આજે મહાશિવરાત્રિ પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને જૂનાગઢમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેવાનું છે. તો બીજી તરફ જૂનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં અલગ અલગ રાજ્યો તેમજ દેશ-વિદેશથી આવેલા નાગા સાધુઓ અલગ અલગ અખાડાઓના સંન્યાસીઓ, મહામંડલેશ્વરો રાત્રે રવેડીમાં જોડાશે. નાગા સાધુઓ સંન્યાસીઓ અને મહામંડલેશ્વરોની શાહી સવારી નીકળશે જેને જોવા કલાકો પહેલા જ ભાવિકો રોડ પર બેસી જશે.
સોમનાથ, જૂનાગઢ સહિત ગુજરાતમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણીની પળે પળની અપડેટ્સ નીચે બ્લોગમાં વાંચો….