back to top
Homeમનોરંજન'જોરદાર વિસ્ફોટ થયો, કાનમાં તમરાં બોલી ગયા...':કુણાલ ખેમુએ બાળપણમાં જોયેલો બ્લાસ્ટનો કિસ્સો...

‘જોરદાર વિસ્ફોટ થયો, કાનમાં તમરાં બોલી ગયા…’:કુણાલ ખેમુએ બાળપણમાં જોયેલો બ્લાસ્ટનો કિસ્સો સંભળાવ્યો, કહ્યું- શ્રીનગરમાં ગમે ત્યારે પથ્થરમારો થઈ જતો

બોલિવૂડ એક્ટર કુણાલ ખેમુએ તાજેતરમાં જ પોતાના બાળપણની કેટલીક યાદો તાજા કરી, જે કોઈપણના મનમાં ડર પેદા કરી શકે છે. તેણે જણાવ્યું કે તેનો જન્મ શ્રીનગરમાં થયો હતો અને તેણે પોતાનું શરૂઆતી જીવન ત્યાં જ વિતાવ્યું હતું. એક્ટરે કહ્યું કે તેનું બાળપણ ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતીમાંથી પસાર થયું હતું. તેણે ત્યાં થયેલા અચાનક વિસ્ફોટ અને પથ્થરમારા જેવી હચમચાવી દેનારી ઘટનાઓ પર વાત કરી. ત્યાંના ડર વિશે વાત કરતાં આગળ કહ્યું કે બાળપણમાં આ બધું સમજવું ખૂબ મુશ્કેલ હતું. શ્રીનગરની કેટલીક સારી અને ખરાબ બાબતોને યાદ કરી
કુણાલે તેના બાળપણનો એક કિસ્સો પણ શેર કર્યો. તેણે કહ્યું કે જોરદાર અવાજ સંભળાતાની સાથે જ બધાના મનમાં એક પ્રશ્ન ઉભો થતો કે શું બોમ્બ ફૂટ્યો હશે કે કોઈ જગ્યા એ સિલિન્ડર ફાટ્યો હશે? બાળપણ શ્રીનગરમાં વિતાવ્યું, જ્યાં તેણે તેના પરિવાર અને મિત્રો સાથે કેટલીક સારી યાદો બનાવી. તેણે કહ્યું, મને યાદ છે કે અમે દાલ લેક જતા, પહેલગામ જતા અને શાળામાં મિત્રો સાથે ક્વોલિટી સમય વિતાવતા. પણ આની સાથે હંમેશા એક ડર પણ રહેતો હતો. જ્યારે પણ બહાર કોઈ મોટો અવાજ આવતો ત્યારે લોકો તરત જ ડરી જતા. ‘પથ્થરમારો અને બોમ્બ બ્લાસ્ટનો ડર રહેતો’
તેણે કહ્યું કે તેમના માતા-પિતા હંમેશા તેમને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ તો પણ બાળકો તે પર્યાવરણની અસર અનુભવતા હતા. બાળપણમાં, તેને ઘણી વખત એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો જ્યાં તેને રાત્રે લાઇટ ચાલુ કરવાની મનાઈ કરવામાં આવી હતી. એક્ટરે કહ્યું, ઘણી વખત એવું બનતું કે અમને ઘરની લાઇટ ચાલુ ન કરવાનું કહેવામાં આવ્યું કારણ કે પથ્થરમારાની ઘટના સામાન્ય બની ગઈ હતી . ક્યારેક અચાનક ગોળીઓનો અવાજ સંભળાતો, અને અમે સમજી શકતા ન હતા કે શું થઈ રહ્યું છે. બોમ્બ બ્લાસ્ટની ઘટના કુણાલ ખેમુએ નજરે જોઈ હતી
તેણે કહ્યું કે આ ડર તેના અને તેના પરિવાર માટે સામાન્ય બની ગયો હતો. પોતાના જીવનની સૌથી ભયાનક ઘટનાને યાદ કરતાં કુણાલે કહ્યું કે એક વખત તેના ઘરની નજીક એક મોટો વિસ્ફોટ થયો હતો. તે સમયે તે તેના કઝિન સાથે બેઠો હતો અને પત્તા રમી રહ્યો હતો. અચાનક એક જોરદાર વિસ્ફોટ થયો અને જમીન નીચેથી ખસી પડી. તેણે કહ્યું, થોડા સમય સુધી કંઈ સંભળાતું જ બંધ થઈ ગયું, ફક્ત ધુમાડો અને તૂટેલી બારીઓ દેખાતી હતી. એવું લાગતું હતું કે જાણે કોઈ ફિલ્મનો સીન ચાલી રહ્યો હોય. તેણે આગળ કહ્યું, ‘હું કંઈ સમજી શક્યો નહીં, બધું જ ક્ષણભરમાં બદલાઈ ગયું હતું. આ વિસ્ફોટની અસર તેના ઘરે પણ જોવા મળી. તેણે કહ્યું કે ઘરના એક રૂમનો ફ્લોર ભાંગીને ભૂક્કો થઈ ગયો કારણ કે વિસ્ફોટ ખૂબ નજીકથી થયો હતો. તેણે કહ્યું, બધા અહીં-ત્યાં દોડી રહ્યા હતા, કોઈ કંઈ સમજી શકતું નહોતું. જ્યારે મેં ટીવી પર જોયું, ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ ઘટના કેટલી મોટી હતી. લોકો સતત એકબીજાને ફોન કરી રહ્યા હતા. 6 વર્ષના બાળક તરીકે, મને ફક્ત એટલું જ લાગતું હતું કે અમે સમાચારમાં આવ્યે છીએ. બાળપણની કડવી યાદો
કુણાલ ખેમુએ એમ પણ કહ્યું કે બાળપણમાં આવી ઘટનાઓનો સામનો કરવો તેના માટે ખૂબ જ મુશ્કેલ હતું. તેણે કહ્યું, ‘પુખ્ત લોકો પરિસ્થિતિ સમજી શકતા હતા, પરંતુ એક બાળક માટે તે ખૂબ જ ડરામણી હતી. તે સમયે બધું સામાન્ય લાગતું હતું, પરંતુ વાસ્તવમાં ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ હતી. પોતાના અનુભવો શેર કરતા તેણે જણાવ્યું કે તેમનું બાળપણ એક અલગ વાતાવરણમાં કેવી રીતે વિત્યું, જ્યાં દરરોજ નવા જોખમો અને પડકારો આવતાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments