રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે,પણ સ્માર્ટ મીટર બાબતે વીજગ્રાહકોમાં વિવિધ પ્રકારની શંકાઓ ઉદભવેલી હોવાથી સ્માર્ટ મીટર સામે અસંતોષ થઇ રહ્યો છે. સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા બપોરના સમયે સોલાર ઊર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર બપોરે 11 થી 3 કલાક દરમિયાન જે યુનિટ વપરાય તે માટે પ્રતિ યુનિટ 0.45 પૈસા રાહત આપવાની દરખાસ્ત જર્કમાં કરી છે. આ રાહત વાર્ષિક રૂ. 720 કરોડ જેટલી થશે. જો કે,જર્કને યુનિટદીઠ વધારો થાય તો વાંધો હોય એટલે મોટાભાગે આ દરખાસ્ત મંજૂર થશે તેવી ઉર્જા વિભાગને અપેક્ષા છે. રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 6 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે. હજુપણ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાથ ધરાઇ રહીં છે. આ સ્માર્ટ મીટર લગાડવા સામે વિરોધ વંટોળ થઇ રહ્યો છે,પરંતુ રાજ્ય સરકાર સ્માર્ટ મીટર લગાડવા માટે મક્કમ છે. આવા સંજોગોમાં નાગરિકોને સ્માર્ટ મીટર લગાડવા માટે પ્રોત્સાહન મળે અને ગણતરીમાં પણ સ્માર્ટ મીટર જ કરી શકે તેટલા માટે એક રાહત દરખાસ્ત જર્કમાં કરી છે. જે પ્રમાણે ગુજરાતના ઊર્જા વિભાગને બપોરના સમયે સોલાર ઊર્જાનું ઉત્પાદન થતું હોવાથી સોલાર ઊર્જાની પડતર કિંમત ઓછી છે. આથી રાજ્ય સરકાર ગુજરાતભરના ઇન્ડસ્ટ્રીયલ અને રહેણાંકીય તમામ ગ્રાહકોને બપોરના 11 થી 3 કલાક દરમિયાન જેટલો વીજ વપરાશ થાય તે વીજ વપરાશ બદલ પ્રતિયુનિટ 0.45 પૈસા રાહત આપશે. રાજ્યમાં અત્યારે 1.5 કરોડ જેટલા ઇન્ડસ્ટ્રીયલ અને રહેણાંકીય વીજ ગ્રાહકો હોવાનું ઉર્જા વિભાગનું સુત્રોનું કહેવું છે. સુત્રો ત્યા સુધી કહ્યું હતું કે, ઉર્જા વિભાગે રાહત આપવા માટે જ્રર્કમાં દરખાસ્ત મોકલી દીધી છે,જર્કને કોઇ વાંધો હોય નહીં એટલા માટે આ વીજ વપરાશ બદલ ગ્રાહકોને રાહત આપીએ છીએ,વધારો માગતા નથી. સ્માર્ટ મીટર માટે 2% છૂટ અને 0.45 પૈસાની રાહત એપ્રિલ-2025થી અમલમાં આવશે
રાજ્ય સરકારે બંન્ને દરખાસ્તો જર્કમાં મૂકી દીધી છે. આ બંન્ને રાહતમાં સરકારે પૈસા ગુમાવવાના છે અને ગ્રાહકોને ફાયદો છે. આથી આ બંન્ને દરખાસ્ત મંજૂર થઇ જશે તેવી આશા ઉર્જા વિભાગને છે. આથી તેનો અમલ આગામી તા. 1 એપ્રિલ 2025થી કરવાનું આયોજન છે. જો કે, બપોરેના સમયની 0.45 પૈસાની રાહત તેવા ગ્રાહકોને જ મળશે જેમણે સ્માર્ટ મીટર લગાડયા છે. બે ટકાની રાહત પણ તેમના માટે જ છે જેઓ સ્માર્ટ મીટલ લગાડશે,એટલે સરકાર સ્માર્ટ મીટર સામેની મુશ્કેલી દૂર કરવા વિવિધ રાહતના પગલા ભરી રહીં છે. શા માટે બપોરના સમયે જ રાહત ?
સોલાર વીજ ઉત્પાદન બપોરના સમયે મહત્તમ થાય છે. વળી, બપોરના 11થી 3 કલાક દરમિયાન કેટલા યુનિટ વીજ ગ્રાહકે વાપર્યા તેની ગણતરી મુકવી પડે. આ ગણતરી પછી વીજ રાહત પ્રતિ યુનિટ 0.45 પૈસા આપી શકાય. આ ગણતરી સ્માર્ટ મીટર મારફતે જ કરી શકાય તેમ છે. જેથી આ યોજના સરકાર મુકે તો પણ લાભ તેમને જ મળે જેમની પાસે સ્માર્ટ મીટર છે. આથી સ્માર્ટ મીટર લગાડવાનાર ગ્રાહકોની સંખ્યા વધે અને વિના વિરોધે સ્માર્ટ મીટરની કામગીરી પુરી થઇ શકે તેટલાં માટે સરકાર બપોરેના જ સમયે વીજ રાહત આપવા ઇચ્છે છે તેવું સુત્રોનું કહેવું છે.