વડોદરા જિલ્લાના નિમેટા ગામ પાસે આવેલા નર્મદા કેનાલ પાસેના સરદાર સરોવર નિગમના ક્વોટર્સમાં બે શ્રમજીવી યુવાનોએ આધેડને નિર્વસ્ત્ર કરી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઇ હતી. વાઘોડિયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. મોતને ઘાટ ઉતરેલા આધેડ અને હત્યારાઓ વડોદરા કોર્પોરેશનની આંજવાથી વડોદરા સુધી નાંખવામાં આવી રહેલી પાઇપ લાઇનના કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. મોડી રાત્રે નર્મદા ક્વાર્ટરમાં ઝઘડો થયો હતો
નિમેટા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથક નોંધાયેલ ફરિયાદ મુજબ વિગત એવી છે કે, VMCની પાણીની પાઇપલાઇન નાખવાના કોન્ટ્રાક્ટર નીરલ પટેલના સુપરવાઈઝર રોમન પટેલ ઉપર ફોન આવેલ કે, મોડી રાત્રે નર્મદા ક્વાર્ટરમાં ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં રાહુલસિંઘ રામદેવસિંઘ અને સદાનંદ પપ્પુએ સાથી સંજયકુમારસિંઘ સત્યનારાયણસિંઘ (ઉ.વ. 42) રહે. બિહાર)ને માર મારી તેની હત્યા કરી હતી. દિવાલના ભાગે લોહીના નિશાનો જોતાં કોન્ટ્રાક્ટર ચોંકી ઉઠ્યો
આ બનાવની જાણ કોન્ટ્રાક્ટરને થતાં તેઓ નિમેટા સરદાર સરોવર નિગમના ક્વાર્ટર પાસે દોડી ગયા હતા. નિગમના ફ્લેટમા પહોંચેલા કોન્ટ્રાકટરે રૂમના હોલમાં નીચે લાદી ઉપર તેમજ દિવાલના ભાગે લોહીના નિશાનો જોતાં ચોંકી ઉઠ્યો હતો. રૂમમાં વધુ તપાસ બાથરૂમમાં સંજયકુમારસિંઘ નિર્વસ્ત્ર હાલતમાં મરણ ગયેલ હાલતમા પડેલો જોયો હતો. સબક શીખવાડવા ઝઘડો કરી મારામારી કરી હતી
આ દરમિયાન કોન્ટ્રાક્ટરે હાજર માણસોને ભેગા કરી પ્રાથમિક પૂછપરછ કરતા અજીતકુમાર રામબિચારસિંઘે જણાવેલ કે, ગઇ રાત્રીના આઠેક વાગે સંજયકુમારસિંઘ તથા સદાનંદ વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે બાજુના રૂમમા રહેતા રાહુલસિંઘ સંજયસિંઘને પોતાના રૂમમાં સુવા માટે લઈ ગયા. ત્યારબાદ રાત્રીના 10 વાગ્યાની આસપાસ રાહુલસિંઘ સંજયસિંઘ સાથે ઝઘડો કરી પોતાના રૂમની બહાર આવી અમારા રૂમમાથી સદાનંદને બોલાવી રાહુલે કહ્યું હતું કે, સંજયસિંઘ મારૂ પેન્ટ ઉતારતો હતો એટલે તેને સબક શીખવાડવા સદાનંદ રાહુલસિંઘની સાથે તેના રૂમમાં જઇ સંજયકુમારસિંઘ સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી
આ દરમિયાન સંજયસિઘને રાહુલસિંઘ અને સદાનંદે રૂમની અંદર લોખંડની સ્કેલ તથા લોખંડના સળીયાથી બનાવેલ કોસ તથા રોટલી બનાવવા માટેના તવા વડે માર મારી તેની હત્યા કરી નાખી હતી. તે બાદ તેની લાશ બાથરૂમમાં મૂકી દીધી હતી. આ બનાવ અંગે કોન્ટ્રાક્ટર નિરલ પટેલે આરોપી રાહુલ સિંગ રામદેવસિઘ (બિહાર) અને સદાનંદ પપ્પુ (ઉ. પ્ર.) સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.