ગઈકાલે મહાશિવરાત્રી મેળામાં ત્રીજા દિવસે સાંસ્કૃતિક મંચ ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારો લોકગીત, દેશભક્તિ ગીતોની અને અઘોરી મ્યુઝિકના કલાકારોએ ફોક મ્યુઝિકની પ્રસ્તુતિ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ભવનાથમાં દેશી ‘અઘોરી મ્યુઝિક’ રેપનો તડકો
હિપ હોપ રેપ અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિકને જોડીને પોતાનું અલગ મ્યુઝિક બનાવનાર ‘અઘોરી મ્યુઝિક’ બેન્ડ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત થતું જાય છે. ત્યારે ગઈકાલે આ બેન્ડે ભવનાથમાં પર્ફોર્મ કરી યુવાનોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધાને દીવાના કરી દીધા હતા. સાથે જ લોકોએ મોડી રાત સુધી ગરબાની રમઝટ પણ બોલાવી હતી. તો આવો વીડિયોમાં જોઈએ ભવનાથનો રાત્રિનો માહોલ.. બેન્ડનું નામ ‘અઘોરી મ્યુઝિક’ કેમ છે?
અઘોરી મ્યુઝિકના કે.ડી.એ જણાવ્યું હતું કે, અમારા મ્યુઝિક ગ્રુપનું નામ અઘોરી એટલા માટે છે, કારણ કે અમે સંગીત માટે અઘોરી છીએ. જ્યારે અમે સંગીત બનાવતા હોઈએ ત્યારે અમને બસ એમ જ થાય છે કે સંગીત જ અમારા માટે બધું છે. એ સમયે અમને બીજું કશું જ દેખાતું નથી. જેવી રીતે અઘોરી શિવનું પાંચમું રૂપ કહેવાય છે અને પોતાની સાધનામાં લીન હોય છે. અમે પણ શિવના ભક્ત છીએ અને એટલા માટે જ અમે અમારું નામ અઘોરી મ્યુઝિક રાખ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર સાત સોંગ ટ્રેન્ડ પર
ઘણીવાર એવું બનતું હોય કે કોઈ કલાકારનું એક સોંગ સુપર હિટ થયું હોય અને તેના થકી જ લોકો કલાકારને ઓળખતા હોય છે. પરંતુ એવું કહી શકાય કે અમારા પર ભગવાન અને માતાજીની કૃપા છે. અમારા અઘોરી મ્યુઝિકના પાંચથી છ સોંગ ખૂબ જ પ્રચલિત થયાં છે અને હાલમાં પણ ઇન્સ્ટાગ્રામ પર છથી સાત સોંગ ટ્રેન્ડ પર છે. જે રાહડા દુહા છંદ આપણી સંસ્કૃતિનો પાયો છે અને સંગીતમાં દુહા છંદ અને સંસ્કૃતિની વાતો ન હોય તો અઘોરી મ્યુઝિક અધૂરું લાગે છે. માટે અમે એવું છીએ કે આપણી સંસ્કૃતિ અમારા અઘોરી મ્યુઝિક ઘર ઘર સુધી પહોંચે. નીચે જુઓ, મહાશિવરાત્રિમાં ભવનાથનો માહોલ તસવીરોમાં…