નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પકોડીના પૈસા ચૂકવવાની બાબતે થયેલા ઝઘડામાં બે સગીરોએ એક યુવકની હત્યા કરી નાખી હતી. બે દિવસ પહેલા રાહુલ રાજેન્દ્ર રાજભર નામના યુવકની માથું છુંદીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પકોડી ખાવા જેવી સામાન્ય બાબતે રાહુલ અને બે સગીરો વચ્ચે વિવાદ થયો હતો. પકોડીના પૈસા કોણ ચૂકવશે તે મુદ્દે ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ હતી, જે પછી મારામારીમાં પરિણમી હતી. આ ઘટનામાં બંને સગીર આરોપીઓએ રાહુલની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ બંને આરોપીઓ બિહાર ભાગી જવાની તૈયારીમાં હતા. જો કે, ચીખલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને સગીર આરોપીઓને પકડી પાડ્યા છે. હાલ પોલીસે બંને સગીરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોણ છે બંને સગીર
હત્યા કરનાર બંને સગીર મૃતક ની બાજુમાં રહે છે અને તેમની સાથે દોસ્તી હતી, અવારનવાર તેઓ ભરવાડ જતા હતા અને સાથે જ રહેતા હતા પરંતુ બે દિવસ અગાઉ પકોડી ખાવાની બાબતમાં ત્રણેય વચ્ચે રકઝક થઈને હત્યામાં પરિણમી હતી.