ઓસ્કર એવોર્ડ વિજેતા અને 95 વર્ષીય અમેરિકન એક્ટર જીન હેકમેનનો મૃતદેહ ન્યૂ મેક્સિકોના સાન્ટા ફે સ્થિત તેમના ઘરેથી મળી આવ્યો છે. શંકાસ્પદ બાબત એ છે કે તેની પત્ની, બેટ્સી અરાકાવા અને તેમનો કૂતરો પણ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. છ દાયકાની કારકિર્દીમાં આ એક્ટરે બે એકેડેમી એવોર્ડ, બે બાફ્ટા, ચાર ગોલ્ડન ગ્લોબ અને એક સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ જીત્યા છે. હેકમેને 1971માં વિલિયમ ફ્રીડકિનની થ્રિલર ફિલ્મ ‘ધ ફ્રેન્ચ કનેક્શન’માં જીમી ‘પોપાય’ ડોયલની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કર જીત્યો હતો. 1992માં, તેમણે ક્લિન્ટ ઇસ્ટવુડની પશ્ચિમી ફિલ્મ ‘અનફોરગીવન’માં લિટલ બિલ ડેગેટની ભૂમિકા માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરની શ્રેણીમાં ઓસ્કાર જીત્યો.
જીન હેકમેને બે લગ્ન કર્યા હતા
જીન હેકમેન 1980 થી ન્યુ મેક્સિકોના સાન્ટા ફેમાં તેમની પત્ની સાથે રહેતા હતા. તેમણે 1991માં બેટ્સી અરાકાવા સાથે લગ્ન કર્યા. જીને બે વાર લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો હતાં. તેમના પહેલા લગ્ન ફેય માલ્ટિઝ સાથે થયા હતા, જે 30 વર્ષ સુધી ચાલ્યા. આ પછી તેમણે 1991માં અરકાવા સાથે લગ્ન કર્યા હતા. આ સમાચાર સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે….