પાકિસ્તાનના મિસ્ટ્રી સ્પિનર અબરાર અહેમદ બે દિવસથી ટ્રોલ થઈ રહ્યા છે. કારણ, ભારત-પાકિસ્તાન મેચમાં શુભમન ગિલને આઉટ કર્યા પછી તેમનું ‘ચલ, નીકળ’ વાળું સેલિબ્રેશન. આ બધામાં એક વાત પાછળ રહી ગઈ કે એબોટાબાદના તે યુવાને ‘બોલ ઓફ ધ ટૂર્નામેન્ટ’ ફેંક્યો હતો. અબરાર અહેમદની કહાની શું છે, કોણ હોય છે મિસ્ટ્રી સ્પિનર અને તેમનું કેરિયર ઘણીવાર ખૂબ ટૂંકુ કેમ હોય છે; જાણીશું આજના એક્સપ્લેનરમાં… સવાલ-1: પાકિસ્તાનના સ્પિનર અબરાર અહેમદ ટ્રોલ કેમ થઈ રહ્યા છે?
જવાબ: ચેમ્પિયન્સ ટ્રોફીની હાઇપ્રોફાઇલ ભારત-પાકિસ્તાન મેચ ચાલી રહી હતી. 242 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે 100 રન બનાવી લીધા હતા. 18મી ઓવરમાં બોલ પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદના હાથમાં હતો અને સ્ટ્રાઈક પર શુભમન ગિલ. પાકિસ્તાનના મિસ્ટ્રી સ્પિનર અબરાર અહેમદે બોલ ફેંક્યો. શુભમન લેગ-સાઇડ પર રમવા માંગતા હતા, પરંતુ બોલ અચાનક તેમની અપેક્ષા કરતાં વધુ ઝડપથી ટર્ન થયો અને બેટને સ્પર્શી સીધો ઓફ-સ્ટમ્પ પર અથડાયો. ગિલને થોડીવાર કંઈ સમજાયું નહીં. તે એટલો શાનદાર બોલ હતો કે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત થઈ ગયા. અબરારે પોતાની મુઠ્ઠીઓ પકડી, હાથ જોડી અને માથું હલાવી પેવેલિયન તરફ ઈશારો કરવા લાગ્યો, જાણે ગિલને કહી રહ્યા હોય કે પાછા જાઓ. સોશિયલ મીડિયા યુઝર્સ અબરારના આ અંદાજ પર ટિપ્પણી કરવાથી પોતાને રોકી શક્યા નહીં. પાકિસ્તાન મેચ હાર્યા પછી તો જાણે કે મીમ્સનું પૂર આવ્યું. કોઈએ લખ્યું – પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી બહાર જવાનો રસ્તો બતાવી રહ્યા છે. કોઈએ કહ્યું- તું જેટલી મેચ નથી રમ્યો એટલી શુભમનની સદીઓ છે. સવાલ-2: શું અબરારે જાણીજોઇને શુભમન સામે આ રીતે સેલિબ્રેશન કર્યું?
જવાબ: શુભમનને આઉટ કર્યા પછી અબરાર અહેમદે જે ઈશારા કર્યા હતા, તે પહેલાં પણ કરતા આવ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોનવેને આઉટ કર્યા પછી અબરારએ આવું જ સેલિબ્રેશન કર્યું હતું. પાકિસ્તાન સુપર લીગમાં પણ વિકેટ લીધા બાદ તે આવી જ રીતે સેલિબ્રેશન કરતા જોવા મળ્યા હતા. જોકે, શરૂઆતથી જ આ તેમના સેલિબ્રેશનની રીત રહી નથી. 9 ડિસેમ્બર 2022માં ઈંગ્લેન્ડ સામેના પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં 7 વિકેટ લીધી હતી. પરંતુ તે સમયના વીડિયોમાં તે દોડીને સેલિબ્રેશન કરતા જોવા મળે છે. સવાલ-3: અબરાર અહેમદની કહાની શું છે?
જવાબ: અબરાર અહેમદની પાકિસ્તાન ટીમ સુધી પહોંચવાની કહાની ફિલ્મોની જેમ ઉતાર-ચઢાવથી ભરેલી છે… પાકિસ્તાન 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફક્ત એકમાત્ર રેગ્યુલર સ્પિનર અબરાર અહેમદ સાથે ઉતરી છે. અબરારે ન્યુઝીલેન્ડ અને ભારત બંને મેચોમાં પોતાના જાદુઈ બોલથી પ્રભાવિત કર્યા છે. સવાલ-4: મિસ્ટ્રી સ્પિનર શું હોય છે?
જવાબ: એવા બોલરો જેમના બોલની ગતિ અને મુવમેન્ટને સમજવી મુશ્કેલ પડે છે, તેમને મિસ્ટ્રી સ્પિનર્સ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, મિસ્ટ્રી સ્પિનરો એવા હોય છે જેમનો બોલ બહાર સ્પિન થશે કે અંદર તે નક્કી કરવું સરળ નથી હોતું. ભાસ્કરના સ્પોર્ટ્સ એડિટર બિક્રમ પ્રતાપના મતે અબરારની બોલિંગ એક્શન અને બોલની ગતિને કારણે બેટર નક્કી કરી શકતો નથી કે બોલ લેગ સ્પિન આવશે કે ગુગલી. તે દુનિયાના માત્ર એવા 4 બોલરોમાંનો એક છે જેમણે પોતાના ટેસ્ટ ડેબ્યૂના પહેલા સેશનમાં 5 વિકેટ લીધી હતી. ભારતના વરુણ ચક્રવર્તી પણ એક મિસ્ટ્રી સ્પિનર છે. તેવી જ રીતે શ્રીલંકાના અજંતા મેન્ડિસ પણ હતા. જોકે, ક્રિકેટનો ઈતિહાસ મિસ્ટ્રી સ્પિનર્સ પ્રત્યે હંમેશા નિર્દય રહ્યો છે. ઘણીવાર તેમનો ઉકેલ થોડી સિઝનમાં જ શોધી લેવામાં આવે છે. સવાલ-5: મિસ્ટ્રી સ્પિનરનું કેરિયર ઘણીવાર ટૂંકુ કેમ હોય છે?
જવાબ: મિસ્ટ્રી સ્પિનરનું કેરિયર ત્યાં સુધી જ છે, જ્યાં સુધી બેટર તેની ગતિ અને મૂવમેન્ટને ઓળખી ના લે. ઇન્ડિયન એક્સપ્રેસના સ્પોર્ટસ જર્નાલિસ્ટ દેવેન્દ્ર પાંડેના જણાવ્યા અનુસાર વીડિયો એનાલિસ્ટ અને સ્લો મોશન ટેક્નીકની મદદથી બેટરોએ તેનો માર્ગ શોધી કાઢ્યો છે. જેમ- શ્રીલંકાના અજંતા મેન્ડિસ એક મિસ્ટ્રી સ્પિનર તરીકે આવ્યા. જેને બેટર સમજી શકતા નહોતા. વીરેન્દ્ર સેહવાગે રસ્તો શોધ્યો કે તેમના બોલને મીડિયમ પેસરની જેમ રમશે નહીં કે સ્પિનરની જેમ. જે પણ બોલ આવશે, તેને કટ મારશે અને પછી બધા અજંતા મેન્ડિસને મીડિયમ પેસરની જેમ રમવા લાગ્યા. સ્પોર્ટ્સ એડિટર બિક્રમ પ્રતાપ કહે છે, મિસ્ટ્રી સ્પિનનો તોડ નીકાળવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને શક્ય તેટલો વધુ રમવો. જે બેટર હાથની મૂવમેન્ટને સમજવામાં જેટલો સારો હશે, તેટલો જ તે મિસ્ટ્રી સ્પિન રમવામાં પણ સારો હશે. જોકે, અબરારના કોચ મસરૂરે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું કે મને નથી લાગતું કે અબરારનો તોડ સરળતાથી મળશે. ઉદાહરણ તરીકે, અફઘાનિસ્તાનનો સ્પિનર મુજીબ વર્ષોથી રમી રહ્યો છે અને હજુ પણ અસરકારક છે. અબરાર પિચ પર નિર્ભર નથી. તેની સામે સ્વીપ રમવું સરળ નથી. અત્યારે ઓછામાં ઓછું 10 વર્ષનું તેનું ઈન્ટરનેશનલ કેરિયર છે. ————————– ભારત-પાકિસ્તાન મેચ સંબંધિત અન્ય સમાચાર… ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનીઓ ભડક્યા:એક ચાહકે કહ્યું- ખેલાડીઓ ભલામણથી આવી રહ્યા છે, બધાની પોતપોતાની ટશનબાજી છે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં સતત બીજી જીત નોંધાવી. ટીમે એકતરફી મેચમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. રવિવારે આ હારથી પાકિસ્તાની ચાહકો ગુસ્સે ભરાયા હતા. કેટલાક ચાહકોએ તો તેમની ટીમમાં જૂથવાદના આરોપો પણ લગાવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર