સોમનાથના શ્રી રામ મંદિર ઓડિટોરિયમમાં આગામી 2 માર્ચ રવિવારે ટેલેન્ટ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 1 વાગ્યાથી શરૂ થનાર આ કાર્યક્રમમાં સિંગિંગ, ડાન્સિંગ અને અન્ય પ્રતિભાઓની સ્પર્ધા યોજાશે. મોટિવેશનલ સ્પીકર જે.બી.આહિરના જણાવ્યા અનુસાર, આ સંસ્થા છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના 12 મોટા શહેરોમાં આવા કાર્યક્રમોનું સફળ આયોજન કરી ચૂકી છે. પ્રતિભાશાળી વ્યક્તિઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને તેમના કેરિયરને આગળ વધારવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. સોમનાથ જિલ્લાના કોઈપણ વ્યક્તિ કે ગ્રુપ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. ભાગ લેવા માટે www.telentfest.in વેબસાઈટ પર જઈને અથવા 8401960422 નંબર પર સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તમામ સ્પર્ધકોને સન્માનપત્ર આપવામાં આવશે. દરેક કેટેગરીમાં પ્રથમ 10 ક્રમાંક મેળવનારને મોમેન્ટો અને ગિફ્ટ આપવામાં આવશે. ત્યારબાદના કોમ્પિટિશન રાઉન્ડ અને ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાશે. કાર્યક્રમમાં સોમનાથના જાણીતા કલાકારો, સામાજિક-રાજકીય મહેમાનો અને સાધુ-સંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ગીર સોમનાથ જિલ્લાની સમગ્ર જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.