મહાકુંભના કારણે ભગવાન શિવની નગરી કાશીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. 45 દિવસમાં 4.32 કરોડ લોકો વારાણસી પહોંચ્યા. મહાશિવરાત્રી પર, 7 શૈવ અખાડાઓના સાધુ-સંતો ગદા અને તલવારો લહેરાવતા નીકળ્યા હતા. બાબા વિશ્વનાથનો જલાભિષેક કર્યો. ભક્તો પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી. શિવની શોભાયાત્રા નીકળી. દરરોજ સરેરાશ 5 લાખ ભક્તો બાબા વિશ્વનાથના દર્શન કર્યા. મંદિરની 5 કિમીની ત્રિજ્યામાં ભક્તોની લાઇનો લાગી હતી. છેલ્લા 24 કલાકમાં 25 લાખ શ્રદ્ધાળુઓ કાશી પહોંચ્યા. ઉપરના ફોટા પર ક્લિક કરીને જુઓ દિવ્ય ભાસ્કરની ખાસ VIDEO સ્ટોરી……