back to top
Homeગુજરાતપરિવાર વચ્ચે સૂતેલા બાળકને દીપડો ખેંચી ગયો:અમરેલીમાં વધુ એક બાળક શિકાર બન્યું,...

પરિવાર વચ્ચે સૂતેલા બાળકને દીપડો ખેંચી ગયો:અમરેલીમાં વધુ એક બાળક શિકાર બન્યું, ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાં રાજસ્થળી રેવન્યુ વિસ્તારનો બનાવ

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાં દીપડાના હુમલામાં બે વર્ષના બાળકનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના દલખાણિયા રેન્જના હીરાવા બીટના રાજસ્થળી રેવન્યુ વિસ્તારમાં વહેલી સવારે બની હતી. મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના પરપ્રાંતીય મજૂરોમાં ભયનું વાતાવરણ સર્જી રહી છે. ખેતરમાં પરિવાર સૂતો હતો
રાજસ્થળી રેવન્યુમાં મનુભાઈ લખમણભાઈ શેલડિયાની વાડીમાં પરપ્રાંતીય મજૂરો રાત્રે સૂતાં હતા. આ દરમિયાન દીપડાએ બે વર્ષના બાળક બીટુ સુંદરસિંહ મીનાવાને ઉઠાવી લીધો અને તેને ફાડી ખાધો હતો.
મૃતક બાળક બીટુ સુંદરસિંહ મીનાવા (ઉંમર 2 વર્ષ) મધ્યપ્રદેશના રતન ઢોલા, હનુમાનધારનો રહેવાસી હતો. વન વિભાગની તાત્કાલિક કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ દલખાણિયા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. દીપડાને પકડવા માટે વન વિભાગે તાત્કાલિક કવાયત હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ આવી
સતત રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામ્ય વિસ્તારના લોકોએ હવે પોતાના ઘર પાસે સીસીટીવી કેમેરા લગાવવાની શરૂઆત કરી છે. જેના કારણે સહેલાઈથી દીપડાની હાજરી કેમેરામાં કેદ થાય છે, જેથી તેઓ વન વિભાગને જાણ કરીને પાંજરા મૂકવાની વાત કરે છે. જાગૃતિના કારણે દીપડા પકડાવવામાં વન વિભાગને સહેલાઈ થાય છે. ઘરમાં ઘૂસી બાળકનું માથું પકડી શિકારનો પ્રયાસ
ગત 17મી ફેબ્રુઆરીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામમાં વહેલી સવારે એક દીપડાએ 8 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. ગૌશાળા નજીક નદી કાંઠા વિસ્તારમાં આવેલા દેવીપૂજક પરિવારના ઘરે દીપડો ઘૂસી આવ્યો હતો અને વૈભવ નરસીભાઈ સોલંકી નામના બાળકનું માથું પકડી શિકારનો પ્રયાસ કર્યો હતો. જો કે, બૂમાબૂમ થતાં દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકને પ્રથમ રાજુલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને કારણે વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકની સારવાર માટે પ્રાથમિક વ્યવસ્થા કરી હતી. ખાંભાના પચપચિયામાં ખેતરમાં સૂતેલા બાળકનો ઢસડીને શિકાર
24 ડિસેમ્બરે ખાંભા તાલુકાના પચપચિયા ગામની સીમમાં એક પરિવાર ઝૂંપડામાં સૂતો હતો, જેમાં ઉના તાલુકાના સામતેર ગામનો 10 વર્ષનું બાળક મયૂર જિતુભાઇ સોરઠિયા પરિવાર વચ્ચે સૂતું હતું. દરમિયાન દીપડો લપાતોછુપાતો આવી બાળકને ઢસડી 500 મીટર દૂર બાવળની ઝાડીઓ સુધી લઈ જઈ શિકાર કર્યો હતો. દીપડાએ બાળકને ફાડી ખાધા બાદ એ નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ ખાંભા રેન્જ વન વિભાગને થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાળકના શરીરના હાથ, પગ સહિત કેટલાક અવશેષો મળતાં ખાંભા હોસ્પિટલમાં પીએમ માટે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. સીમ વિસ્તારમાં દીપડા દ્વારા બાળકના શિકારની વધતી ઘટનાને લઇને સ્થાનિક ખેડૂતોમાં ફફડાટની સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચિત્રાસરમાં દીપડાએ બાળકીનું ગળું પકડી મારી નાખી
જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામની સીમમાં બાળકી પર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી. માતા-પિતા કપાસ વીણી ઘરે જવાની તૈયારી કરતાં હતાં. દીપડો બાળકીને ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યો હતો. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન બાળકીને ગંભીર ગળાના ભાગે ઇજાઓ હોવાને કારણે તેનું મોત થયું હોવાનું ફરજ પરના ડોક્ટરે જાહેર કર્યું હતું દીપડાનો શિકાર કોણ-કોણ?
સામાન્ય રીતે ખેડૂતો નીચે વળીને કાપણી કરતા હોય છે, જેથી દીપડો નીચે વળીને કામ કરતા ખેડૂતોને પોતાનો શિકાર સમજી બેસે છે. પોતાની આઈ સાઈટ સામે આવતાં જે કોઈપણ શિકાર હોય, જેમ કે નાનું બાળક, કૂતરા, ભૂંડ, મરઘા કે ખેતીમાં વળીને કામ કરતા ખેતરોમજૂરો આ તમામ દીપડાને પોતાનો શિકાર લાગે છે, જેથી એ આવા સરળ લાગતા શિકાર પર હુમલો કરે છે, એટલે ખેડૂતોએ સમયાંતરે ઊભા થઈને કામ કરવું જોઈએ એવી સલાહ વન વિભાગે આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments