ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાનાં લગ્ન જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી હોવાનાં અહેવાલો સામે આવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદાનું મરાઠી એક્ટ્રેસ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે, જેના કારણે આ દંપતી 37 વર્ષનાં લગ્નજીવન પછી છૂટાછેડા લેવા જઈ રહ્યું છે. જોકે, આ મામલે હજુ સુધી બંનેમાંથી કોઈએ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ઝૂમટીવી અનુસાર, ગોવિંદાનું 30 વર્ષીય મરાઠી એક્ટ્રેસ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર છે. એવામાં, દંપતીના છૂટાછેડાની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે. એકબીજા બધું સંભાળી લેશે- કૃષ્ણા અભિષેક
ગોવિંદાના ભાણયા અને કોમેડિયન કૃષ્ણા અભિષેકે કહ્યું, આ શક્ય જ નથી. મને લાગે છે કે એકબીજા બધું સંભાળી લેશે. તે છૂટાછેડા નહીં લે. મને ખબર નથી કે તેમની વચ્ચે શું થયું. શક્ય છે કે મામા કે મામીએ કોઈ નિવેદન આપ્યું હોય જે હવે સામે આવી રહ્યું હોય. તેઓ ઘણા વર્ષોથી સાથે છે. એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. મને નથી લાગતું કે આ રીતે છૂટાછેડા થશે. ગોવિંદા અને સુનિતાના ગ્રે ડિવોર્સ થશે?
જો ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લે છે, તો તેને ગ્રે ડિવોર્સ કહેવામાં આવશે. જ્યારે કોઈ દંપતી 25થી 40 વર્ષ સુધી સાથે રહ્યા પછી છૂટાછેડા લે છે, ત્યારે તેને ગ્રે છૂટાછેડા કહેવામાં આવે છે. આને સિલ્વર સ્પ્લિટર્સ પણ કહેવામાં આવે છે. અમેરિકા અને યુરોપમાં આ શબ્દની લોકપ્રિયતા વધી છે, પરંતુ હવે ભારતમાં પણ તેની ચર્ચા ઝડપથી વધી રહી છે. સુનિતા-ગોવિંદા અલગ રહે છે
સુનિતા આહુજાએ તાજેતરમાં હિન્દી રશ સાથેની વાતચીત દરમિયાન ખુલાસો કર્યો હતો કે, તે અને ગોવિંદા અલગ ઘરમાં રહે છે. તેણે કહ્યું, અમારા બે ઘર છે. હું મારા મંદિર અને મારા બાળકો સાથે એક ફ્લેટમાં રહું છું, જ્યારે ગોવિંદા સામેના ઘરમાં રહે છે. જોકે, સુનિતાએ એ પણ ખુલાસો કર્યો કે ગોવિંદા તેની મીટિંગ્સને કારણે મોડો આવે છે અને તેને વાત કરવી ગમે છે, તેના કારણે તે ત્યાં જ રહે છે. સુનિતા અને ગોવિંદાનું પ્રેમ પ્રકરણ કેવી રીતે શરૂ થયું?
સુનિતા ગોવિંદાના કાકા આનંદ સિંહની ભાભી હતી. થોડી મુલાકાતો બાદ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. એક દિવસ પાર્ટીમાંથી પાછા ફરતી વખતે, ગોવિંદાનો હાથ ભૂલથી સુનિતાના હાથને ટચ થયો. પરંતુ બંનેએ એકબીજાનો હાથ પકડી લીધો, આ રીતે બંનેના પ્રેમ પ્રકરણ શરૂઆત થઈ હતી. થોડો સમય રિલેશનશિપમાં રહ્યા પછી, ગોવિંદા અને સુનિતાએ 11 ડિસેમ્બર 1987ના રોજ લગ્ન કર્યા. નીલમ કોઠારી સાથે લગ્ન કરવા માંગતો હતો
90ના દાયકામાં ગોવિંદા અને નીલમ કોઠારીનું અફેર હેડલાઇન્સમાં હતું. બંને ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, એક ઇન્ટરવ્યૂમાં નીલમે કહ્યું હતું કે આ અફેરના સમાચાર માત્ર એક અફવા છે. આ દરમિયાન, ગોવિંદાનો એક ઇન્ટરવ્યૂ હેડલાઇન્સમાં આવ્યો, જેમાં તેણે નીલમ સાથેના પોતાના સંબંધોની કબૂલાત કરી હતી. 1990માં સ્ટારડસ્ટ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું હતું કે, જ્યારે હું ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયો, ત્યારે તેની અસર મારા અને સુનિતા વચ્ચેના સંબંધો પર પડી. સુનિતા અસુરક્ષિત અને ઈર્ષ્યા અનુભવવા લાગી. તે મને હેરાન કરતી અને હું ગુસ્સે થઈ જતી. અમારી વચ્ચે સતત ઝઘડા થતા રહેતા. આવી જ એક લડાઈમાં, સુનિતાએ નીલમ વિશે કંઈક કહ્યું અને હું ગુસ્સે થઈ ગયો. મેં સુનિતા સાથેનો સંબંધ તોડી નાખ્યો. મેં સુનિતાને મારાથી દૂર રહેવા માટે કહ્યું અને તેની સાથે સગાઈ તોડી નાખી. જો સુનિતાએ ઝઘડાના 5 દિવસ પછી મને ફોન ન કર્યો હોત, તો હું નીલમ સાથે લગ્ન કરી લેત.