back to top
Homeગુજરાતછેલ્લા આઠ દિવસથી બે બાળકી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો:ભારતનગરની ચાલુ શાળાએ...

છેલ્લા આઠ દિવસથી બે બાળકી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો:ભારતનગરની ચાલુ શાળાએ નરાધમ શિક્ષકે બે બાળાઓને દારૂ પાઇ વારંવાર દુષ્કર્મ આચર્યુ

અમરેલી જિલ્લામા શિક્ષણ જગતને કલંકિત કરનારી એક પછી એક ઘટના સામે આવી રહી છે. વંડામા બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય બાદ હવે અમરેલીમા નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામા બે બાળકીને દારૂ પાઇ તેના પર વારંવાર દુષ્કર્મ આચરતા લોકોના ટોળાએ ભેગા થઇ શિક્ષકને પોલીસના હવાલે કર્યો છે અને મોડી સાંજે પોલીસે આ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. નરાધમ શિક્ષકે માત્ર ધોરણ 4મા ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી. અહી સ્કુલમા ધોરણ 1 થી 5મા માત્ર 17 બાળકો અભ્યાસ કરે છે. અને પ્રિન્સીપાલ ઉપરાંત મહેન્દ્ર કાવઠીયા નામનો શિક્ષક ફરજ બજાવે છે. અહી માત્ર એક જ વર્ગમા તમામ બાળકોને સાથે ધોરણ 1 થી 5 ભણાવાય છે. પ્રિન્સીપાલ રજા પર હોય શિક્ષક એકલો હતો ત્યારે રીસેસમા રૂમનો ઓરડો બંધ કરી તે એક બાળકી સાથે કુચેષ્ઠા કરી રહ્યો હતો. વાલીઓએ દોડી જઇ તેને રંગેહાથ ઝડપ્યો હતો. આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો. બાળકીના વાલીએ આક્ષેપ કર્યો હતો કે તે સ્કુલમા જ દારૂ પીએ છે અને એક બાળકીને પણ બે દિવસ પહેલા દારૂ પાયો હતો જેના કારણે તેને ઉલ્ટી થઇ હતી. બે દિવસ પહેલા એક બાળકીએ ઘરે વાલીને રડતા રડતા તેની સાથે શું થઇ રહ્યું છે તેની વાત કરી હતી. જેને પગલે આજે બપોરે વાલીઓ અને અન્ય લોકોએ રીસેસમા સ્કુલે પહોંચી દરવાજો ખેાલ્યો ત્યારે આ શખ્સના કપડા અસ્તવ્યસ્ત હતા. અને દરવાજો ખોલતા તેણે એક બાળકીને પોતાના પગ પાસે ટેબલ નીચે સંતાડી દીધી હતી. આ શિક્ષક નાસી ન જાય તે માટે યુવાનોએ ફરતા તમામ રસ્તા પર પહેરો ગોઠવી દીધો હતો. અને બાદમા પોલીસને બોલાવી તેના હવાલે કરાયો હતો. વાલીઓએ કહ્યું હતુ કે તેની પાસેથી પ્રિન્સીપાલના રૂમમાથી દારૂની બે બોટલ પણ ઝડપાઇ હતી. આ શખ્સે પોતે એક ભાડાનો શિક્ષક રાખ્યો હતો જે તેના બદલે કલાસરૂમમા બાળકોને ભણાવતો પણ હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે આ બારામા શિક્ષક સામે ગુનો નોંધવા પ્રક્રિયા શરૂ કરાઇ છે. શું કહે છે પીડિત બાળકની માતા ? આ શિક્ષક દ્વારા મારી દીકરી અને પાડોશીની દીકરી સાથે છેલ્લા આઠ દિવસથી આવુ કૃત્ય કરવામા આવતુ હતુ. ગઇકાલે સાંજે રડતા રડતા મારી પુત્રીએ આખી વાત કરી હતી. આ શિક્ષકને રંગેહાથ પકડવા અમે બાળકીને આજે શાળાએ મોકલી હતી. બપોરના સમયે રીસેસમા તેણે રૂમનો દરવાજો બંધ કર્યો હતો. અમે પરિવારના લોકો તે સમયે સ્કુલમા ગયા હતા. દરવાજો ખોલતા જ અમારી બાળકીને તેણે પગ પાસે ટેબલ નીચે સંતાડી દીધી હતી. આ શિક્ષક નશો કરેલી હાલતમા હતો અને મારી પુત્રી સાથે ખરાબ કામ કરી રહ્યો હતો. તેના કપડા અસ્તવ્યસ્ત હતા. બે દિવસ પહેલા તેણે મારી પુત્રીને દારૂ પીવડાવ્યો હતો. તને શરદી છે અને શીરપ આપુ છું તેમ કહી દારૂ પીવડાવતા મારી પુત્રીને ઉલ્ટીઓ થઇ હતી. આવી વ્યકિતને ફાંસીની સજા થવી જોઇએ. આજે અમારી દીકરી સાથે બન્યુ છે, કાલે કોઇપણની દીકરી સાથે બની શકે છે. અમે પ્રિન્સીપાલની ઓફિસમાથી દારૂની બે બોટલ પકડીને દીધી છે. અને આ શિક્ષક ફરજ પર હતો ત્યારે પણ પીધેલી હાલતમા હતો. શિક્ષક છાત્રાઓને મોબાઇલ પર ગંદી ફિલ્મો બતાવતો હતો ભારનગનરની શાળામાંથી પકડાયેલા શિક્ષકની કામલીલાના અનેક કરતુતો બહાર આવ્યા છે. બાળાઓએ તેમના વાલીને એવુ પણ જણાવ્યું હતુ કે આ શિક્ષક મોબાઇલ પર તેમને ગંદી ફિલ્મો પણ બતાવતો હતો. વંડાની બીલખીયા સ્કુલના શિક્ષક અને આચાર્ય સહિત 3 સામે વધુ એક છાત્ર સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યની રાવ વંડાની બીલખીયા સ્કુલમા હોસ્ટેલમા રહેતા છાત્રો સાથે એક શિક્ષકે સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્ય કર્યાની જુદીજુદી બે ફરિયાદ નોંધાયા બાદ હવે શિક્ષક વિશાલ સાવલીયા અને આચાર્ય વિજય સહિત ત્રણ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેમા વિશાલ સાવલીયાએ એક છાત્રને છ માસ સુધી અલગ અલગ જગ્યાએ બોલાવી 20 વખત સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્ય આચર્યુ હતુ. આ અંગે પ્રિન્સીપાલ વિજયને વાત કરાતા તેમણે ગુનો દાખલ નહી કરાવી ઘટનાને છુપાવી દીધી હતી. લીલીયા પંથકમા શિક્ષકોને પરેશાન કરી મુકયા હતા મહેન્દ્ર કાવઠીયા અગાઉ લીલીયાના બવાડાની શાળામા ફરજ બજાવતો હતો. તે સમયે શિક્ષકો અને શાળાઓ સામે આરટીઆઇ કરી અરજીઓ કરી અનેક શિક્ષકોને પરેશાન કરી મુકયા હતા. ત્યારબાદ બદલીના કેમ્પમા દોઢેક વર્ષ પહેલા ભાગ લઇ તે અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામા આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments