છેલ્લાં અઢી વર્ષથી ઘેરી મંદીમાં સપડાયેલી ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે હાલમાં તેજીના સંકેત જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વીંટી, મંગળસૂત્ર અને બુટ્ટીમાં ઉપયોગમાં લેવામાં આવતા માઈનસ-2 સાઈઝના હીરાની ડિમાન્ડમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે આ પ્રકારના હીરાના કેરેટના ભાવમાં છેલ્લાં 15 દિવસમાં જ સરેરાશ 10 ટકા એટલે કે, 1500 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે દિવાળી બાદ કેરેટના ભાવામાં 3 હજારનો વધારો જોવા મળ્યો છે. માઈનસ-2 સાઈઝના હીરાની ડિમાન્ડ તાઈવાન, હોંગકોંગ અને બેંગકોકમાં સૌથી વધારે જોવા મળી રહી છે. માઈનસ-2 સાઈઝના કેરેટ હીરાનો ભાવ દિવાળી પહેલાં 19થી 35 હજાર રૂપિયા સુધી હતો જે હાલ 22થી 38 હજાર રૂપિયા થઈ ગયો છે. તેવી જ રીતે પ્લસ-11 અને માઈનસ-14 કેરેટના હીરાની ડિમાન્ડ નિકળતાં તેના ભાવમાં પણ વધારો થયો છે. આ હીરાનો કેરેટનો 15 દિવસ પહેલાં ભાવ 18 હજારથી 38 હજાર રૂપિયા સુધી હતો જે હાલ 20થી 40 હજાર રૂપિયા થઈ ગયો છે. જેની ડિમાન્ડ અમેરિકા અને દુબઈની માર્કેટમાં વધુ છે. ખાસ કરીને રફના ભાવ સ્ટેબલ થયા તે અને તૈયાર હીરાના શોર્ટ સપ્લાયને કારણે ડિમાન્ડ વધી હોવાનો હીરા વેપારીઓનો મત છે. હાલ પ્રોડક્શન ઓછું છે અને માંગ વધારે હોવાથી ભાવમાં વધારો થયો
જીજેઈપીસીના રિજિયનોલ ચેરમેન જયંતી સાવલિયાએ કહ્યું હતું કે, હીરાની માંગમાં વધારો થવો એ માર્કેટમાં સુધારો આવવાના સંકેત છે. હાલ પ્રોડક્શન ઓછું અને માંગ વધારે હોવાને કારણે ડિમાન્ડ વધી રહી છે. બીજી તરફ રફ હીરાના ભાવો સ્થિર થયાં છે જેથી હવે માર્કેટ સ્ટેબલ થયું છે, હવે ધીમે ધીમે ડિમાન્ડમાં સુધારો થતો જશે. વેપારીઓ પાસે પતલી સાઈઝના હીરાનો સ્ટોક ખાલી થઈ ગયો
સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટે કહ્યું હતું કે, છેલ્લાં 2 વર્ષથી માઈનસ ટુ સાઈઝના હીરાની માંગ જ ન હતી, પરંતુ હાલમાં આ હીરામાં ડિમાન્ડ વધી છે. હાલ વિશ્વના અલગ અલગ દેશોમાં આ પ્રકારની ડિમાન્ડ વધી છે. જ્યારે સપ્લાય ઓછો છે, જેના કારણે જે હીરા વેપારીઓ પાસે પતલી સાઈઝના હીરા હતા તેમનો સ્ટોક પણ ખાલી થઈ ગયો છે. સોનાના ભાવ વધતાં ઓછા કેરેટના સોનાવાળા હીરાના દાગીનાની માંગ વધી 1 પ્રોડક્શન : 2 વર્ષથી પતલી સાઈઝના હીરાની ડિમાન્ડ ન હતી, જેના કારણે હીરા વેપારીઓ દ્વારા માઈસન – 2 સાઈઝના હીરાનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે માર્કેટમાં શોર્ટ સપ્લાય થઈ ગયો હતો. જો કે, હાલ ડિમાન્ડમાં વધારો થતાં હીરા વેપારીઓ દ્વારા પતલી સાઈઝની રફ ખરીદી પ્રોડક્શન શરૂ કરી દેવાયું છે. 2 રફના ભાવ સ્થિર થયા : મંદીના કારણે રફનો સપ્લાય કરતી કંપનીઓ દ્વારા રફ હીરાની હરાજી દરમિયાન રફના ભાવોમાં વધારો ઘટાડો કરવામાં આવતો હતો, જેના કારણે હીરા વેપારીઓ રફ ખરીદી પણ ટાળી રહ્યા હતા, પરંતુ રફ સપ્લાય કરતી અલગ અલગ કંપનીઓ દ્વારા છેલ્લી 2 હરાજી દરમિયાન ભાવમાં વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી જેના કારણે માર્કેટ સ્ટેબલ થયું છે અને હીરાની ખરીદી નિકળી છે. 3 12થી 16 કેરેટ ગોલ્ડના દાગીનાની માંગ વધી: સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકો હવે 18થી 22 કરેટેના સોનાના દાગીનાની જગ્યાએ 12થી 16 કેરેટ ગોલ્ડના દાગીના ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. તેની સાથે સાથે પતલી સાઈઝના હીરામાંથી બનતી સોનાની વીંટી, મંગળસૂત્ર, પેન્ડન્ટ, કાનની બુટ્ટી હીરાવાળી ખરીદી રહ્યા હોવાનો પણ વેપારીઓનો મત છે.