back to top
Homeમનોરંજન49 વર્ષે પણ લગ્ન કરવા માગે છે સુષ્મિતા સેન:એક્ટ્રેસે કહ્યું- દિલનો સંબંધ...

49 વર્ષે પણ લગ્ન કરવા માગે છે સુષ્મિતા સેન:એક્ટ્રેસે કહ્યું- દિલનો સંબંધ ખૂબ જ રોમેન્ટિક હોય છે, લગ્ન માટે લાયક પણ કોઈ મળવું જોઈએ

સુષ્મિતા સેને તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન દ્વારા ફેન્સ અને ફોલોઅર્સ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે લગ્ન અંગે પોતાના વિચારો પણ શેર કર્યા. તેણે કહ્યું કે તે લગ્ન કરવા માગે છે, પરંતુ તેણે યોગ્ય જીવનસાથી શોધવો જોઈએ. ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સેશન દરમિયાન, સુષ્મિતા સેને જણાવ્યું કે, જયપુરમાં એક લગ્નમાં હાજરી આપવા ગઈ હતી. આના પર, એક યુઝરે સુષ્મિતાને તેના લગ્ન વિશે પ્રશ્ન પૂછ્યું. જેના જવાબમાં તેણે કહ્યું-હું પણ લગ્ન કરવા માગુ છું. પરંતુ લગ્ન માટે કોઈ લાયક મળવું તો જોઈએ. લગ્ન કરવા એટલાં સરળ થોડી છે. એવું કહેવાય છે કે દિલનો સંબંધ ખૂબ જ રોમેન્ટિક રીતે બને છે. મેસેજ દિલ સુધી પહોંચવો જોઈએ. હું પણ લગ્ન કરીશ. સુષ્મિતા રોહમન શોલને ડેટ કરી રહી હતી
સુષ્મિતા સેને મોડેલ રોહમન શોલને અઢી વર્ષ સુધી ડેટ કરી. બંને વચ્ચે 15 વર્ષનો તફાવત હતો. બંને લિવ-ઇન રિલેશનશિપમાં પણ હતા. રોહમનનું સુષ્મિતાની બંને દીકરીઓ, રેની અને અલીસા સાથે પણ ખૂબ જ સારું બોન્ડિંગ છે. પરંતુ વર્ષ 2021માં, બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સુષ્મિતાએ પોતે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. તેણે લખ્યું હતું- આપણે મિત્ર તરીકે શરૂઆત કરી હતી, આપણે મિત્રો જ રહ્યા!!’ સંબંધ ખૂબ જૂનો થઈ ગયો હતો… પ્રેમ હજુ પણ બાકી છે. જોકે, બંને હજુ પણ ઘણી વખત સાથે જોવા મળે છે. એક્ટ્રેસનું નામ લલિત મોદી સાથે પણ જોડાયું હતું
આ પછી, 2022માં, સુષ્મિતાનું નામ IPLના સ્થાપક અને પૂર્વ પ્રમુખ લલિત મોદી સાથે જોડાયું. મોદીએ ઇન્સ્ટાગ્રામ પર બંનેના ઘણા ફોટા શેર કર્યા અને એક્ટ્રેસને તેની બેટર હાફ તરીકે ઈન્ટ્રોડ્યૂસ કરી. જોકે, થોડા સમય પછી બંનેનો સંબંધ તૂટી ગયો. મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ બાયો અને ડિસ્પ્લે પિક્ચર્સમાંથી સુષ્મિતાનું નામ હટાવી દીધું. સુષ્મિતાએ 2023માં મિડ-ડે સાથેની મુલાકાતમાં આ સંબંધ વિશે વાત કરી હતી અને તેને ફક્ત એક તબક્કો ગણાવ્યો હતો. 1994માં મિસ યુનિવર્સ, 96માં બોલિવૂડમાં એન્ટ્રી
સુષ્મિતા સેનને 1994માં મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેણે 1996માં ફિલ્મ ‘દસ્તક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે ‘બીવી નંબર 1’, ‘ડુ નોટ ડિસ્ટર્બ’, ‘મેં હૂં ના’, ‘મેં પ્યાર ક્યૂં કિયા’, ‘તુમકો ના ભૂલ પાયેંગે’ અને ‘નો પ્રોબ્લેમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સુષ્મિતા સેન છેલ્લે વેબ સિરીઝ ‘આર્ય 3’માં જોવા મળી હતી. સુષ્મિતા સેન બે દીકરીઓ અલીસા અને રેનીની સિંગલ મધર છે. સેને 2000 માં રેનીને દત્તક લીધી હતી, જ્યારે સુષ્મિતાએ​​​​ 2010માં અલીસાને જન્મ આપ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments