સાઈબર ગઠિયા બેન્કોના અસલી નામનો ઉપયોગ કરી રિ-કેવાયસીના મેસેજને નામે લોકોના બેન્ક ખાતાં ખાલી કરી રહ્યા છે. એસબીઆઈ, કેનેરા બેન્ક, બેન્ક ઓફ બરોડા, એચડીએફસી, એક્સિસ જેવી અગ્રણી બેન્કોના નામે આવા મેસેજ મોકલાય છે. મેસેજ સાથે તમારા મોબાઈલ પર એક લિન્ક આપવામાં આવે છે. આ લિન્કમાં બેન્કની હોય તેવી જ ભળતી એપ્લિકેશન મૂકાયેલી હોય છે. ગઠિયા આ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવાનું કહે છે. તેમાં લખ્યું હોય છે કે, જો તમે રિ-કેવાયસી નહીં કરાવો તો એકાઉન્ટ બ્લોક થઈ જશે. પરંતુ લિન્ક ઓપન કરતાની સાથે એક ઓટીપી જનરેટ થાય છે અને વાઈરસને કારણે ઓટીપી ગઠિયા પાસે પહોંચી જાય છે. પળવારમાં ગઠિયા બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે છે. શક્ય હોય તો રિ-કેવાયસી બેન્કમાં જઈને કરાવો. બેન્કોની એપ જેવી 50 ભળતી એપ્લિકેશનની તપાસ શરૂ કરાઈ
સ્ટેટ બેન્કના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું, ગઠિયા કોઈક રીતે મોબાઈલ નંબરનો ડેટા મેળવી લઈ બેન્કોના નામે મેસેજ મોકલી રિ-કેવાયસી કરાવવા કહે છે. બેન્કો જેવી લાગતી 50 જેટલી નકલી મોબાઈલ એપ સામે ગુજરાત સાઈબર ક્રાઈમ તપાસ કરી રહી છે. કૌભાંડનો ભોગ બનવું ન હોય તો અવેરનેસ પહેલો રસ્તો
કૌભાંડનો ભોગ ન બનવું હોય તો અવેરનેસ પહેલો રસ્તો છે. આવો કોઈ મેસેજ આવે તો બેન્કના કસ્ટમર નંબર પર ફોન કરીને ચકાસણી કરવી જોઈએ. કોઈપણ અજાણી લિન્ક ઓપન કરવાથી દૂર રહેવું જોઈએ. લોકોમાં જાગૃતિ આવે તે માટેના પ્રયાસો જરૂરી. – શક્તિ ઘોડાદરા, સાઈબર એક્સપર્ટ મેસેજ આવે તો બેન્કમાં જઈને તપાસ કરવી જોઈએ
બેન્કોના નામે છેતરપિંડી ચાલી રહી છે. આવો મેસેજ આવે તો સૌથી પહેલાં બેન્કમાં ફોન કરી હકીકત જાણવી જોઈએ. ઠગાઈ થાય તો સાઈબર ક્રાઈમને ફરિયાદ કરી શકો છો. – લવિના સિન્હા, ડીસીપી, સાઇબર ક્રાઇમ સૌથી વધુ સિનિયર સિટીઝન ટાર્ગેટ થાય છે