ધંધુકા-રાણપુર રોડ પર અમી હોટલ સામે એક દુર્ઘટના સર્જાઈ છે. એક ખાડામાં ઈંટોનું ચણતર કામ ચાલી રહ્યું હતું. શ્રમિક મહિલા સોનલબેન તેમની એક વર્ષની પુત્રી શ્રેયાંશી સાથે કામ કરી રહ્યા હતા. અચાનક માટીની ભેખડ ધસી પડતાં માતા-પુત્રી બંને દટાઈ ગયા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. બંનેને બહાર કાઢવામાં આવ્યા અને 108 એમ્બ્યુલન્સની મદદથી ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં ડોક્ટરોએ એક વર્ષની બાળકી શ્રેયાંશીને મૃત જાહેર કરી. માતા સોનલબેનની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ રેફર કરવામાં આવ્યા છે.