back to top
Homeસ્પોર્ટ્સભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનીઓ ભડક્યા:એક ચાહકે કહ્યું- ખેલાડીઓ ભલામણથી આવી રહ્યા...

ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનીઓ ભડક્યા:એક ચાહકે કહ્યું- ખેલાડીઓ ભલામણથી આવી રહ્યા છે, બધાની પોત-પોતાની ટશનબાજી છે

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સતત બીજી જીત મેળવી છે. ટીમે પાકિસ્તાનને એકતરફી મેચમાં 6 વિકેટથી હરાવી દીધા છે. રવિવારે મળેલી હારથી પાકિસ્તાની ફેન્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. થોડાં ફેન્સે તો ટીમમાં જૂથવાદ હોવાનો આરોપ પણ લગાવ્યો છે. એક હોટલમાં કામ કરનાર મોહમ્મદ ઇકબાલે કહ્યું- ટીમમાં ભલામણથી ખેલાડીઓ આવી રહ્યા છે એટલે જ આજે અમે હારી ગયા છીએ. ત્યાં જ, લાહોરમાં રહેનાર મુબારિક કહે છે, ટીમમાં પોત-પોતાની ટશનબાજી છે. આ જ કારણે તેઓ હારે છે. ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પાકિસ્તાનના ફેન્સનો મૂડ જાણવા માટે ભાસ્કર રિપોર્ટર બિક્રમ પ્રતાપ સિંહ લાહોરમાં છે. તેઓ શહેરની ગલીઓ મારફતે પ્રેસ ક્બલ પહોંચ્યા. જ્યાં તેમની મુલાકાત થોડાં બિઝનેસમેન, જર્નાલિસ્ટ અને વિદ્યાર્થીઓ સાથે થઈ. સુપર સ્ટાર્સની બેટિંગ જોવા માટે લાહોરની ગલીઓ સુમસાન
દુબઈમાં ભારત-પાકિસ્તાન મેચની ટેન્શન લાહોરમાં પણ જોવા મળી. ટૉસ પછી જ્યારે પાકિસ્તાની ટીમે બેટિંગ લીધી, ત્યારે તેઓ પોતાના સ્ટાર ખેલાડીઓની બેટિંગ જોવા માટે લાહોરની અનેક ગલીઓ સુમસાન જોવા મળી. ક્રિકેટ ફેન્સ પોતાના ઘરમાં બાબર, રિઝવાન અને સઊદ શકીલ જેવા પ્લેયરની બેટિંગ જોતા રહ્યા, જોકે, આ બધા જ બેટર્સે પોતાના ફેન્સને નિરાશ કર્યા. ખેલાડીઓના પ્રદર્શનની અસર ફેન્સના ચહેરા પર જોવા મળી હતી. વિરાટની સદી પછી બધું જ શાંત
વિરાટ કોહલીએ જ્યારે ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી અને ભારતની જીત પર મહોર લગાવી. તે સમયે લાહોર પ્રેસ ક્લબમાં સન્નાટો છવાઈ ગયો. અહીં બધા જ શાંત હતા, કોઈ એકબીજા સાથે વાત પણ કરી રહ્યા નહોતા. એક વિદ્યાર્થી મોહમ્મદ અહદે કહ્યું પાકિસ્તાનના ખેલાડીઓ એકબીજા એક થઈને રમતા નથી, જો એકજૂટ થઈને રમ્યા હોત તો અમે જીતી શક્યા હોત. હવે આગામી સમયમાં અમારી ટીમ પણ સારું પ્રદર્શન કરશે. ઇન્ડિયા જીતી ગયું. એ પણ અમારા માટે ખુશીની વાત છે. એક ટીમે તો જીતવાનું જ હતું. મને એવું લાગે છે કે પહેલાં બોલિંગ કરવાની જરૂર હતી.. સ્થાનિક ઉદ્યોગપતિ ઝુલ્ફીકાર અલીએ કહ્યું- હું એવું સમજું છું કે પાકિસ્તાન હારે કે ઇન્ડિયા જીતે આ એટલું મેટર નથી કરતું. આ બંને ટીમે એકબીજા સામે મેચ રમી એ જ મોટી વાત છે. બંને ટીમે સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવી. જો પાકિસ્તાની બોલર્સ ઇચ્છતા તો કોહલીની સદી થાત જ નહીં. તેઓ વાઇડ પણ નાખી શકતા હતા, પરંતુ અમારા બોલર્સે એવું કર્યું નહીં. આ સ્પોર્ટ્સની જીત છે. પાકિસ્તાનની હાર નથી કે ઇન્ડિયાની જીત નથી. આ બંને દેશના લોકોની જીત છે. વરિષ્ઠ પત્રકાર મન્સૂર બુખારીએ કહ્યું- મને લાગે છે કે પાકિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાની ભૂલ કરી છે. આ મેદાન પર ટૉસ જીતીને બેટિંગ કરનાર મોટાભાગની ટીમ મેચ હારી જાય છે. અમે ટૉસના નિર્ણયથી જ મેચ હારી ગયા. પાકિસ્તાને સ્કોર પણ ઓછો બનાવ્યો હતો. ઇન્ડિયાએ સારું પ્રદર્શન કર્યું, ખાસ કરીને વિરાટ કોહલીએ લાહોરના સ્થાનિક રહેવાસી ઝાહિદે કહ્યું- અમારા ખેલાડીઓ નવા હતા. અમારા બેટિંગ ઓર્ડરમાં ખામીઓ છે. ખબર નહીં કેમ એવું થાય છે કે ઈન્ડિયા સામે જ હારી જાય છે. આ રમત છે, આમાં હાર-જીત થતી રહે છે. અમે એવું ઇચ્છતા હતા કે ઈન્ડિયા સામે જીતી જઈએ. મોટાભાગે અમારો બેટિંગ ઓર્ડર ફેઇલ થઈ જાય છે. આ મેચમાં ફિલ્ડિંગ પણ ખરાબ રહી છે. અમારા બોલર્સનું પણ અપેક્ષા મુજબ પ્રદર્શન નહોતું. ઈન્ડિયા વિરુદ્ધ ઓછામાં ઓછા 350 રન બનાવવાના હતા. સ્થાનિક રહેવાસી મુબારિકે કહ્યું- પાકિસ્તાનની ટીમે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. બેટિંગ અને બોલિંગ નબળી હતી. છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાએ સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો. તેઓ છેલ્લે સુધી લડ્યા અને રમ્યા. હાર-જીત નસીબની વાત છે. અમારા ખેલાડીઓ એકતરફી મેચ હારી ગયા. પહેલા બેટિંગ કે બોલિંગની વાત જ નથી, ટીમે દિલથી રમવું જોઈએ. જે પણ ટીમ દિલથી રમે છે, મહેનત કરે છે, તે જીતે છે. ઓસ્ટ્રેલિયાની મેચને જ જોઈ લો. તેમણે મહેનતથી જીત પ્રાપ્ત કરી. તેઓ મહેનત કરશે તો જીતશે નહીં કરે તો નહીં જીતે. ટીમમાં પોત-પોતાની ટશનબાજી છે. આ કારણે જ તેઓ હારે છે. હોટલમાં કામ કરનાર મોહમ્મદ ઇકબાલે કહ્યું- અમારી ટીમે સ્કોર ખૂબ જ ઓછો બનાવ્યો હતો. બોલિંગ પણ સારી નહોતી. પહેલાં બેટિંગ લેવાની જરૂર નહોતી. જો બોલિંગ કરી હોય તો ચેઝ કરી શક્યા હોત. ખેલાડીઓ ભલામણથી આવી રહ્યા છે. રમનાર પ્લેયર્સને તક મળતી નથી. હાર્દિક અને વિરાટ પાકિસ્તાન વિરુદ્ધ જ રમે છે. ભારત-પાકિસ્તાન મેચના આ સમાચાર પણ વાંચો… ભારતની જીતથી પાકિસ્તાન લગભગ બહાર: કોહલીની ‘વિરાટ’ ઇનિંગ, કરિયરની 51મી ઈન્ટરનેશનલ સેન્ચુરી ફટકારી; PAKને 6 વિકેટથી હરાવ્યું ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં 180 રનની હારનો બદલો લીધો. રવિવારે દુબઈમાં પાકિસ્તાને 241 રન બનાવ્યા. ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments