back to top
Homeસ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફી: આજે રાવલપિંડીમાં PAK Vs BAN:બંને ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર, બંને પોતાની...

ચેમ્પિયન્સ ટ્રોફી: આજે રાવલપિંડીમાં PAK Vs BAN:બંને ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર, બંને પોતાની પહેલી જીતની શોધમાં; વરસાદની 75% શક્યતા

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની નવમી મેચ આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમ પહેલાથી જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ બંને માટે છેલ્લી ગ્રૂપ મેચ છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ પોતાની પહેલી જીતની શોધમાં છે. પહેલી મેચમાં પાકિસ્તાનનો ન્યૂઝીલેન્ડ સામે અને બીજી મેચમાં ભારત સામે પરાજય થયો હતો. જ્યારે બાંગ્લાદેશને પહેલી મેચમાં ભારત સામે અને બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ ડિટેઇલ્સ, નવમી મેચ
પાકિસ્તાન Vs પાકિસ્તાન
તારીખ: 27 ફેબ્રુઆરી
સ્ટેડિયમ: રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ
સમય: ટૉસ – બપોરે 2:00 વાગ્યે, મેચ શરૂ – બપોરે 2:30 વાગ્યે બાંગ્લાદેશ પર પાકિસ્તાનનો હાથ ઉપર
ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં બંને ટીમ પહેલી વાર આમને-સામને થશે. બંને ટીમ કુલ વન-ડેમાં 39 વખત ટકરાઈ હતી. જેમાંથી 34 મેચ પાકિસ્તાને અને 5 મેચ બાંગ્લાદેશે જીતી હતી. બંને છેલ્લે 2023ના ODI વર્લ્ડ કપ દરમિયાન એકબીજાનો સામનો કર્યો હતો. આમાં પાકિસ્તાનનો 7 વિકેટે વિજય થયો. ખુશદિલ પાકિસ્તાન માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
ખુશદિલ શાહ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 2 મેચમાં 107 રન બનાવ્યા છે. અબરાર અહેમદે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 2 મેચમાં 2 વિકેટ લીધી છે. બાંગ્લાદેશ તરફથી ઝાકિરે સૌથી વધુ રન બનાવ્યા
આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ માટે ઝાકિર અલી સૌથી વધુ રન બનાવનાર બોલર છે. તેણે ભારત સામેની પહેલી મેચમાં 68 અને ન્યૂઝીલેન્ડ સામેની બીજી મેચમાં 45 રન બનાવ્યા હતા. તૌહિદ હૃિદોય બીજા નંબરે છે. પહેલી મેચમાં ભારત સામે હૃિદોએ સદી ફટકારી હતી. જોકે, છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે તે 7 રન બનાવીને આઉટ થયો હતો. રિશાદ હુસૈન ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. રિશાદે 2 મેચમાં 3 વિકેટ લીધી છે. પિચ રિપોર્ટ
રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટ્સમેન અને બોલર બંને માટે મદદરૂપ રહી છે. અત્યાર સુધીમાં અહીં 27 વન-ડે રમાઈ ચૂકી છે. પહેલા બેટિંગ કરનારી ટીમે 12 મેચ જીતી અને પહેલા બોલિંગ કરનારી ટીમે 14 મેચ જીતી. અહીંનો સૌથી વધુ સ્કોર 337/3 છે, જે પાકિસ્તાને 2023માં ન્યૂઝીલેન્ડ સામે બનાવ્યો હતો. હવામાન અહેવાલ
ગુરુવારે પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચમાં વરસાદ વિક્ષેપ પાડી શકે છે. આ દિવસે અહીં વરસાદની 75% શક્યતા છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને ગરમી બિલકુલ નહીં પડે. બપોરે વરસાદ પડી શકે છે. તાપમાન 11થી 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. તે જ સમયે, પવન 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11
પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), ઇમામ ઉલ હક, સઈદ શકીલ, બાબર આઝમ, સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ અને અબરાર અહેમદ. બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તન્ઝીદ હસન, તૌહિદ હૃિદોય, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, ઝાકિર અલી, મેહદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, નાહિદ રાણા અને મુસ્તફિઝુર રહેમાન.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments