back to top
Homeમનોરંજન'રાજેશ ખન્નાની છેલ્લી ઇચ્છા અધૂરી રહી ગઈ':અનિતા અડવાણીએ કર્યો ખુલાસો, કહ્યું- તેમને...

‘રાજેશ ખન્નાની છેલ્લી ઇચ્છા અધૂરી રહી ગઈ’:અનિતા અડવાણીએ કર્યો ખુલાસો, કહ્યું- તેમને મૃત્યુનો પહેલેથી જ આભાસ થઈ ગયો હતો, આખો દિવસ રડતા હતા

એક્ટ્રસ અનિતા અડવાણીએ જણાવ્યું છે કે રાજેશ ખન્નાને તેમના મૃત્યુનો આભાસ પહેલેથી જ થઈ ગયો હતો. અનિતાએ કહ્યું- છેલ્લા એક વર્ષમાં તેઓ ખૂબ જ શાંત થઈ ગયા હતા. જાણે તેમને મૃત્યુનો અહેસાસ થયો હોય તેવું લાગતું હતું. હું તેમને આ રીતે જોઈ શકતી નહતી. તેઓ આખો દિવસ રડતા રહેતા. રાજેશ ખન્નાની છેલ્લી ઇચ્છા અધૂરી રહી ગઈ
યુટ્યૂબ ચેનલ અવંતિ ફિલ્મ્સ સાથેના એક ઇન્ટરવ્યૂમાં અનિતાએ જણાવ્યું હતું કે રાજેશ ખન્ના ઇચ્છતા હતા કે તેમના ઘર ‘આશીર્વાદ’ને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવે. પરંતુ તેમના મૃત્યુ પછી, તેમના પરિવારના સભ્યોએ તેમની છેલ્લી ઇચ્છા પણ પૂરી કરી નહીં. અનિતાએ કહ્યું કે તેમને (રાજેશ ખન્ના) 150કરોડ રૂપિયામાં ઘર વેચવાની ઓફર મળી હતી. જોકે તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જ્યારે તેમનું ઘર તોડી પાડવામાં આવ્યું ત્યારે મને પણ ખૂબ દુઃખ થયું. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાના લગ્ન 1973માં થયા હતા, પરંતુ થોડા વર્ષો પછી તેમનો સંબંધ તૂટી ગયો. જોકે, તેઓએ ક્યારેય છૂટાછેડા લીધા નહીં. પરંતુ રાજેશ ખન્નાના મૃત્યુ પછી, એક્ટ્રેસ અનિતા અડવાણીએ દાવો કર્યો હતો કે તે રાજેશ ખન્ના સાથે સંબંધમાં હતી. અને છેલ્લા કેટલાક વર્ષોમાં, તે રાજેશ ખન્નાની સૌથી નજીક હતી. રાજેશ તેમને પોતાની પત્ની માનતા હતા અને અનિતા ​​​​​’કાકા’ના લાંબા આયુષ્ય માટે ઉપવાસ પણ કરતી હતી. ‘ડિમ્પલ કરતાં તેમના વિશે હું વધારે જાણું છું’
2013માં રેડિફ સાથેના એક ઇન્ટરવ્યૂમાં અનિતાએ કહ્યું હતું કે રાજેશ ખન્નાના મૃત્યુના એક વર્ષ પહેલા તેમની પત્ની ડિમ્પલ કાપડિયા અને પુત્રીઓ તેમને વારંવાર મળવા આવતી હતી. અનિતાએ કહ્યું હતું – તેઓ ત્યાં ફક્ત થોડા કલાકો જ વિતાવતા હતા. જો હું બહાર હોય, તો તેમની પત્ની કે દીકરીઓ મને ફોન કરીને પૂછતા કે હું ક્યારે ઘરે પાછી ફરીશ જેથી તેઓ પાછા જઈ શકે. ડિમ્પલને પણ ખબર નહોતી કે રાજેશજીને ઘરે મળવા કોણ આવ્યું હતું. હું તેમને કહેતી હતી. અમે મિત્રો જેવા હતા. મને ખુશી હતી કે તેમના અંતિમ ક્ષણોમાં પરિવાર તેમની સાથે હતો. જ્યારે તેની તબિયત બગડવા લાગી, ત્યારે હું ખૂબ ડરી ગઈ હતી. રાજેશ ખન્નાનું 2012માં કેન્સરને કારણે અવસાન થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments