back to top
Homeબિઝનેસ1996 બાદ પહેલી વાર બજારમાં સતત 5 મહિના સુધી ઘટાડો:ઓટો-FMCGમાં 20%થી વધુનો...

1996 બાદ પહેલી વાર બજારમાં સતત 5 મહિના સુધી ઘટાડો:ઓટો-FMCGમાં 20%થી વધુનો ઘટાડો, વિદેશી રોકાણકારો ચીનના બજારમાં રોકાણ કરી રહ્યા છે

ઓક્ટોબર 2024થી, નિફ્ટી દર મહિને ઘટાડા સાથે બંધ થયો છે. 5 મહિનામાં તેમાં 12%નો ઘટાડો થયો છે. 1996 પછી આ પહેલી વાર છે જ્યારે બજારમાં સતત પાંચ મહિના સુધી ઘટાડો થયો છે. આ પહેલા 1996માં, બજારમાં જુલાઈથી નવેમ્બર સુધી સતત 5 મહિના સુધી ઘટાડો નોંધાયો હતો. આ 5 મહિના દરમિયાન, નિફ્ટી 50 ઇન્ડેક્સ 26% ઘટ્યો હતો. 1. છેલ્લા 5 મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં કેટલો ઘટાડો થયો છે? 30 સપ્ટેમ્બર, 2024ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 474 લાખ કરોડ રૂપિયા હતું, જે 28 ફેબ્રુઆરીના રોજ ઘટીને 385 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. એટલે કે, 5 મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં 89 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. 2. શેરબજારમાં સતત ઘટાડાનાં કારણો શું છે? 3. આ ઘટાડામાં રોકાણકારોએ શું કરવું જોઈએ? એસેટ મેનેજમેન્ટ ફર્મ ફર્સ્ટ ગ્લોબલના એમડી દેવીના મેહરા કહે છે કે અમેરિકાથી યુરોપ સુધી કરવામાં આવેલા એકેડેમિક સ્ટડીઝ દર્શાવે છે કે જ્યારે પણ લોકો બજારમાં રોકાણ કરવા અંગે નર્વસ અથવા ચિંતિત હોય છે, ત્યારે બજારે એવરેજથી વધુ વળતર આપ્યું છે. એટલે કે, જ્યારે પણ તમને લાગે કે તમારે શેર વેચવા જોઈએ, SIP બંધ કરી દેવી જોઈએ અને બજારમાંથી બહાર નીકળી જવું જોઈએ, ત્યારે બજારમાં રોકાણ કરવાનો તે શ્રેષ્ઠ સમય છે. ચાલો આને બે ઉદાહરણો દ્વારા સમજીએ: એટલે કે, જ્યારે પણ બજારમાં ઘટાડો થયો છે, ત્યારે તેમાં ઝડપી રિકવરી પણ જોવા મળી છે. આવી સ્થિતિમાં, જે રોકાણકારોએ પહેલાથી જ રોકાણ કર્યું છે તેમણે તેમનું રોકાણ ચાલુ રાખવું જોઈએ. જે લોકો નવું રોકાણ કરવા માંગે છે તેઓ થોડુ થોડુ કરીને રોકાણ કરી શકે છે. ​​​​4. શું ગ્લોબલ માર્કેટમાં પણ ઘટાડો થયો છે? 5. ઇતિહાસમાં કેટલા મહિનાથી ભારતીય બજાર સતત ઘટ્યું છે? નિફ્ટી 50 ઇન્ડેક્સ જુલાઈ 1990માં શરૂ થયો હતો. ડેટા દર્શાવે છે કે નિફ્ટી 50 એ 1995માં તેનું સૌથી ખરાબ માસિક પ્રદર્શન નોંધાવ્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર 1995થી એપ્રિલ 1996 સુધી સતત આઠ મહિના સુધી નિફ્ટીમાં ઘટાડો થયો હતો. આ સમયગાળા દરમિયાન, 31%થી વધુનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments