સમય રૈના અને રણવીર અલ્લાહબાદિયા અશ્લીલ કોમેન્ટ કરવાના કેસમાં ફસાયેલા છે, હવે સિનિયર કોમેડિયન સાયરસ બ્રોચા તેના પડખે આવ્યો છે. સાયરસના મતે, જો લોકોને વાંધો હોય તો શોને સેન્સર કરવો જોઈએ અને કોમેડિયન સાથે ગુનેગારો જેવો વ્યવહાર ન કરવો જોઈએ. સાયરસ બ્રોચા તાજેતરમાં કૃતિ ખરબંદા અને ચેતન ભગત સાથે એબીપી ન્યૂઝના કાર્યક્રમનો ભાગ હતા. આ દરમિયાન ચેતન ભગતે સાયરસ સાથે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સંબંધિત વિવાદ વિશે વાત કરી. જ્યારે સાયરસે જોયું કે કૃતિ ખરબંદા લાંબા સમય સુધી શાંતિથી બેઠી હતી, ત્યારે તેણે તેનો પણ અભિપ્રાય માગ્યો. આ અંગે ચેતન ભગતે કહ્યું કે કૃતિ ખરબંદાએ તેમને બેકસ્ટેજ પર સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની પાસેથી કંઈપણ પૂછી શકાય છે, પરંતુ સમય રૈના અને રણવીર અલ્લાહબાદિયા વિશે પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. સાયરસે સમય રૈના- રણવીર અલ્લાહબાદિયાના સ્પોર્ટમાં વાત કરી
‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ પર, સાયરસ બ્રોચાએ કહ્યું, જુઓ, ભારતમાં બે શબ્દો સામાન્ય છે, પહેલો શબ્દ પરંપરા છે અને બીજો સંસ્કૃતિ છે. આ પરંપરા ક્યાંથી શરૂ થાય છે અને કોની સંસ્કૃતિ શું છે તે સ્પષ્ટ નથી. મારી પરંપરા, તમારી પરંપરા, મારી નૈતિકતા અને તમારી નૈતિકતા અલગ અલગ હોઈ શકે છે. જો તમને અભિવ્યક્તિની સ્વતંત્રતા જોઈતી હોય તો તમારે બીજાઓને પણ પોતાની અભિવ્યક્તિ કરવાની છૂટ આપવી જોઈએ. તે રોસ્ટ શો છે. લોકો આ રીતે વાત કરે છે. આ એક શોની નકલ છે અને ઘણા લોકો આ જાણે છે. સાયરસે આગળ કહ્યું, અહીં કેટલા લોકો એવા છે જેમણે પોતાના જીવનમાં એક મિનિટ પણ પોર્ન જોયું છે. ચાલો આ વાત એવી રીતે પૂછીએ કે જે લોકોએ ક્યારેય પોર્ન જોયું નથી તેઓ ઊભા થઈ જાય. જ્યારે કોઈ ઊભું ન થયું, ત્યારે સાયરસે કહ્યું, એક પણ વ્યક્તિ ઊભું ન થયું. આ પણ ગેરકાયદે છે. આપણે કોની મજાક કરી રહ્યા છીએ? આ બકવાસ છે. હું એમ નથી કહેતો કે તમને આ શો ગમવો જોઈએ, પણ જો તમને તે પસંદ ન હોય તો તેને ન જુઓ. પણ મને નથી લાગતું કે તેમની સાથે ગુનેગારો જેવો વ્યવહાર થવો જોઈએ. આ પછી, તેની કારકિર્દી અટકી ગઈ. બસ તેને સેન્સર કરો. દુનિયામાં આનાથી પણ મોટા ગુનાઓ છે. શું છે આખો મામલો?
‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ એ સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાનો શો છે, જે વિવાદનો સામનો કરી રહ્યો છે. આ એપિસોડ 8 ફેબ્રુઆરીના રોજ યુટ્યુબ પર રિલીઝ થયો હતો. આ શોમાં બોલ્ડ કોમેડી કન્ટેન્ટ છે. આ શોના વિશ્વભરમાં 73 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આ શોમાં માતા-પિતા અને મહિલાઓ વિશે એવી વાતો કહેવામાં આવી હતી, જેનો દિવ્ય ભાસ્કર અહીં ઉલ્લેખ કરી શકતું નથી. 10 ફેબ્રુઆરીના રોજ, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ પણ આ મામલે રાજ્યમાં FIRની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ગુવાહાટી પોલીસે કેટલાક યુટ્યૂબર્સ અને ઈન્ફ્લુએન્સર- આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ, અપૂર્વા માખીજા, રણવીર અલ્લાહબાદિયા, સમય રૈના અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. 12 ફેબ્રુઆરીના રોજ, મુંબઈમાં યુટ્યૂબર્સ રણવીર અલ્લાહબાદિયા અને સમય રૈના વિરુદ્ધ બે દિવસમાં બીજી FIR નોંધવામાં આવી હતી. આ કાર્યવાહી મહારાષ્ટ્ર પોલીસની સાયબર શાખા દ્વારા કરવામાં આવી હતી. રણવીર અને સમય ઉપરાંત, પહેલા એપિસોડથી અત્યાર સુધી શોમાં ભાગ લેનારા 30 ગેસ્ટ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રણવીર અલ્લાહબાદિયાને કોર્ટમાંથી મળી રાહત
શોનો ભાગ રહેલી રાખી સાવંતને સમન્સ પાઠવવામાં આવ્યું છે. તે 27 ફેબ્રુઆરીએ પોતાનું નિવેદન નોંધાવશે. સોમવારે, અશ્લીલ ટિપ્પણી કેસમાં રણવીર અલ્હાબાદિયાની અપીલ પર સુનાવણી થઈ હતી. કોર્ટે અલ્હાબાદિયાને ધરપકડમાંથી રાહત આપી, પરંતુ તેમને સખત ઠપકો પણ આપ્યો. કોર્ટે કહ્યું હતું કે તમારી ટિપ્પણીની ભાષા વિકૃત છે અને મન ગંદુ છે. આનાથી ફક્ત માતા-પિતા જ નહીં, પણ દીકરીઓ અને બહેનો પણ શરમ અનુભવતા હતા.સંપૂર્ણ સમાચાર વાંચો..