‘લગાન’, ‘સ્વદેશ’ અને ‘જોધા અકબર’ ફેમ ફિલ્મ મેકરના ઘરે થોડા દિવસોમાં શરણાઈ ગુંજવાની છે. ફિલ્મ મેકરના મોટા દીકરા કોણાર્ક ગોવારિકરના લગ્નનો શુભ પ્રસંગ તેમના આંગણે આવી પહોંચ્યો છે. મૂળ ગુજરાતના અને મુંબઈના ‘રિયલ એસ્ટેટ’ કિંગ રસેશની દીકરી નિયતિ સાથે કોણાર્કનાં લગ્ન થવાનાં છે. 2 માર્ચે કોણાર્ક-નિયતિનાં લગ્ન જલસો!
મીડિયા રિપોર્ટ અનુસાર, કોણાર્ક-નિયતિનાં લગ્ન 2 માર્ચે ખૂબ જ ધામધૂમથી થવાનાં છે. લગ્નની તારીખ નજીક આવતાની સાથે, બધાની નજર હવે આ ગ્રાન્ડ વેડિંગ તરફ રહેલી છે. જેમાં ફિલ્મ અને કોર્પોરેટ જગતના નજીકના મિત્રો અને પરિવારજનો કપલને આશીર્વાદ આપવા આવશે. કોણ છે કોણાર્ક ગોવારિકર?
કોણાર્ક ગોવારિકરે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી, 2012માં બોસ્ટનની એમર્સન કોલેજમાંથી ફિલ્મ ડિરેક્શન અને સિનેમેટોગ્રાફીમાં સ્નાતકની પદવી મેળવી. 2013માં, કોણાર્કે આશુતોષ ગોવારિકર પ્રોડક્શન્સમાં કો-ડિરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે ‘એવરેસ્ટ’ અને ‘મોહેં-જો-દડો’ જેવી ફિલ્મોમાં તેમના પિતાને મદદ કરી. કોણાર્કે AGPPLની ટૂલ્સિડાસ જુનિયરનું સહ-નિર્માણ પણ કર્યું, જેણે 64મા ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બેસ્ટ ફિલ્મ (હિન્દી) એવોર્ડ જીત્યો. કોણાર્કે કેટલીક આયુર્વેદિક બ્રાન્ડ્સ માટે કેટલીક ઓનલાઈન એડ્સનું પણ નિર્દેશન કર્યું. ભાઈ-બહેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ જોડ્યો
નિયતિનો ભાઈ આશિષ પણ પિતાની જેમ બિઝનેસમેન છે. આશિષે પણ બહેનની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ જોડ્યો છે. જાન્યુઆરીમા તેણે એક્ટ્રેસ શઝાન પદમસી સાથે સગાઈ કરી. હવે તેની બહેન નિયતિ પણ ફિલ્મ મેકર આશુતોષ ગોવારિકરની પૂત્રવધુ બનવા જઈ રહી છે. આશુતોષ ગોવારિકરને બે દીકરાઓ છે
ફિલ્મ મેકર આશુતોષ ગોવારિકરનાં લગ્ન સુનિતા સાથે થયા છે, જે પીઢ એક્ટરની પહેલી પત્નીની પુત્રી છે. આશુતોષ-સુનિતાને બે પુત્રો છે, કોણાર્ક અને વિશ્વંગ. આશુતોષ ગોવારિકરની ફિલ્મ્સ
આશુતોષ ગોવારિકરને ઐતિહાસિક સ્ટોરીઓ પર કામ કરવાનો ઘણો શોખ છે. ફિલ્મ્સની વાત કરવામાં આવે તો ‘લગાન’, ‘જોધા અકબર’ કે પછી ‘સ્વદેશ’ દરેક ફિલ્મની ટ્રીટમેન્ટ અલગ જ હોય છે. આશુતોષ ગોવારિકર કહે છે કે ફિલ્મને કઈ રીતે રજૂ કરવામાં આવે છે, તે ફિલ્મની સ્ટોરી પર નિર્ભર કરે છે. આગળ તેઓ કહે છે કે, જો ઈતિહાસના કોઈ ગાળામાંથી ફિલ્મની સ્ટોરી લેવામાં આવી હોય તો તેની સાથે સંકળાયેલ તમામ વાત ફિલ્મમાં હોવી જ જોઈએ. ત્યારે જ સ્ક્રિપ્ટ મજબૂત બનશે. બોલિવૂડ હંગામાના એક અહેવાલ મુજબ, તેમની આગામી ઐતિહાસિક ફિલ્મ ‘કંતારા 2’ પૂર્ણ થયા પછી શરૂ થશે. ‘કંતારા’ની ખૂબ જ રાહ જોવાતી પ્રિકવલ 2 ઓક્ટોબર, 2025 ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું મુખ્ય આકર્ષણ ઋષભ શેટ્ટીનું કાસ્ટિંગ છે. ગોવારિકરે ખાસ કરીને મુખ્ય ભૂમિકા માટે સાઉથ એક્ટરની શોધ કરી હતી.