ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ વિશ્વભરના લિબરલ નેતાઓને પાખંડી કહ્યા છે. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં મોદી, ટ્રમ્પ અને મારા જેવા કન્ઝર્વેટિવ નેતાઓના ઉદભવથી તમામ લિબરલ નેતાઓ ચિંતિત છે. મેલોનીએ કહ્યું, 90ના દાયકામાં જ્યારે બિલ ક્લિન્ટન અને ટોની બ્લેરે ગ્લોબલ લેફ્ટિસ્ટ નેટવર્ક બનાવ્યું, ત્યારે તેમને મહાન નેતાઓ માનવામાં આવતા હતા, પરંતુ જ્યારે ટ્રમ્પ, મેલોની, મિલેઈ અને મોદી પણ આજે વાત કરે છે, ત્યારે તેઓ તેને લોકશાહી માટે ખતરો કહે છે. મેલોનીએ કહ્યું કે, આ લેફ્ટનું ડબલ સ્ટાન્ડર્ડ છે અને અમને તેની આદત થઈ ગઈ છે. સારી વાત એ છે કે હવે લોકો તેમના જૂઠાણાં પર વિશ્વાસ કરતા નથી. તેઓ અમારા પર ગમે તેટલો કાદવ ફેંકે, પણ લોકો આપણને મત આપતા રહે છે. મેલોનીએ કહ્યું – ઉદારવાદી નેતાઓ ભયાવહ બની ગયા છે મેલોની યુએસએના વોશિંગ્ટન ડીસીમાં કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (CPAC) સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલાં હતાં. અહીં તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રશંસા કરી. તેમણે ટ્રમ્પને એક મજબૂત નેતા ગણાવ્યા. તેમણે કહ્યું કે લિબરલ નેતાઓ કન્ઝર્વેટિવ નેતાઓના ઉદયથી હતાશ છે. ખાસ કરીને ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પાછા ફર્યા ત્યારથી. ટ્રમ્પની જીતથી લિબરલ નેતાઓ ગભરાઈ ગયા છે. ટ્રમ્પે પાંચમા દિવસે ચૂંટણી ભંડોળનો મુદ્દો ઉઠાવ્યો આ કોન્ફરન્સમાં ટ્રમ્પે સતત પાંચમા દિવસે ભારતમાં અમેરિકા તરફથી આપવામાં આવતા ચૂંટણી ભંડોળ વિશે વાત કરી. ટ્રમ્પે કહ્યું, ભારતમાં ચૂંટણીમાં મદદ કરવા માટે ભંડોળ શા માટે? અમે જૂની મતપત્ર પદ્ધતિ પર પાછા કેમ ન જઈએ અને તેમને આપણી ચૂંટણીમાં મદદ કરવા દઈએ? … તેમને પૈસાની જરૂર નથી.’ બાંગ્લાદેશમાં 250 કરોડ રૂપિયાના ભંડોળ અંગે તેમણે કહ્યું કે, તે રાજકારણીઓને મજબૂત કરવા અને તેમને મદદ કરવા માટે આપવામાં આવી રહ્યું છે જેથી તેઓ કટ્ટરપંથી લિબરલ સામ્યવાદીને મત આપી શકે. તમારે જોવું જોઈએ કે તેમણે કોને ટેકો આપ્યો. આ સમાચાર પણ વાંચો… ‘મારા મિત્ર મોદીને રૂ.182 કરોડ મોકલ્યા’: 4 દિવસમાં ચોથી વખત ભારતીય ચૂંટણીઓમાં US ફંડિંગ પર સવાલ; ટ્રમ્પે બાંગ્લાદેશનો પણ ઉલ્લેખ કર્યો ચાર દિવસમાં ચોથી વખત ટ્રમ્પે ભારતની ચૂંટણીમાં યુએસ ફંડિંગ પર સવાલો ઊભા કર્યા છે. આ વખતે તેમણે કહ્યું કે, મારા મિત્ર મોદીને 182 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. આ બીજી વખત છે જ્યારે ટ્રમ્પે આ મામલે મોદીનું નામ લીધું છે. આ ઉપરાંત ટ્રમ્પે બાંગ્લાદેશને મોકલવામાં આવેલા 250 કરોડ રૂપિયાનો પણ ઉલ્લેખ કર્યો. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…