back to top
Homeભારતકોંગ્રેસી સજ્જન કુમારને 40 વર્ષે આજીવન કેદની સજા:1984નાં શીખ વિરોધી રમખાણોમાં પિતા-પુત્રની...

કોંગ્રેસી સજ્જન કુમારને 40 વર્ષે આજીવન કેદની સજા:1984નાં શીખ વિરોધી રમખાણોમાં પિતા-પુત્રની હત્યાનો મામલો, પીડિત પક્ષે મૃત્યુદંડની માગ કરી હતી

દિલ્હીમાં 1984નાં શીખ વિરોધી રમખાણો કેસમાં મંગળવારે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ બપોરે 2 વાગ્યા પછી ચુકાદો સંભળાવ્યો. કોર્ટે 21 ફેબ્રુઆરીએ સજા પર નિર્ણય અનામત રાખ્યો હતો. પીડિત પક્ષે સજ્જન કુમાર માટે મૃત્યુદંડની માગ કરી હતી. સજ્જન કુમારને 12 ફેબ્રુઆરીએ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસ રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા સાથે સંબંધિત છે. આ સમયગાળા દરમિયાન સજ્જન આઉટર દિલ્હી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ હતા. તે હાલમાં રમખાણો સંબંધિત બીજા કેસમાં તિહાર જેલમાં બંધ છે અને આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. પહેલા ત્રણ વખત મુલતવી રહ્યો છે નિર્ણય
31 જાન્યુઆરી, 2025એ થયેલી સુનાવણીમાં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમાર પરનો ચુકાદો મુલતવી રાખ્યો હતો. અગાઉ, 8 જાન્યુઆરી અને 16 ડિસેમ્બર, 2024એ પણ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. બંને વખત તિહારમાં બંધ સજ્જન કુમાર વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં હાજર થયા હતા. ડિસેમ્બર 2021માં સજ્જન કુમારે કહ્યું હતું કે તેઓ આ કેસમાં નિર્દોષ છે અને ટ્રાયલનો સામનો કરશે. આ કેસમાં સજ્જન કુમારને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ પછી, તેમની સામે આરોપો ઘડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુલતાનપુરી રમખાણ કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા
સપ્ટેમ્બર 2023માં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને દિલ્હીના સુલતાનપુરીમાં 3 લોકોની હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. ખરેખર, 1984નાં શીખ રમખાણો દરમિયાન સુલતાનપુરી વિસ્તારમાં 3 લોકોની હત્યા થઈ હતી. રમખાણોમાં સીબીઆઈની મુખ્ય સાક્ષી ચામ કૌરે આરોપ લગાવ્યો હતો કે સજ્જન કુમાર ટોળાને ઉશ્કેરી રહ્યા હતા. સજ્જન કુમાર આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે
દિલ્હી હાઈકોર્ટે 17 ડિસેમ્બર 2018એ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી હતી. હકીકતમાં, 1984નાં શીખ વિરોધી રમખાણો પછી દિલ્હીમાં પાંચ શીખોની હત્યા અને ગુરુદ્વારાને સળગાવી નાખવામાં આવ્યું હતું. આ કેસમાં સજ્જન કુમાર દોષિત સાબિત થયા અને તેમને સજા ફટકારવામાં આવી હતી. 3 લોકોની હત્યા કેસમાં નિર્દોષ છૂટ્યા
જુલાઈ 2010માં કરકરડૂમા કોર્ટે ત્રણ લોકોની હત્યા કેસમાં સજ્જન કુમાર, બ્રહ્માનંદ, પેરુ, કુશલ સિંહ અને વેદ પ્રકાશ વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા. સુલતાનપુરી રમખાણોમાં સીબીઆઈની મુખ્ય સાક્ષી ચામ કૌરે આરોપ લગાવ્યો હતો કે સજ્જન કુમાર ટોળાને ઉશ્કેરી રહ્યા હતા. 13 વર્ષ પછી, 20 સપ્ટેમ્બર, 2023એ રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમાર અને અન્ય આરોપીઓને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. 1984નાં શીખ રમખાણો: કયારે-શું થયું… શીખ વિરોધી રમખાણો શું છે?
1984માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. પંજાબમાં શીખ આતંકવાદને ડામવા માટે ઇન્દિરા ગાંધીએ શીખોના પવિત્ર ધાર્મિક સ્થળ સુવર્ણ મંદિર સંકુલમાં ઓપરેશન બ્લુસ્ટાર શરૂ કર્યું હતું, જેમાં આતંકવાદી ભિંડરાનવાલા સહિત ઘણા લોકો માર્યા ગયા હતા. આ ઘટનાથી શીખો ગુસ્સે ભરાયા હતા. આના થોડા દિવસો પછી ઇન્દિરા ગાંધીની તેમના જ શીખ અંગરક્ષકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પછી, દેશભરમાં શીખ વિરોધી રમખાણો શરૂ થયાં, જેની સૌથી વધુ અસર દિલ્હી અને પંજાબમાં જોવા મળી હતી. રમખાણો દરમિયાન લગભગ સાડા ત્રણ હજાર લોકો માર્યા ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments