back to top
Homeદુનિયાલહુ કી એક બુંદ-તમારા ડિપ્રેશનની કુંડળી કહી દેશે:વૈજ્ઞાનિકો એક માઇક્રોચીપ ડેવલપ કરી...

લહુ કી એક બુંદ-તમારા ડિપ્રેશનની કુંડળી કહી દેશે:વૈજ્ઞાનિકો એક માઇક્રોચીપ ડેવલપ કરી રહ્યા છે જે લેબ ટેસ્ટનો વિકલ્પ બનશે

કોરોના તો હમણાં આવ્યો. કોવિડની પહેલાં પણ એક રોગચાળો વિશ્વ આખામાં વધતો હતો પણ એ બિલ્લી પગે આવ્યો એટલે કોઇનેય ખબર ન પડી. પણ આપણે સૌ એના ભોગ બન્યા છીએ. હા, હોસ્પિટલમાં દાખલ નથી થવું પડ્યું કે ઓક્સિજન નથી લેવો પડ્યો એટલે આપણને એ રોગની બીક નથી લાગતી. પણ જો તમે આ વાંચી રહ્યા છો તો તમે એ રોગના નાના કે મોટા શિકાર જરૂર છો. કારણ કે વર્લ્ડ સાયકોલોજી એસોસિએશનના નિષ્ણાતોનું માનવું છે કે સ્ક્રીનવાળા કોઇપણ ગેજેટ્સ વાપરતા માણસમાં ડિપ્રેશન હોય છે. એ ડિપ્રેશન વધુ પણ હોઇ શકે અને ઓછું પણ. આપણે ડિપ્રેશનના રોગચાળાની વાત કરી રહ્યા છે જે એકવીસમી સદીમાં માનવજાત સામે સૌથી મોટી ચેલેન્જ છે. લોહીના એક ટીપાંથી સ્ટ્રેસની ખબર પડી જશે
મેડિકલ સાયન્સ સામે અત્યારે સૌથી મોટો પડકાર કયો છે? એ જ કે જે કોરોના પેનડેમિકની શરૂઆતમાં હતો. ટેસ્ટિંગ. ટેસ્ટ કરવા અઘરા હતા. ટેસ્ટિંગ કિટ પણ ઓછી આવતી. એવું જ દરેક રોગ માટે છે. પેલા બ્લડ પ્રેશર માપવા માટે મેન્યુઅલ-મિકેનિકલ સાધન આવતું, હવે ઇલેક્ટ્રિકલ મશીન આવી ગયું છે. આવું બ્લડ ટેસ્ટ સહિત બધા માટે કહી શકાય. ડાયગ્નોસિસ કરવા માટે પેશન્ટના શરીર ઉપર મિનિમમ પ્રોસેસ કરવી પડે, ઓછામાં ઓછો સમય જાય અને બજેટમાં થાય. એવી પ્રોસિઝર મેડિકલ સાયન્સ ડેવલપ કરવાના પ્રયત્નો કરે છે. આપણે નેનો ફાઇબરવાળા કપડાંની વાત કરી હતી. એવા સ્માર્ટ કપડાં કે જે આપણે પહેર્યા હોય તો આપણો મેડિકલ રિપોર્ટ આપી દે. એ જ રીતે માણસ કેટલા સ્ટ્રેસમાં છે એ જાણવા માટે લાંબી પ્રોસિઝર ટેસ્ટની જરૂર ન પડે કે લાંબા સેશનની જરૂર ન પડે પણ દર્દીના લોહીની એક બુંદથી ખ્યાલ આવી જાય એવી પ્રોસેસ શોધવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે. વૈજ્ઞાનિકો એક માઇક્રોચીપ ડેવલપ કરી રહ્યા છે. કમ્પ્યુટરમાં હોય એવી જ માઇક્રોચીપ પણ એના કરતાં થોડી વધુ ચિપ એટલે કે સસ્તી. એ ચીપ લોહીના સંપર્કમાં આવે એટલે તરત કહી દે કે આ લોહી જે વ્યક્તિનું હતું તે વ્યક્તિ કેટલા સ્ટ્રેસમાં છે. વૈજ્ઞાનિકો બહુ કોન્ફીડન્ટ છે કે આ માઇક્રોચીપ લેબ ટેસ્ટને રિપ્લેસ કરી દેશે. ભવિષ્યમાં સાયકિયાટ્રિસ્ટ કે એમ.ડી. ફિઝિશયન આ જ માઇક્રોચીપ પર આધાર રાખતા થઇ જશે. કઇ રીતે કામ કરશે આ માઇક્રોચીપ?
સ્ટ્રેસનું લેવલ જાણવા માટે સંશોધકોને લોહીમાં જોઇએ છે-કોર્ટીસોલ હોર્મોન. શરીરને પડતા સ્ટ્રેસ સાથે કોર્ટીસોલને સીધો સંબંધ હોય છે. કોર્ટીસોલનું પ્રમાણ વધુ તો ઊંઘ ઓછી એ મેડિકલ નિયમ છે. ઉત્તેજના વધુ એમ કોર્ટીસોલ વધુ. માઇક્રોચીપમાં નેનો સેન્સર જડેલા હોય છે. આ નેનો સેન્સર તરત જ કોર્ટીસોલની હાજરી છતી કરી દે. બ્લડ ટેસ્ટમાં કોર્ટીસોલ હોર્મોન ડિટેકટ કરવા માટે જે ટેસ્ટ થાય તે હજારોનો થાય. આ માઇક્રોચીપ થોડા રૂપિયામાં જ આ કામ કરી આપે. માઇક્રોચીપમાં ઇલેક્ટ્રોડ હોય છે જે આ કામ કરી આપે છે. સંધિવાના દર્દીઓના બ્લડ સેમ્પલ લેવાયા
હવે સવાલ એ થાય કે કમ્પ્યુટર એન્જિનિયરે બનાવેલી આ ચીપ ઉપર કેમ વિશ્વાસ કરવો? તો લોહીના હોર્મોન-એન્ઝાઇમ કે બીજા સેન્સિટિવ ટેસ્ટ માટે એલીસા ટેસ્ટ થતો હોય છે જે બહુ મોંઘો છે. એલીસા ટેસ્ટનું ઇંગ્લિશમાં ફૂલ ફોર્મ છે- એન્ઝાઇમ લિંકડ ઇમ્યૂનોસોરબન્ટ એસે ટેસ્ટ. આ માઇક્રોચીપની કસોટી લેવા માટે સંધિવાનો રોગ ધરાવતા દર્દીઓને બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. આવા દર્દીઓના લોહીમાં કોર્ટીસોલ વધુ હોય. તે દર્દીઓનો એલીસા ટેસ્ટ કરવામાં આવ્યો અને પછી આ માઇક્રોચીપ દ્વારા તેનું લોહી તપાસવામાં આવ્યું. બંનેના રિઝલ્ટ સરખા નીકળ્યા. ઘરે બેઠા બ્લડ ટેસ્ટ થશે
એલીસા ટેસ્ટ હજારો રૂપિયામાં થાય તો માઇક્રોચીપ ટેસ્ટ થોડાક જ રૂપિયામાં. બીજી એક મહત્વની વાત એ કે આ બ્લડ ટેસ્ટ માટે લેબોરેટરીમાં જવાની જરૂર નથી. ઘરે બેઠા કરી શકીએ. એક જમાનો હતો જ્યારે ડાયાબિટીસ ટેસ્ટ કરાવવા લેબમાં જવું પડતું. હવે ઘરે બેઠા બ્લડ સુગર માપી શકાય છે. ભવિષ્યમાં ઘણા બધા કઠીન બ્લડ ટેસ્ટ ઘરે બેઠા કરી શકાશે. પ્રેગનન્સી ટેસ્ટનું ઉદાહરણ આપણી સામે છે. દર્દીની પ્રોફાઇલ વધુ એક્યુરેટ બનશે
આવી ટેક્નોલોજીનો ફાયદો એ છે કે આખા દિવસનું રાઇડિંગ પણ લઇ શકાય. સમયે સમયે બોડી ટેસ્ટ થઇ શકે. દર્દીની આખી હેલ્થ પ્રોફાઇલ આવા ટેસ્ટથી વધુ એક્યુરેટ બનાવી શકાય.જલ્દી ડાયગ્નોસિસ થઇ શકે અને જલ્દી ટ્રીટમેન્ટ પણ શરૂ થઇ શકે. કોર્ટીસોલ તો મૂડ ડિસઓર્ડરનું પણ ઇન્ડિકેટર છે. શરીરને પડતા સ્ટ્રેસની પણ ચાડી ફૂંકી શકે છે. ભવિષ્યમાં મેડિકલ અને એન્જિનિયરિંગ અને આઇટી- આ ત્રણેય ક્ષેત્રો એકબીજા સાથે ખભે ખભા મિલાવીને કામ કરશે એટલું નક્કી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments