back to top
Homeગુજરાતભેખડ ધસી પડતા બે મજૂરો દટાયા, એકનું મોત:અમદાવાદના નિકોલમાં નિર્માણાધીન ડીમાર્ટ મોલની...

ભેખડ ધસી પડતા બે મજૂરો દટાયા, એકનું મોત:અમદાવાદના નિકોલમાં નિર્માણાધીન ડીમાર્ટ મોલની સાઈટ પર ખોદકામ દરમિયાન અકસ્માત સર્જાયો, એક સારવાર હેઠળ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં મનમોહન પાર્ક નજીક ડી માર્ટ મોલની નિર્માણાધીન સાઈટ પર ભેખડ ઘસી પડવાની ઘટના બની છે. ભેખડ ધસી પડતાં બે મજૂરો દટાયા હતા જેમાંથી એકનું મોત નીપજ્યું છે જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો છે. ઘટના અંગેની જાણ ફાયરબ્રિગેડની ટીમને થતાં ત્રણથી વધુ ગાડીઓ રેસ્ક્યૂ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ભેખડમાં દટાયેલા બંને મજૂરોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા જેમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે. કન્સ્ટ્રકશન સાઈટ પર ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડી
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ફાયર બ્રિગેડને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે નિકોલ- વિરાટનગર રોડ પર મનમોહન પાર્ક ચાર રસ્તા નજીક નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટના ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડવાની ઘટના બની છે અને કેટલાક લોકો દટાયા છે. જેથી ફાયર સ્ટેશનની બેથી વધુ ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યૂ શરૂ કરીને એક વ્યક્તિને સભાન હાલતમાં બહાર કાઢ્યો હતો અને સારવાર અર્થે 108માં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજા વ્યક્તિને પણ 15 થી 20 મિનિટમાં બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એકનું મોત નીપજ્યું છે. ભેખડ ધસી પડતાં બે મજૂરો દટાયા હતા
નિકોલ ફાયર સ્ટેશનના ઓફિસર અને ઘટના સ્થળે સૌપ્રથમ પહોંચેલા એવા વિષ્ણુભાઈ દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મનમોહન પાર્ક ચાર રસ્તા પર કિંગસ્ટોન નામની બિલ્ડિંગની બાજુમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના અંગેનો મેસેજ મળતા ત્યાં પહોંચ્યા હતા ત્યારે એક વ્યક્તિ અંદર દટાયેલો જોવા મળ્યો હતો અને તેના માથાના વાળ દેખાતા હતા જેથી તરત જ તેને સૌથી પહેલા માટી હટાવી અને બહાર કાઢી લેવામાં આવ્યો. માટીમાં દટાયેલા બીજા વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી. બીજા વ્યક્તિને પણ 10 થી 15 મિનિટમાં શોધખોળ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યો હતો જો કે તેની હાલત ખૂબ ગંભીર હતી અને સંપૂર્ણ બેભાન અવસ્થામાં હતો. જેથી તેને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ ઉપર કોઈપણ જવાબદાર વ્યક્તિ હાજર નહોતું. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. નિકોલ પોલીસના જણાવ્યા મુજબ નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના મામલે બે મજૂરોમાંથી એક મજૂરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જે કન્સ્ટ્રક્શન સાઇટ પર ઘટના બની ત્યાં નવું ડી માર્ટ બની રહ્યું હતું. કામગીરી દરમિયાન ભેખડતા બે મજૂરો દટાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments