back to top
Homeમનોરંજનઆલિયાએ રણબીરના હેટર્સને જવાબ આપ્યો:એક્ટ્રેસે સોશિયલ મીડિયા પરની પોસ્ટ લાઇક કરી; જેમાં...

આલિયાએ રણબીરના હેટર્સને જવાબ આપ્યો:એક્ટ્રેસે સોશિયલ મીડિયા પરની પોસ્ટ લાઇક કરી; જેમાં લખ્યું હતું- ‘ગ્રીન ફ્લેગ’ કરતાં એક્ટર્સ સારા

લોકો ઘણીવાર સોશિયલ મીડિયા પર રણબીર કપૂરને ટ્રોલ કરે છે. કેટલાક લોકો તેમના વિચારોને મહિલાવિરોધી પણ ગણાવે છે. આલિયા ભટ્ટ ઘણીવાર તેના પતિનો બચાવ કરતી જોવા મળે છે. તાજેતરમાં, એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લાઈક કરી. જેના કારણે રણબીરને નફરત કરનારાઓને યોગ્ય જવાબ મળ્યો છે. આલિયાએ રણબીરને નફરત કરનારાઓને જવાબ આપ્યો આલિયાએ જે પોસ્ટ લાઈક કરી તેમાં તેણે લખ્યું, ‘એ રમૂજી છે કે ઈર્ષાળુ લોકો હંમેશા રણબીરને ‘રેડ ફ્લેગ’, ‘વુમનાઇઝર’ અને ‘મમ્મા બોય’ કહે છે.’ પણ સત્ય એ છે કે રણબીર મહિલાઓનો ખૂબ આદર કરે છે. તેમણે પોતાના બ્રાન્ડ નામમાં પોતાની પત્ની અને પુત્રીના નામના શરૂઆતના અક્ષરો ઉમેર્યા છે. જો આ ‘રેડ ફ્લેગ’ છે, તો તે ઇન્ટરનેટ પરના કોઈપણ ‘ગ્રીન ફ્લેગ’ કરતાં વધુ સારું છે. આલિયાએ ઇન્સ્ટાગ્રામ પરની આ પોસ્ટ લાઈક કરી, જે તેના ચાહકોમાં વાયરલ થઈ રહી છે. રણબીરને ‘મહિલા વિરોધી’ કહીને ટ્રોલ કરવામાં આવે છે
રણબીરને ઘણીવાર સોશિયલ મીડિયા પર ‘મહિલા વિરોધી’ કહીને ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ તેના ચાહકો ક્યારેય એ સ્વીકારતા નથી. રણબીર હંમેશા આલિયા અને તેની પુત્રી રિયા પ્રત્યે પોતાનો પ્રેમ અને જવાબદારી દર્શાવતો જોવા મળે છે. એક તરફ કેટલાક લોકો અભિનેતાને ટ્રોલ કરે છે, તો બીજી તરફ કેટલાક લોકો અભિનેતાને ટેકો પણ આપે છે. રણબીરના ચાહકો કહે છે કે સોશિયલ મીડિયા પર નકારાત્મકતાને પ્રોત્સાહન આપનારા લોકો સત્યને અવગણે છે. રણબીરના ચાહકો માને છે કે આલિયાએ આ પોસ્ટને લાઈક કરી એટલે એટલે એનો અર્થ એ કે તેણે રણબીરના હેટર્સને જવાબ આપ્યો છે. રણબીરે 2022 માં આલિયા સાથે લગ્ન કર્યા હતા રણબીર અને આલિયાના ચાહકો તેમને શ્રેષ્ઠ કપલ માને છે. બીજી બાજુ, સોશિયલ મીડિયા પર તેને ગમે તેટલો ટ્રોલ કરવામાં આવે તો પણ તે વાંધો નથી. આનાથી તેમના અંગત જીવન પર કોઈ અસર થતી નથી. રણબીર કપૂરે 14 એપ્રિલ, 2022ના રોજ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા. લગ્નના લગભગ બે મહિના પછી જ આલિયાએ પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી. એક્ટ્રેસે 6 નવેમ્બર, 2022 ના રોજ પુત્રી રાહાને જન્મ આપ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments