back to top
Homeસ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયા બાદ પાકિસ્તાનમાં હોબાળો:PM શેહબાઝ આ મુદ્દો સંસદમાં ઉઠાવશે;...

ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયા બાદ પાકિસ્તાનમાં હોબાળો:PM શેહબાઝ આ મુદ્દો સંસદમાં ઉઠાવશે; 29 વર્ષ પછી ICC ટુર્નામેન્ટનું આયોજન થયું

યજમાન પાકિસ્તાન એક પણ મેચ જીત્યા વિના ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયું છે. ટીમના ખરાબ પ્રદર્શનથી પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ આ બાબતે કેબિનેટ અને સંસદમાં ચર્ચા કરશે. PMના રાજકીય અને જાહેર બાબતોના સલાહકાર રાણા સનાઉલ્લાહે જિયો ટીવીના કાર્યક્રમ જિયો પાકિસ્તાનમાં આ માહિતી આપી હતી. ચેનલે દાવો કર્યો છે કે આ મામલો સંસદમાં ઉઠાવવામાં આવશે. ગુરુવારે બાંગ્લાદેશ સામેની ટીમની છેલ્લી મેચ રાવલપિંડીમાં વરસાદને કારણે રદ કરવામાં આવી છે. પહેલી મેચમાં પાકિસ્તાનનો ન્યૂઝીલેન્ડ સામે અને બીજી મેચમાં ભારત સામે પરાજય થયો હતો. પાકિસ્તાનને 29 વર્ષ પછી ICC ટુર્નામેન્ટનું યજમાન બન્યું હતું. આ પહેલાં 1996માં પાકિસ્તાને ભારત સાથે મળીને વન-ડે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. PMના સલાહકાર રાણા સનાઉલ્લાહે કહ્યું- અમે આ ટુર્નામેન્ટ માટે 12થી 14 અબજ રૂપિયા ખર્ચ્યા, પણ ટીમ હારી ગઈ. મને આ વાતનું ખૂબ દુઃખ થયું. દુનિયા ક્રિકેટ રમશે અને આપણે દર્શક બની ગયા છીએ. જેટલું ધ્યાન સ્ટેડિયમ પર આપવામાં આવ્યું. ટીમને આટલું બધું આપવું જોઈતું હતું. આખું પાકિસ્તાન આનાથી નિરાશ છે. ટીમ એક પણ મેચ જીતી શકી નહીં, ફક્ત એક જ પોઇન્ટ મેળવ્યો
પાકિસ્તાની ટીમ આ ટુર્નામેન્ટમાં એક પણ જીત મેળવી શકી નથી. ગ્રૂપ-Aના પોઇન્ટ્સ ટેબલમાં ટીમનો ફક્ત એક જ પોઈન્ટ છે. બાંગ્લાદેશને પણ એક પોઇન્ટ મળ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ 4-4 પોઇન્ટ્સ સાથે ટુર્નામેન્ટના સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમ સતત ત્રીજી ICC ટુર્નામેન્ટના લીગ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ
પાકિસ્તાનની ટીમ સતત ત્રીજી વખત ICC ટુર્નામેન્ટના લીગ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે. આ પહેલા પાકિસ્તાની ટીમ T20 વર્લ્ડ કપ-2024 અને 2023 ODI વર્લ્ડ કપમાં ટૉપ-4માં પહોંચી શકી ન હતી. T-20 વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી પણ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીને ઠપકો આપવામાં આવ્યો હતો. તે જ સમયે, ODI વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ, કેપ્ટન, કોચ અને PCB ચીફને દૂર કરવામાં આવ્યા હતા. છેલ્લા 3 ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાનનું પ્રદર્શન

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments