back to top
Homeભારતસામ પિત્રોડાએ કહ્યું- ભારતમાં મારી પાસે કોઈ મિલકત નથી:રાજીવ-મનમોહન સરકારમાં પગાર પણ...

સામ પિત્રોડાએ કહ્યું- ભારતમાં મારી પાસે કોઈ મિલકત નથી:રાજીવ-મનમોહન સરકારમાં પગાર પણ નહોતો લીધો; ભાજપ નેતાનો દાવો- 150 કરોડ રૂપિયાની જમીન પર કબજો કર્યો

રાહુલ ગાંધીના નજીકના સહયોગી અને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા પર કર્ણાટક ભાજપના એક નેતાએ 150 કરોડ રૂપિયાની સરકારી જમીન પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે. પિત્રોડાએ બુધવારે આનો જવાબ આપ્યો. તેમણે કહ્યું- ભારતમાં મારી પાસે કોઈ જમીન, ઘર કે શેર નથી. કર્ણાટક ભાજપના નેતા એનઆર રમેશ બેંગલુરુથી કાઉન્સિલર રહી ચૂક્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે પિત્રોડાએ પાંચ અધિકારીઓની મદદથી બેંગલુરુના યેલહંકા ખાતે 12.35 એકર સરકારી જમીન ગેરકાયદેસર રીતે મેળવી હતી. લીઝનો સમયગાળો પૂરો થયા પછી પણ તેમણે જમીન પરત કરી ન હતી. આ જમીનની કિંમત 150 કરોડ રૂપિયા છે. રમેશે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને લોકાયુક્તને ફરિયાદ કરીને વિનંતી કરી હતી, જેમાં જમીન પચાવી પાડવાના કેસમાં સંડોવાયેલા અધિકારીઓ સહિત તમામ લોકો સામે ફોજદારી કેસ કરવો જોઈએ. સામ પિત્રોડાએ X પર લખ્યું… ભારતીય મીડિયામાં આવેલા અહેવાલોના સંદર્ભમાં, હું કહેવા માંગુ છું કે મારી પાસે ભારતમાં કોઈ જમીન, ઘર કે શેર નથી. 1980 ના દાયકામાં વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે અને 2004થી 2014 સુધી ડૉ. મનમોહન સિંહ સાથે કામ કરતી વખતે મેં ક્યારેય કોઈ પગાર લીધો નથી. મેં ભારતમાં કે અન્ય કોઈ દેશમાં મારા 83 વર્ષના જીવનમાં ક્યારેય લાંચ આપી કે સ્વીકારી નથી. આરોપો ખોટા છે. ભાજપના નેતાનો દાવો- વન વિભાગની જમીન 1993માં લીઝ પર લેવામાં આવી હતી ભાજપના નેતા રમેશે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે પિત્રોડાએ 23 ઓક્ટોબર, 1993ના રોજ મુંબઈ મહારાષ્ટ્ર સ્થિત રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝની ઓફિસમાં ફાઉન્ડેશન ફોર રિવાઇટલાઇઝેશન ઓફ લોકલ હેલ્થ ટ્રેડિશન્સ (FRLHT) નામની સંસ્થા રજિસ્ટ્રર કરી હતી. પિત્રોડાએ કર્ણાટક રાજ્ય વન વિભાગને ઔષધીય વનસ્પતિઓના સંરક્ષણ અને સંશોધન માટે એક અનામત વન વિસ્તાર લીઝ પર આપવા વિનંતી કરી. પિત્રોડાની વિનંતી પર, વિભાગે તેમને 1996માં બેંગલુરુમાં યેલહંકા નજીક જરકાબંદે કવલ ખાતે બી બ્લોકમાં 12.35 એકર આરક્ષિત વન જમીન પાંચ વર્ષના લીઝ પર આપી. FRLHTને આપવામાં આવેલ શરૂઆતની પાંચ વર્ષની લીઝ 2001માં સમાપ્ત થઈ ગઈ હતી, ત્યારબાદ કર્ણાટક વન વિભાગે તેને બીજા 10 વર્ષ માટે લંબાવી હતી. મુંબઈમાં પિત્રોડાના FRLHT ને આપવામાં આવેલ લીઝ 2 ડિસેમ્બર 2011ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી અને તેને લંબાવવામાં આવી ન હતી. જ્યારે લીઝ સમાપ્ત થઈ ગઈ, ત્યારે રાજ્યના વન વિભાગે આ 12.35 એકર કિંમતી સરકારી જમીન પાછી લેવાની હતી, જેની કિંમત હવે 150 કરોડ રૂપિયાથી વધુ છે. રમેશે આરોપ લગાવ્યો કે વન વિભાગના અધિકારીઓએ છેલ્લા 14 વર્ષમાં આ જમીન પાછી મેળવવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી. 10 દિવસ પહેલા પિત્રોડાએ કહ્યું હતું- ચીન ભારતનો દુશ્મન નથી 17 ફેબ્રુઆરીના રોજ, સેમ પિત્રોડાએ કહ્યું હતું કે ભારતે ચીનને પોતાનો દુશ્મન માનવાનું બંધ કરવું જોઈએ. ચીનના જોખમને ઘણીવાર ચઢાવી-વધારીને રજુ કરવામાં આવે છે. ચીનને દુશ્મન માનવાને બદલે તેનું સન્માન કરવું જોઈએ. મને સમજાતું નથી કે ભારતને ચીનથી શું જોખમ છે. આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. ભારતે ચીન પ્રત્યે પોતાનું વલણ બદલવાની જરૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments