નવ્ય-ભવ્ય-દિવ્ય અને ડિજિટલ મહાકુંભ સમાપ્ત થયો છે. 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું. આવી સ્થિતિમાં તંત્ર સામે ગંગા-યમુનાની સ્વચ્છતા જાળવવી એ એક મોટો પડકાર હતો. આ માટે માત્ર મેન્યુઅલ જ નહીં પરંતુ હાઈટેક મશીનો પણ લગાવવામાં આવ્યા હતા. ટ્રૅશ સ્કિમર મશીનોએ આમાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. સંગમમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા ફૂલો અને પાંદડાઓના ઢગલા થયા હતા. એક દિવસમાં 15-20 ટન કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. આ સિવાય, ઘાટ, રસ્તા અને ટેન્ટ સિટીની સફાઈ માટે 16 હજાર સફાઈ કામદારોએ દિવસ-રાત કામ કર્યું. વિડિઓ જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો…