રાજકોટ ખાતે રહેતા મૃતક પ્રવિણસિંહ પઢીયાર તેમના વેવાઇ સિધ્ધરાજસિંહ ડાભી પ્રયાગરાજ ખાતે મહાકુંભના સ્નાન માટે ગયા હતા સાથે પ્રવિણસિંહના પત્ની અને સિધ્ધરાજસિંહના પત્ની પણ હતા. ચારેય કુંભ સ્નાન કરી પરત રાજકોટ આવવા નીકળ્યા હતા દરમિયાન ગઇકાલે રાત્રે નાથદ્વારા ખાતે લેઉવા પટેલ ભવન ખાતે રોકાણ કર્યુ હતું. ત્યાં અચાનક પ્રવિણસિંહને છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો હતો જેથી તત્કાલ પ્રવિણસિંહને નાથદ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જોકે ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા જેની જાણ પરિવારજનોને કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પ્રવિણસિંહને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે તેઓ કોઠારીયા રોડ પર કેસ-ડાયલનું કારખાનુ ચલાવતા હતા. આજ રોજ તેમના મૃતદેહને રાજકોટ લાવવામાં આવ્યો હતો. હાઇકોર્ટે જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો
રાજકોટ આજીડેમ પોલીસ મથકમાં છગન બીજલ, મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષ્મણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઈ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઈ રાઠોડ, કાન્તાબેન રમેશભાઈ રાઠોડ, કલ્પેશ ભીખ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઈ, ભુપત નાથા,રોનક નાથા, પોપટ વશરામ, કેસુબેન વસરામ, ચના વસરામ, સામજી બચુભાઈ અને અક્ષીત છાયા સહિત કુલ 21 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. ધરપકડ બાદ આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. આરોપી છગન બીજલ રાઠોડએ રાજકોટ સેશન્સ કોર્ટમાં પોતાના વકીલ મારફત જામીન અરજી કરી હતી. જે જામીન અરજી નામંજુર થતા આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા આરોપી દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટ દ્વારા જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે. 65.67 લાખનો મુદામાલ કબ્જે કરી ચારેય શખ્સોની ધરપક્ડ કરી
રાજકોટ શહેર LCB ઝોન 1 PSI બી.બી. ચુડાસમા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે અમદાવાદ તરફથી બે ટ્રક નંબર જીજે.10.ઝેડ.9821 અને જીજે.10.બીવી.5972માં વિદેશી દારૂનો જથ્થો ભરાઈને રાજકોટ તરફ આવી રહ્યો છે અને તેનું કીયા સેલ્ટોસ કાર નં. જીજે.25.બીએ.0010 તેનું પાઈલોટીંગ કરે છે હાલ બન્ને ટ્રક વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થયેલ છે તેવી મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફે બામણબોર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી દરમ્યાન બપોરના 12 વાગ્યાની આસપાસ બન્ને ટ્રક અને કીયા કાર ત્યાંથી પસાર થતા પ્રથમ ટ્રક ચાલકનું નામ પૂછતા દાતા સુખા કોડીયાતર હોવાનું જણાવેલ હતું. આરોપીને સાથે રાખી ટ્રકની પાછળના ભાગે તપાસ કરતા તાલપત્રીને દોરડાથી પેક કરેલ હતી જે તાલપત્રી હટાવતા બટેટાની પ્લાસ્ટીકની બોરીઓ જોવા મળેલ હતી જે બોરીઓ હટાવતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જયારે અન્ય ચાલકનું નામ પૂછતા ભીખુ રૂપસંગ સોલંકી હોવાનું જણાવ્યું હતું. જેમાં ટ્રક પાછળ તપાસ કરતા ચોખાની આડમાં દારૂનો મોટો જથ્થો ભરેલ હોવાનું સામે આવ્યું હતું. તેમજ પાઈલોટીંગ કરી રહેલ કીયા કારને અટકાવી તેમાં બેસેલા શખ્સોના નામ પૂછતા ઘેલા જગા કોડીયાતર તેમજ તેની સાથે બેસેલ શખ્સે પોતાનું નામ સુરૂ ભાયા મોરી હોવાનું જણાવ્યું હતું. બન્ને ટ્રક અને કીયા કાર આરોપી સાથે એરપોર્ટ પોલીસ મથકે લાવી તપાસ કરતા બન્ને ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની 5784 બોટલ દારૂ રૂ.35.42 લાખનો મુદામાલ સાથે બે ટ્રક એક સેલ્ટોસ કીયા કાર મળી કુલ રૂ.65.67 લાખનો મુદામાલ કબ્જે કરી ચારેય શખ્સોની ધરપક્ડ કરી હતી. પોલીસ પુછપરછમાં આરોપીઓ દારૂનો જથ્થો રાજસ્થાન તરફથી લાવી ભાણવડ અને પોરબંદર તરફ લઈ જતા હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે લાયસન્સ રદ કરવા ચક્રો ગતિમાન કર્યા
રાજકોટ શહેર SOG પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે અવીનાશ ખોરાણી નામનો શખ્સ જુના માર્કેટયાર્ડના ગેઇટ નંબર 01ની સામે આવેલ બગીચા બહાર મેઇન રોડ પર રોડ ઉપર ઉભેલ છે અને તેના કબ્જામાં ગેરકાયેદસર હથીયાર છે તેવી ચોક્કસ બાતમી મળતા સ્ટાફે બાતમીના સ્થળે દોડી ગયો હતો અને શખ્સને અટકમાં લઈ પૂછતાછ હાથ ધરતાં અવીનાશ ધીરૂ ખોરાણી (ઉ.વ.23) હોવાનું જણાવ્યું હતું. તે શખ્સની સ્ટાફે અંગઝડતી કરતા પેન્ટના ખીસ્સામાંથી લેધરના કવરમા રાખેલ એક રીવોલ્વર મળી આવેલ હતી અને લેધરના કવર ઉપર જીવતા કાર્ટીસ 6 નંગ મળી આવેલ જેથી રીવોલ્વર તથા જીવતા કાર્ટીસ સાથે તેની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતી. આરોપીની તપાસમાં તેના પિતાની લાયસન્સવાળી રિવોલ્વર પોતે શોખના કારણે ટિંગાળી જાહેરમાં નીકળ્યો હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે લાયસન્સ રદ કરવાં ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપીના પિતા નિવૃત્ત શિક્ષક હોવાનું સામે આવ્યું છે.