સોમનાથ અને જૂનાગઢમાં મહાશિવરાત્રીની રંગેચંગે ઉજવણી આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથમાં મારુતિ બીચ પર 3500થી વધુ ભક્તોએ પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન કર્યું.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સોમનાથમાં પૂજા કરી. તો જૂનાગઢમાં ભવનાથ મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા.. 614 વર્ષ પછી યોજાયેલી નગરયાત્રાનું સમાપન અમદાવાદમાં 614 વર્ષ પછી યોજાયેલી નગરદેવી ભદ્રકાળી માતાની યાત્રાનું સમાપન થયું.યાત્રા બાદ હવન અને ભંડારો કરવામાં આવ્યા..મોટી સંખ્યામાં લોકોએ યાત્રાનો લ્હાવો લીધો. ટેક્સટાઈલ માર્કેટમાં સતત બીજા દિવસે ભીષણ આગ સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં સતત બીજા દિવસે આગ.. શિવશક્તિ ટેક્સટાઈલમા વહેલી સવારે લાગેલી આગ મોડી સાંજ સુધી બેકાબૂ..એક અંદાજ પ્રમાણે આગમાં લગભગ 200 કરોડથી વધુનું નુક્શાન થયું છે.. બે દિવસમાં વધશે તાપમાનનો પારો આગામી 48 કલાકમાં તાપમાન 38 ડિગ્રીને પાર કરી જશે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં બફારા અને ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે.. સીસીટીવી કાંડમાં મુળ દિલ્લીના આરોપીની ધરપકડ રાજકોટની પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી. મુળ દિલ્લીનો આરોપી હેક કરાયેલા સીસીટીવીને ક્યુઆર કોડમાં કન્વર્ટ કરીને ટેલિગ્રામ પર વેચતો હતો. ત્રણ અલગ અલગ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો અમરેલીની પોક્સો કોર્ટ એક જ દિવસમાં ત્રણ અલગ અલગ દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચૂકાદો આપ્યો. કોર્ટે ત્રણેય કેસના આરોપીઓને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી.. આ સાથે જ પીડિતાઓને 4 લાખ રુ.નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો. એકસાથે ત્રણ અર્થીઓ ઉઠતાં ગામ હીબકે ચઢ્યું જામનગરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની અર્થી ઉઠી..રાજકોટના માલિયાસણમાં ટ્રકે રિક્ષાને કચડતાં પતિ-પત્ની-બહેનનાં મોત થયા હતા, જેમની આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી.. 19 વર્ષની દુષ્કર્મ પીડિતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું વડોદરામાં દુષ્કર્મ પીડિતાએ ફાંસો ખાઈ આત્મહત્યા હરી. .19 ફેબ્રુઆરીએ કોર્ટમાં જુબાની આપીને આવ્યા બાદથી પીડિતા ડિપ્રેશનમાં રહેતી હતી. 19 વર્ષની યુવતી પર તેના સગ્ગા પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું હતું. ટુ વ્હીલર પર દારુની હેરાફેરી ઝડપાઈ છોટા ઉદેપુરના સંખેડામાં ટુવ્હીલર પર દારુની હેરાફેરી ઝડપાઈ. લોટિયા ચોકડી પાસે જ્યુપિટર અને કાર વચ્ચે અકસ્માત થતા દારુની બોટલો રસ્તા પર વિખેરાઈ જતા મામલો બહાર આવ્યો. પોલીસે દારુનો જથ્થો જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી.