back to top
Homeમનોરંજનકેરળ કોંગ્રેસ પર ભડકી પ્રીટિ ​​​​​​ઝિન્ટા:ભાજપની મદદથી 18 કરોડ રૂપિયાની લોન માફ...

કેરળ કોંગ્રેસ પર ભડકી પ્રીટિ ​​​​​​ઝિન્ટા:ભાજપની મદદથી 18 કરોડ રૂપિયાની લોન માફ કરાવવાનો આરોપ હતો; એક્ટ્રેસે કહ્યું – શરમ કરો…

કેરળ કોંગ્રેસે એક્ટ્રેસ પ્રીટિ ​​​​​​ઝિન્ટાને લઈ એક દાવો કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, એક્ટ્રેસે ભાજપની મદદથી તેનું 18 કરોડ રૂપિયાનું દેવું માફ કરાવ્યું. આ મામલે પ્રીટિ ​​​​​​ઝિન્ટાએ મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને આ અહેવાલોને ખોટા ગણાવ્યાં તેમજ પાર્ટીને કહ્યું કે- તેમને શરમ આવવી જોઈએ. કેરળ કોંગ્રેસે સોમવારે તેના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે, પ્રીટિ ઝિન્ટાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ભાજપને આપી દીધા અને બદલામાં તેમનું 18 કરોડ રૂપિયાનું દેવું માફ કરાવ્યું. ગયા અઠવાડિયે બેંકને નુકસાન થયું હતું અને હવે થાપણદારો તેમના પૈસા માટે રસ્તા પર ઉતરી આવ્યાં છે. કેરળ કોંગ્રેસની પોસ્ટ રિ-પોસ્ટ કરતી વખતે, પ્રીટિએ કોંગ્રેસ પર પ્રહારો કર્યો. તેણે લખ્યું કે- ના, હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જાતે ચલાવું છું અને તમને આવા ફેક સમાચારને શેર કરવામાં શરમ આવવી જોઈએ. કોઈએ મારું દેવું માફ કર્યું નથી કે કોઈ લોન માફ કરી નથી. મને આઘાત લાગ્યો છે કે કોઈપણ રાજકીય પક્ષ કે તેના પ્રતિનિધિઓ મારા નામ અને તસવીરોનો ઉપયોગ ખોટા સમાચારોને પ્રોત્સાહન આપવા અને પાયાવિહોણા દાવાઓ અને ક્લિકબેટમાં સામેલ થવા માટે કરી રહ્યા છે. રેકોર્ડ માટે લોન લેવામાં આવી હતી, જે સંપૂર્ણપણે ચૂકવી દેવામાં આવી હતી. આ ઘટનાને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આશા છે કે તે આ સ્પષ્ટતા કરશે અને ભવિષ્યમાં કોઈ ગેરસમજ ન થાય તે માટે મદદ કરશે. તાજેતરમાં પ્રીટિ ઝિન્ટા વિશે સમાચાર આવ્યાં હતાં કે ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંક દ્વારા તેમના 18 કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે. ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકને થોડા સમય પહેલા અનિયમિતતાને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ગ્રાહકોને તેમના પૈસા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે, એવા સમાચાર બહાર આવ્યા હતા કે બેંકે નિયમોનું પાલન કર્યા વિના કેટલાક લોકોને મોટી લોન આપી હતી અને તેમની લોન પણ માફ કરી દીધી હતી, જેમાં પ્રીટિ ઝિન્ટાનું નામ પણ સામેલ હોવાનું કહેવાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments