિલા સાથીઃ તો શું બાળકીનાં માતા-પિતા પણ રૂપિયા લે છે?
દલાલ સંતોષીઃ તેઓ જ રૂપિયા લે છે. રૂપિયા લઈને બાળક આપે છે, જેમ કે કોઈ ગરીબ હોય, છોકરીના લગ્ન કરાવી શકતા નથી અથવા બીજું બાળક આવી ગયું, તો આ પ્રકારના લોકો આવું કામ કરે છે.
રિપોર્ટરની મહિલા સાથીઃ જે બાળક લઇને આવી છે, એઁ તમારી કોણ છે?
દલાલ સંતોષીઃ બધા જ સ્ટાફ છે. (ત્યાં સુધી તેણે અન્ય દલાલ સોનીનું નામ જણાવ્યું નહોતું.) તમારું બાળક આજે રાતે આવી જશે…
જ્યારે અમે સંતોષી સાથે બાળકી લઇને જઈ રહ્યા હતા, આ દરમિયાન અમે તેને બેબી બોય માટે પૂછ્યું, જેના માટે મહિલાએ 5 લાખમાં સોદો કરી રાખ્યો હતો. મહિલા દલાલે કહ્યું, તમારું બાળક આજ રાત સુધીમાં આવી જશે. અમે પૂછ્યું- બાળક શું લખનઉમાં જન્મેલું છે. આ અંગે સંતોષીએ કહ્યું કે ના, બિસવાં (સીતાપુર). ગાંજર એરિયા (નદીકિનારે) સાઈડ આવે છે. આગ્રા એક્સપ્રેસ વે પર બાળકી બતાવી
અમે ગાડી રોકાય એની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ, સંતોષી સતત ફોન કરીને અન્ય દલાલ સોની સાથે લોકેશનનું અપડેટ લઈ રહ્યું હતું. આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર રાતે લગભગ 2 વાગે મહિલા દલાલ સંતોષી અચાનક મોબાઈલ પર વધારે સક્રિય થઈ. ગાડીને સૂમસામ જગ્યાએ લઇ જવા માટે કહેવા લાગી. સંતોષીએ બીજી ગાડી (DL 1RT A6944)માં બેઠેલી પોતાની સાથી સોની સાથે પણ સંપર્ક કરી સુમસાન જગ્યાએ ગાડી રોકવાનું કહ્યું. પછી સંતોષી ઊતરીને પાછળ આવી રહેલી ગાડીમાંથી બાળકીને લઈને આવી ગઈ. તેમની ગાડી અમારી ગાડીથી આગળ નીકળી ગઈ. દલાલ સંતોષીએ અમને તે ગાડીને ફોલો કરવા માટે કહ્યું. દલાલ સંતોષીએ બાળકીને અમારા ખોળામાં આપી દીધી. અમને તેની ઉંમર 14 દિવસની જણાવી. તે ઉતાવળ કરતાં અમારી પાસે પેમેન્ટ માગવા લાગી. આ દરમિયાન તે આગળની ગાડીમાં જતી રહેલી સોની સાથે સતત મોબાઈલ પર વાત કરી રહી હતી. મોબાઈલ પર સોનીનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો કે પાછળ-પાછળ કેમ આવી રહી છે? એવું પણ કહ્યું કે તમારી ગાડી આગળ જવા દો. માસૂમ માટે દૂધની પણ વ્યવસ્થા નહોતી
આ દરમિયાન બાળકી રડવા લાગી. તેની દૂધની બોટલ ખાલી હતી. અમે સંતોષીને તેને દૂધ આપવા માટે કહ્યું. તે કહેવા લાગી કે દૂધની વ્યવસ્થા નથી. અમે કહ્યું, બાળકી આટલી દૂર સુધી દૂધની વ્યવસ્થા વિના કેવી રીતે આવી શકે છે. સંતોષી અમને જલદી રૂપિયા આપવા માટે દબાણ કરવા લાગી. હાથ-પગ જોઈ લો, બધું વ્યવસ્થિત છે ને- સંતોષી
સંતોષીએ કહ્યું- બાળકીના હાથ-પગ ચેક કરી લો, બરાબર છે ને. અમે કહ્યું કે અમે લોકો એકબીજા સાથે ચર્ચા કરવા ઇચ્છીએ છીએ. જોકે અમારે કોઈ બાળક તો ખરીદવાનું હતું નહીં, એટલે ગાડીથી ઊતરીને અમે બહાનું કર્યું કે બાળકીનો રંગ ઘઉંવર્ણો છે. સંતોષીએ કહ્યું હતું કે એવું નથી. ગામડાંમાં છોકરીને સરસવનું તેલ વગેરે લગાવીને તડકામાં સુવડાવવામાં આવે છે, જેના કારણે તેનો રંગ ઝાંખો પડી જાય છે. સંતોષીએ દલાલ સોનીને ફોન કર્યો. સોની ફોન પર ધમકી આપવા લાગી કે નાટક ન કરો… આ એ જ છોકરી છે જેનો ફોટો મોકલવામાં આવ્યો હતો. સોનીની કારમાં બીજી મહિલા દલાલ ઘૂસી ગઈ…ટિસ્યૂપેપરથી ચહેરો સાફ કરશો તો સારું જ લાગશે
અમે સોનીનો પણ પર્દાફાશ કરવા માગતા હતા, તેથી અમે તેને પણ બોલાવવાનું કહ્યું. થોડી વાર પછી સોની પણ આવીને ગાડીમાં બેઠી. સોની કહેવા લાગી કે તે શ્યામ નથી. જેમ આપણે તડકામાં બહાર જઈએ છીએ ત્યારે આપણો રંગ ઘેરો થઈ જાય છે. જો તમે તેને પાંચ-છ દિવસ બંધ જગ્યાએ રાખશો તો તેનો રંગ ગોરો થઈ જશે. 15-20 દિવસમાં બાળકનો રંગ બદલાઈ જ જાય છે. અમે બધા ખૂબ જ દૂરથી આવ્યા છીએ. ગાડીના માલિકે 12-13 હજાર રૂપિયા લીધા છે. 8 દિવસમાં રંગ નિખરે નહીં તો તેને પાછી આપી દેજો
દલાલ સોની કહેવા લાગી કે તમારે ધ્યાનથી જોવું જોઈએ. સવારથી તેનો ચહેરો ધોવાયો નથી. ચહેરો ધોશો, ટિશ્યૂથી સાફ કરશો તો રંગ ઠીક થઈ જશે. મારું બાળક પણ કાળું હતું, હવે ગોરું છે. કહેવા લાગી કે તમે એકવાર મન તો મનાવીને જુઓ. પછી બંને દલાલો કહેવા લાગી કે તમે બાળક લઈ લો…આઠ દિવસમાં રંગ સાફ ન થાય તો પાછું આપી દેજો. જ્યારે અમે બાળકીનાં માતાપિતા વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે તેઓ દિલ્હીમાં છે. બાળકને લઈ જવાની ના પાડવા પર સોનીએ કહ્યું, આપણે લોકો હોટલમાં જતા રહીએ, તમે બે-ત્રણ કલાક વિચારવાનો સમય લઇ લો. બાળકીનાં કપડાં ચેન્જ કરીશું, તેનો ચહેરો સાફ કરીશું. બંને દલાલો એકબીજા સાથે વિવાદમાં ઉતર્યા, કહ્યું- આ તો દિલ્હીની ફાઇલ છે
જ્યારે સંતોષીને લાગ્યું કે સોદો પૂરો થશે નહીં, ત્યારે તેણે અમને મનાવવાનું શરૂ કર્યું. તેણે તેના મોબાઇલ ફોન પર તે બાળકીનો ફોટો બતાવવાનું શરૂ કર્યું, જેને બીજી સ્ત્રી લાવવાની હતી. આના પર સોનીએ કહ્યું કે આ ફાઇલ (છોકરી) દિલ્હીની છે. સંતોષી આ અંગે ચૂપ રહી. આ દરમિયાન સોની સંતોષીને કહેવા લાગી કે અમે હોસ્પિટલનું કામ અને દર્દીઓને છોડીને અહીં આવ્યા છીએ. કેટલું જોખમ લઇને આવ્યા છીએ. પછી બંને દલાલ મળીને એક-બે કલાકમાં નિર્ણય લેવા દબાણ કરવાનું શરૂ કર્યું. આટલું કહીને તેણે પોતાની કારમાં બેઠેલા લોકોને બોલાવ્યા અને પછી બાળકીને લઇને રવાના થઈ ગઈ. સંતોષીએ અમને કહ્યું, ‘આઠ દિવસ સુધી છોકરી પર જોનસનનો બેબી પાઉડર અને સાબુ લગાવો, એ ગોરી થઈ જશે.’ અમારા ઇનકાર પછી તે પણ ગાડીમાંથી ઊતરી ગઈ. તે બે-ત્રણ દિવસ સુધી તેનાં બાળકોના ફોટા મોકલતી રહી.
બાળકને લઈ જવાની ના પાડ્યા પછી પણ સંતોષી ફોન કરતી રહી. તેમણે અમને ઘણાં નવજાત બાળકોના ફોટા મોકલ્યા. વ્હોટ્સએપ મેસેજ મોકલ્યા અને ફોન કર્યો. આ સમગ્ર તપાસ દરમિયાન તેણે 10 બાળકના ફોટા અને વીડિયો મોકલ્યા. આમાંના મોટા ભાગનાં બાળકો ફક્ત બે-ત્રણ દિવસનાં હતાં. છેલ્લી વાર સંતોષીએ અમને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું, ‘લખનઉમાં એક કે બે દિવસમાં ડિલિવરી થવાની છે. તેઓ જોડિયાં છે. એક મોટી ફાઇલ (છોકરો) છે, એક નાની ફાઇલ (છોકરી) છે. તું મોટી ફાઇલ લે અને નાની ફાઇલ તારા મિત્રને આપી દે.’ બે-ત્રણ દિવસ સુધી બાળકીના ફોટો મોકલતી રહી
બાળકી લેવાની ના પાડ્યા પછી પણ સંતોષી સતત ફોન કરતી રહી. તેણે અનેક નવજાત બાળકીની તસવીરો અમને મોકલી. વ્હોટએપ મેસેજ અને કોલ કર્યા. આ સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન દરમિયાન તેણે 10 બાળકના ફોટો-વીડિયો મોકલ્યા, જેમાં મોટા ભાગનાં બાળકો માત્ર 2-3 દિવસનાં જ હતાં. સંતોષીએ અમને છેલ્લીવાર જ્યારે ફોન કર્યા ત્યારે કહ્યું- લખનઉમાં એક-બે દિવસમાં એક ડિલિવરી થવાની છે. ટ્વિન્સ છે. એક મોટી ફાઇલ(છોકરો) છે, એક નાની ફાઇલ (છોકરી) છે. તમે મોટી ફાઇલ લઇ લો અને તમારા મિત્રને નાની ફાઇલ આપી દો. સંતોષી કોણ છે? ચાર બાળકોની માતા માસૂમ બાળકોનો સોદો કરી રહી છે મોટો પ્રશ્ન… તમે બાળકો ક્યાંથી મેળવો છો? 1- ગરીબ પરિવાર પાસેથી: ગેંગની એક મહિલા સંતોષીએ સ્વીકાર્યું કે જરૂરિયાતમંદ લોકો પૈસા માટે પોતાનાં બાળકોને વેચી દે છે. જો કોઈને પોતાની દીકરીના લગ્ન કરાવવા હોય અથવા કોઈ અનિચ્છનીય બાળક હોય તો તેઓ પૈસા માટે તેને વેચી દે છે. સંતોષીએ જણાવ્યું કે તેણે એક છોકરા માટે રૂ. 6.5 લાખમાં સોદો ગોઠવ્યો હતો. વેચનારને છ લાખ રૂપિયા આપવામાં આવ્યા અને 50 હજાર રૂપિયા બે ભાગમાં વહેંચવામાં આવ્યા. 2- હોસ્પિટલોમાંથી ચોરી: ગેંગની સભ્ય શ્યામા કુમારીની ગુડાંબા પોલીસે થોડા દિવસો પહેલાં ધરપકડ કરી હતી. તે જે હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યાં ડિલિવરી માટે આવેલી એક મહિલાના બાળકને લઈને ભાગી ગઈ હતી. એ જ સમયે મહિલા દલાલ સંતોષીએ કહ્યું હતું કે તેણે થોડા દિવસો પહેલાં ઇટુંજામાં થોડું કામ કરાવ્યું હતું. મને હોસ્પિટલમાંથી છ દિવસનું બાળક 5 લાખ રૂપિયામાં મળ્યું. સંતોષીએ જણાવ્યું કે આઝમગઢ બસ સ્ટેન્ડ પાસેની હોસ્પિટલમાં પણ આવું જ કામ થાય છે. અમે ત્યાં 2 વાર ગયા છીએ. 3- ગર્ભવતી મહિલાનો ખર્ચ ઉઠાવીને: મહિલા દલાલ સંતોષીએ કહ્યું, અમે અમારા પોતાના ખર્ચે એક ગર્ભવતી મહિલાને રૂમમાં સાચવી રહ્યા છીએ. તેની ડિલિવરી મે મહિનામાં છે. તેના પર ખર્ચાયેલા પૈસા બાળકને વેચીને પાછા મેળવવામાં આવશે. આ સ્ત્રી વિધવા છે. તેને પહેલેથી જ બાળકો છે અને તે ગરીબ છે. ત્રીજા બાળકનો ખર્ચ ઉઠાવી શકાય એમ નથી. બાળક વેચાયા પછી એક ભાગ તેને જશે અને બાકીનો ભાગ સંતોષી પાસે રહેશે. આ નેટવર્ક ચાર રાજ્યમાં ફેલાયેલું છે
આ ગેંગ યુપીની રાજધાનીમાં સક્રિય છે. આ ગેંગનું નેટવર્ક દેશની રાજધાની દિલ્હી, યુપી, હરિયાણા અને ઝારખંડમાં ફેલાયેલું છે. વાતચીત દરમિયાન દલાલ સંતોષીએ લખીમપુર, આઝમગઢ, સીતાપુર સહિત યુપીના અન્ય જિલ્લાઓનાં નામ લીધાં.