બોલિવૂડનો ‘કિંગ ખાન’ ‘મન્નત’ને છોડી પોતાના આખા પરિવાર સાથે ભાડેના ફલેટમાં શિફ્ટ થશે. શાહરુખનું આ ઘર તેના ફેન્સ માટે એક પર્યટન સ્થળ બની ગયું છે. દરરોજ તેના હજારો ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે કલાકો સુધી ઘરની બહાર ઊભા રહે છે. હવે ચોક્કસથી ફેન્સ માટે ‘મન્નત’ની ચમક ઝાંખી થઈ જશે અને આ સમાચાર નિરાશ પણ કરશે. શાહરુખે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે રાખ્યો
શાહરુખ ખાને તાજેતરમાં જેકી ભગનાની અને તેના પિતા વાશુ ભગનાની પાસેથી ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધા છે. આ બંને એપાર્ટમેન્ટ મુંબઈના પાલી હિલમાં પૂજા કાસા નામની ઇમારતમાં છે. જેવા સમાચાર આવ્યા કે શાહરુખ ખાન ભાડાનું ઘર લઈ રહ્યા છે, તેવી ચર્ચા શરૂ થઈ ગઈ કે શાહરુખ ખાન થોડા સમય માટે પોતાના પરિવાર સાથે ભાડાના ઘરમાં રહેવા જઈ શકે છે, કારણ કે ‘મન્નત’માં બાંધકામનું કામ થવા જઈ રહ્યું છે. ‘મન્નત’નું રીનોવેશન થવા જઈ રહ્યું છે
થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે ‘મન્નત’ બંગલામાં વધુ બે માળનું બાંધકામ થવા જઈ રહ્યું છે. આ માટે તેમની પત્ની ગૌરીએ નવેમ્બર 2024માં મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીને પણ અરજી કરી હતી. તેમની અરજી સ્વીકારવામાં આવી. તેમને બે વધારાના માળ બાંધવાની પરવાનગી મળી ગઈ છે. માટે એવા એહવાલો છે કે, ‘મન્નત’માં બાંધકામ થોડા દિવસોમાં શરૂ થઈ શકે છે. એટલે જ કદાચ એક્ટરે પાલિમાં ભાડે ફલેટ લીધો છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ચાર માળના મકાનમાં ફક્ત ખાન પરિવાર જ નહીં, પરંતુ તેમના સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફ પણ રહેશે અને તેમાં થોડી ઓફિસ જગ્યા પણ હશે. એક એહવાલે કહ્યું કે- તે સ્પષ્ટપણે ‘મન્નત’ જેટલું મોટું નથી પણ અહીં તેમના સુરક્ષા કર્મચારીઓ અને અન્ય સ્ટાફ માટે રહેવા માટે પૂરતી જગ્યા છે. કિંગ ખાને ઘર ત્રણ વર્ષ માટે ભાડે લીધું
સૂત્ર અનુસાર, એક્ટર બિલ્ડિંગના પહેલા, બીજા, સાતમા અને આઠમા માળે બે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધા છે. આ એપાર્ટમેન્ટ ત્રણ વર્ષ માટે ભાડે આપવામાં આવ્યા છે. ખાન પરિવાર આટલા લાંબા સમય સુધી રહેવાની યોજના ધરાવે છે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ અહેવાલનું માનવામાં આવે તો ‘મન્નત’ના રીનોવેશનમાં બે વર્ષ જેટલો સમય લાગી શકે છે. શાહરુખ ભગનાની પરિવારને બંને ફ્લેટનું ભાડું દર મહિને 24.15 લાખ રૂપિયા ચૂકવશે. એટલે કે દર વર્ષે આશરે રૂ. 2.9 કરોડ ભાડું આપશે. કિંગ ખાને આ ઘર ત્રણ વર્ષ માટે ભાડે લીધું છે. તે ત્રણ વર્ષમાં કુલ 8.69 કરોડ રૂપિયા ભાડા તરીકે ચૂકવશે. ઘર ભાડે રાખવાનું બીજું એક કારણ પણ હોય શકે
શાહરુખ ખાન પાસે ઘર ભાડે રાખવાનું બીજું પણ એક કારણ છે. શાહરુખ ખાનનું બાંદ્રાના કાર્ટર રોડમાં પણ એક ઘર છે. તેમના ઘરનું નામ ‘શ્રી અમૃત’ છે. આ શાહરુખનું મુંબઈમાં પહેલું ઘર છે. આ ઘર તેણે ‘મન્નત’ પહેલા ખરીદ્યું હતું. હાલમાં શાહરુખની ઓફિસ આ ઘરમાં છે. થોડા સમય પહેલા, સમાચાર આવ્યા હતા કે આ ઘરમાં નવીનીકરણનું કામ થવાનું છે. આવી સ્થિતિમાં, એ પણ શક્ય છે કે નવીનીકરણને કારણે, તેમણે ઓફિસ શિફ્ટ કરવા માટે ભગનાની પરિવાર પાસેથી ઘર ભાડે લીધું હોય. જોકે, સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.