આજે મહાકુંભનો 42મો દિવસ છે. મેળાને આડે હવે 3 દિવસ બાકી છે. છેલ્લા વીકેન્ડ પર ભક્તોની ભીડ વધી છે. મધરાતથી જ સંગમ તરફ જતા રસ્તાઓ ભક્તોથી ભરેલા છે. શનિવારે 1.30 કરોડ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. સરકારે કહ્યું- અત્યારે દુનિયામાં 120 કરોડ સનાતની છે. આમાંથી 50% લોકોએ સંગમમાં સ્નાન કર્યું છે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર આ સંખ્યા 65 કરોડને પાર કરશે. મેળા વિસ્તારના બહારના ભાગોમાં ભારે ટ્રાફિક જામ છે. પ્રયાગરાજના તમામ 7 એન્ટ્રી પોઈન્ટ પર બહારથી આવતા વાહનોને રોકવામાં આવી રહ્યા છે. DGP પ્રશાંત કુમારે કહ્યું- તમામ 7 એન્ટ્રી પોઈન્ટ પર ટ્રાફિકને સંભાળવા માટે એક-એક અધિકારી તહેનાત કરવામાં આવ્યા છે. શહેરની બહાર પાર્કિંગમાં કાર પાર્ક કરવી પડી. અહીંથી સંગમનું અંતર 10 થી 12 કિમી છે. એન્ટ્રી પોઈન્ટ પર રોકવામાં આવેલા ભક્તોને ઓછામાં ઓછા 10-12 કિમી સુધી ચાલવું પડશે. જોકે, શ્રદ્ધાળુઓની સુવિધા માટે શટલ બસો, ઈ-રિક્ષાઓ, ઓટો અને પેંડલ રીક્ષા ચાલી રહી છે. હજારો બાઈકર્સ પણ મુસાફરોને લઈ જઈ રહ્યા છે. પરંતુ, તે તમામ મનનરજી મુજબ ભાડું વસૂલી રહ્યા છે. સીએમ યોગી આજે પણ પ્રયાગરાજમાં જ રહેશે. બપોરે 1.45 કલાકે મહાકુંભ પહોંચશે. ગાડગે મહારાજની 149મી જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપશે. આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મહાકુંભમાં પહોંચશે. મહાકુંભના અપડેટ્સ વાંચવા માટે, નીચેના દરેક બ્લોગ પર જાઓ…