21 ફેબ્રુઆરીના રોજ, એક્ટર આદર જૈને તેની બાળપણની મિત્ર અલેખા સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં કપૂર પરિવાર સહિત ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ હાજર રહી હતી. આ લગ્નમાં રણબીર કપૂરની ભત્રીજી સમારાનો વીડિયો સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો, જેમાં તે તેની નાની નીતુ કપૂરને ધક્કો મારતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર સમારાની મજાક ઉડાવવામાં આવી રહી હતી, પરંતુ હવે તેની માતા રિદ્ધિમા કપૂર સાહનીએ ટ્રોલ કરતાં લોકોને જવાબ આપ્યો છે અને પોતાની દીકરીને સ્પોર્ટ કર્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા તાજેતરના ઇન્ટરવ્યૂમાં, સમારાની માતા રિદ્ધિમા કપૂરે કહ્યું, બિચારી છોકરી ફક્ત પોઝ આપવાનો પ્રયાસ કરી રહી હતી. તે ગુસ્સે નહોતી, એક્સાઈટેડ હતી. તે કારમાં સતત કહી રહી હતી, ઓહ માય ગોડ, મને ખબર છે કે ત્યાં ઘણા બધા ફોટોગ્રાફરો હશે અને હું ત્યાં આ રીતે પોઝ આપીશ. પાપારાઝીએ અમને સાથે આવવા કહ્યું. તે ફક્ત પોતાનો પોઝ આપવા માંગતી હતી. તેણે તેની નાનીને ધક્કો માર્યો નથી. રિદ્ધિમાએ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર આવતા સમાચાર જોઈને સમારા પોતે મૂંઝવણમાં પડી ગઈ હતી. તેણે મારી માતાને પૂછ્યું, મેં ક્યારે ધક્કો આપ્યો, હું ફક્ત પોઝ આપી રહી હતી. હું મારા હાથ ફેલાવીને કમ્ફર્ટ થઈ હતી. હું ફક્ત પોઝ આપી રહી હતી, મેં ક્યારેય કોઈને ધક્કો માર્યો નથી. એરપોર્ટ પરથી સમારાનો વીડિયો બહાર આવતાં તેને ટ્રોલ કરવામાં આવી હતી, તેથી તે ચૂપચાપ ઊભી રહી હતી
રિદ્ધિમાએ વાતચીત દરમિયાન એમ પણ કહ્યું કે થોડા સમય પહેલા સમારાએ એરપોર્ટ પર પાપારાઝી માટે ઘણા પોઝ આપ્યા હતા, જેના કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. ટ્રોલનાં કારણે, તેણે આ વખતે શાંત રહેવાનો પ્રયાસ કર્યો. રિદ્ધિમાએ કહ્યું કે સમારાએ તેને આ વિશે કહ્યું હતું કે, ગઈ વખતે જ્યારે હું મજા કરી રહી હતી ત્યારે બધાને પ્રોબ્લેમ હતી તેથી હવે મેં કંઈ કર્યું જ નહીં અને હજુ પણ લોકોને સમસ્યા છે. નીતુ સાથેનો વીડિયો બહાર આવતાં સમારાને ખૂબ ટ્રોલ કરવામાં આવી
વાઈરલ વીડિયોમાં સમારા નીતુ કપૂર અને રિદ્ધિમા વચ્ચે ઊભી હતી. આ સમય દરમિયાન, તે ખૂબ જ ઉદાસ પણ દેખાતી હતી. રણબીરના કઝિન અને એક્ટર આદર જૈને ગુરુવારે અલેખા સાથે લગ્ન કર્યા હતા. તેણે આ લગ્ન હિન્દુ રીતરિવાજ મુજબ કર્યા. કપૂર પરિવાર ઉપરાંત બોલિવૂડ જગતની ઘણી મોટી હસ્તીઓએ લગ્નમાં હાજરી આપી હતી. આ પહેલા આદર અને અલેખાએ ગોવામાં ખ્રિસ્તી રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ એક ખાનગી સમારોહ હતો જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.