બોલિવૂડના બેસ્ટ ફિલ્મ મેકર્સમાંના એક ગણાતા સંજય લીલા ભણસાલીએ 24 ફેબ્રુઆરીએ પોતાનો 62મો જન્મદિવસ ઉજવ્યો. તેમના જન્મદિવસની ઉજવણીના ખાસ પ્રસંગે, તેમની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ના લીડ એક્ટર્સ, વિકી કૌશલ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે પહોંચ્યા. આ દરમિયાન રણબીરે સંજય લીલા ભણસાલીને ગળે લગાવીને અભિનંદન આપ્યા. આલિયા ભટ્ટે પાર્ટીની ઇનસાઈડ તસવીર શેર કરી છે અને જણાવ્યું છે કે બધા શૂટિંગમાંથી બ્રેક લઈ પાર્ટીમાં આવ્યાં હતાં. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાથમાં હાથ નાખીને પાર્ટીમાં હાજર રહ્યાં હતાં. આ દરમિયાન, આલિયાએ ઓફ વ્હાઇટ પફ સ્લીવ્ઝ કો-ઓર્ડ પહેર્યું હતું. એક્ટ્રેસે ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ લુક સાથે પોતાના લુક પૂર્ણ કર્યો હતો. રણબીર આલિયા સાથે ડેનિમ શર્ટ અને સફેદ પેન્ટમાં પહોંચ્યો હતો. કાઉબોય-સ્ટાઇલ મૂછો અને કાળા ચશ્મા પહેરેલા રણબીર કપૂરે તેની પત્ની આલિયાનો હાથ પકડીને પોઝ આપ્યો. ‘લવ એન્ડ વોર’ ફિલ્મમાં રણબીર કપૂર આ લુકમાં જોવા મળી શકે છે. બીજી તરફ, ‘છાવા’ એક્ટર વિકી કૌશલે જન્મદિવસની પાર્ટીમાં બ્લેક પોશાક અને બ્લેક ફોર્મલ શૂઝ પહેરીને હાજરી આપી હતી. આ સમય દરમિયાન, તેણે શેવરોન સ્ટાઈલની મૂછો રાખી હતી. આલિયા ભટ્ટે પાર્ટીની ઈનસાઈડ તસવીરો શેર કરી
આલિયા ભટ્ટે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સંજય લીલા ભણસાલીના જન્મદિવસની ઈનસાઈડની અંદરની તસવીરો શેર કરી છે. તસવીરો શેર કરતાં આલિયાએ લખ્યું, સેલિબ્રેશન માટે નાઈટ શૂટિંગમાંથી ક્વિક બ્રેક લીધો. હેપ્પી બર્થ ડે જાદુગર સર. અને ગંગુબાઈને પણ 3 વર્ષની શુભકામનાઓ. ચાલો હવે પાર્ટી પૂરી કરીએ અને પાછા શૂટિંગ પર લાગીએ. રણબીર-આલિયા અને વિક્કીએ સાથે પોઝ આપ્યો
સંજય લીલા ભણસાલીએ થોડા સમય પહેલા ફિલ્મ ‘લવ એન્ડ વોર’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં વિક્કી કૌશલ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે. જાહેરાત સાથે, ડિરેક્ટરે કહ્યું હતું કે તેઓ આ વર્ષે ક્રિસમસ નિમિત્તે આ ફિલ્મ રિલીઝ કરવા જઈ રહ્યા છે. ફિલ્મનો સેટ મુંબઈ ફિલ્મ સિટીમાં બનાવવામાં આવ્યો છે. રણબીર કપૂર અને વિક્કી કૌશલે નવેમ્બર 2024થી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ પહેલી વાર છે જ્યારે વિક્કી કૌશલ સંજય લીલા ભણસાલી સાથે કામ કરશે. જ્યારે આલિયા ભટ્ટે તેમની સાથે ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને રણબીર સાથે ફિલ્મ ‘સાવરિયા’માં કામ કર્યું છે. સંજય લીલા ભણસાલી આગામી દિવસોમાં લોકપ્રિય સિરીઝ ‘હીરામંડી: ધ ડાયમંડ બજાર’નો બીજો ભાગ પણ લાવવાના છે. આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.