ફેમસ સિંગર અને રેપર હની સિંહ અને બાદશાહ વચ્ચેનો ઝઘડો લડાઈ કોઈથી છુપાયેલી નથી. બંને અનેક વખત એકબીજા પર અભદ્ર ટિપ્પણીઓ કરતા જોવા મળ્યાં છે. તાજેતરમાં જ એક લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન, સિંગર હની સિંહે બાદશાહનું નામ લીધા વિના તેને ગાળો ભાંડી, એટલું જ નહીં પ્રેક્ષકોને પણ માઈક પર અપશબ્દો બોલવા માટે મજબૂર કર્યા. હની સિંહે તાજેતરમાં જ પોતાના લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન ચાહકોની ભીડ જોઈને ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, ઘણા લોકો કહે છે કે તેઓ મારા ભાઈઓ છે. ઘણા કહે છે કે મારું કમબેક નથી થઈ રહ્યું અને પછી કહે છે કે તેને મારા ગીતો લખ્યાં હતાં અને પછી તેઓ કહે છે કે તે મારું ભાગ્ય પણ લખશે. હની સિંહે આગળ કહ્યું, મને આના પર એક શાયરી યાદ આવે છે, એક વીડિયો બનાવો અને તેને ટેગ કરજો. પછી તે શાયરી બોલવાનું શરૂ કરે છે અને બાદશાહને સ્ટેજ પરથી ગાળો આપે છે. એટલું જ નહીં તે ફરીવાર શાયરી બોલે છે અને છેલ્લે માઈક પ્રેક્ષકો તરફ કરી તેમની પાસે ગાળો બોલાવડાવે છે. હની સિંહે કોન્સર્ટ દરમિયાન કોઈનું નામ ન લીધું હોવા છતાં, તેમનું નિશાન બાદશાહ હતું. કેવી રીતે શરૂ થયો હની સિંહ-બાદશાહનો ઝઘડો?
હની સિંહ અને બાદશાહે તેમની કારકિર્દીની શરૂઆત માફિયા મુંડિર ગ્રુપ સાથે કરી હતી. બંનેએ 2009માં ગ્રુપ છોડી દીધું હતું. બાદશાહે અનેક પ્રસંગે એવો પણ દાવો કર્યો હતો કે તેણે હની સિંહનું ગીત બ્રાઉન રંગ લખ્યું હતું, પરંતુ તેને ક્રેડિટ ન મળી. તેના જવાબમાં હની સિંહે કહ્યું હતું કે ‘જો બાદશાહે બ્રાઉન રંગ જેવું ગીત લખ્યું છે તો તે પોતાના માટે સારું ગીત કેમ નથી લખી શકતો.’ ત્યારથી, બંને ઘણા પ્રસંગોએ એકબીજા વિરુદ્ધ નિવેદન આપતા જોવા મળે છે. થોડા સમય પહેલા હની સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બાદશાહ થૂંકીને ચાટનારાઓમાંથી એક છે. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, લોકો ઘણીવાર મને બાદશાહ સાથેના વિવાદ વિશે પૂછે છે. બે લોકો વચ્ચે ઝઘડો થાય છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી તે જ વ્યક્તિ મને ગાળો આપી રહ્યો છે, મારા વિશે ગીતો બનાવી રહ્યો છે, મારી બીમારીની મજાક ઉડાવી રહ્યો છે. મેં ક્યારેય જવાબ આપ્યો નહીં. હની સિંહે આગળ કહ્યું, મેં છેલ્લા એક વર્ષથી જ તેના વિશે વાત કરવાનું શરૂ કર્યું છે, તે પણ ચાહકોના કારણે. મારા ચાહકો મને મેસેજ મોકલે છે કે કૃપા કરીને કંઈક કહો, આ આપણા ગૌરવનો પ્રશ્ન છે. એક માણસ સતત તમારા વિશે ખરાબ વાતો કરે છે. પરિણામ એ આવ્યું કે તેણે માફી માગી અને પોતાની ભૂલ સ્વીકારી. પણ તે એવા લોકોમાંનો એક છે જે થૂંકીને ચાટે છે.