વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરના વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આ ગોડાઉનમાં મુખ્યત્વે કોટન અને ચીંધીનો ભંગાર સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આગની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ઉમરગામ નગરપાલિકા અને નોટિફાઇડ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. કોટન અને ચીંધીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી આગ પર કાબૂ મેળવવાનું કાર્ય મુશ્કેલ બન્યું હતું. આગથી થયેલા નુકસાન અને આગ લાગવાના કારણો અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી.