back to top
Homeગુજરાત15 વર્ષથી ફરાર રીઢો ગુનેગાર ઝડપાયો:પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત 26 ગુનામાં સામેલ...

15 વર્ષથી ફરાર રીઢો ગુનેગાર ઝડપાયો:પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત 26 ગુનામાં સામેલ આરોપી મહારાષ્ટ્રમાં મજૂરી કરતો હતો

સુરતમાં પોલીસ કોન્સટેબલની હત્યા સહિત 26 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો અને 30,000 રૂપિયાના ઇનામી ખુંખાર આરોપી પરભુ દેવકા ભોસલે આખરે સુરત ક્રાઇમ બ્રાંચના હાથ લાગ્યો છે. આ આરોપી 15 વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર હતો અને પોતાને બચાવવા અલગ-અલગ શહેરોમાં મજૂરી કામ કરી રહ્યો હતો. આરોપીને પકડી પાડવા માટે ત્રણ મહિના સુધી કડી મહેનત બાદ પોલીસે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાંથી તેને ઝડપી પાડ્યો છે. આરોપીઓએ પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી હતી
2004-2005 દરમિયાન સુરત, ભરૂચ, તાપી, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પારધી ગેંગ દ્વારા સતત લૂંટ, હત્યા અને ધાડ પડતી હતી. વર્ષમાં 2004 ઉચ્છલ હાઇવે પર ટ્રક લૂંટવા જતા પોલીસ કોન્સ્ટેબલ મધુકર રામદાસ ઘટનાસ્થળે પહોંચતા આરોપીઓએ તેમની ઉપર પથ્થરો અને લાકડાઓથી હુમલો કરી હત્યા કરી હતી. ત્યાર બાદ પોલીસની ઇન્સાસ રાઇફલ લઈને નાસી ગયા હતા. 2005માં પલસાણા વિસ્તારના એક ફાર્મહાઉસમાં ઘુસી તમામ સભ્યોને બાંધી દઈ ધાડ પાડી હતી. 2005માં કામરેજ વિસ્તારમાં રિવોલ્વર બતાવી લાખો રૂપિયાની લૂંટ કરી, જેના બદલામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારાઈ હતી. આ સિવાય નવસારી, બારડોલી, અંકલેશ્વર, ગણદેવી સહિત અનેક જગ્યાઓએ લૂંટ અને હત્યાના ગુનાઓ પારધી ગેંગ દ્વારા કરવામાં આવ્યા હતા. પોલીસ જાપ્તામાંથી બે વખત ફરાર થયો
આરોપી પરભુ દેવકા ભોસલેને 2008માં વડોદરા જેલથી સુરત લઈ જવાતી વખતે પાલેજ નજીક ચા-પાણી માટે રોકાય ત્યારે પોલીસ જાપ્તામાંથી નાસી ગયો હતો. 2012માં લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે ફરી એક વખત તે અને તેના સાગરીતો પોલીસને ધક્કો મારી નાસી ગયા હતા. આ ગુનેગારો ખાસ કરીને પોલીસ પર હુમલા કરવામાં સામેલ હોય જેથી તેને પકડી પાડવા માટે પોલીસ કમિશનરે ખાસ ડ્રાઇવ ચલાવી હતી. મોબાઈલનો ઉપયોગ નહીં, મજૂરી કામ કરી જીવતો હતો
આ આરોપી મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરતો હોય અને અલગ-અલગ રાજ્યોમાં જઈ મજૂરી કામ કરતો હતો જેથી તેની ઓળખ ન થાય. વર્ષના ખાસ કરીને જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં તે પોતાના વતનમાં ખેત મજૂરી માટે આવતો હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાંચે ખાનગી બાતમીદારો મારફતે સતત બે દિવસની તપાસ બાદ પેનસાંગલી (મહારાષ્ટ્ર) માંથી તેને ઝડપી પાડ્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાની ધરપકડ કબૂલી અને 2012માં લાજપોર જેલમાંથી ફરાર થવાની કબૂલાત કરી હતી. પોલીસ દ્વારા કડક કાર્યવાહી
ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે, આરોપી ઝડપાયા બાદ સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ માટે આ એક મોટી સફળતા છે, કારણ કે 15 વર્ષથી નાસતો ફરતો રીઢો ગુનેગાર આખરે પકડાયો છે. આરોપી વિરુદ્ધ નોંધાયેલા મુખ્ય ગુનાઓ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments