ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 11મી મેચ આજે સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમે બે-બે મેચ રમી છે. સાઉથ આફ્રિકા એક મેચ જીતી ગયું અને બીજી મેચ ધોવાઈ ગઈ. દરમિયાન, ઇંગ્લેન્ડ પોતાની પહેલી જીતની શોધમાં છે. સાઉથ આફ્રિકાની પાછલી મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી, પરંતુ આ મેચ જીતીને ટીમ સેમિફાઈનલમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, પહેલી બે મેચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલી ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટનો અંત જીત સાથે કરવા માંગશે. મેચ ડિટેઇલ્સ, 10મી મેચ
SA Vs ENG
તારીખ: 1 માર્ચ
સ્ટેડિયમ: નેશનલ સ્ટેડિયમ, કરાચી
સમય: ટૉસ – બપોરે 2:00 વાગ્યે, મેચ શરૂ – બપોરે 2:30 વાગ્યે અફઘાનિસ્તાન ઇંગ્લેન્ડ-દક્ષિણ આફ્રિકા મેચ પર નિર્ભર
ગઈકાલે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની મેચ વરસાદના કારણે રદ થઈ. આ પછી બન્ને ટીમને એક-એક પોઇન્ટ મળ્યો. ત્યારે ઓસ્ટ્રેલિયાના કુલ 4 પોઇન્ટ થતા તેઓ સેમિફાઈનલમાં પહોંચ્યા છે. જ્યારે અફઘાનિસ્તાનના 3 પોઈન્ટ છે. સાઉથ આફ્રિકાના પણ 3 પોઈન્ટ છે. જોકે, નેટ રન રેટમાં આફ્રિકા આગળ છે. જો સાઉથ આફ્રિકા આગામી મેચ જીતી જાય તો અફઘાનિસ્તાન બહાર થઈ જશે. તે જ સમયે, જો આફ્રિકા મોટા માર્જિનથી હારી જાય છે, તો અફઘાનિસ્તાન ટૉપ-4 માં પહોંચી જશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમ 4 વખત એકબીજા સામે ટકરાઈ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમ ચોથી વખત આમને-સામને થશે. આમાં, 2 મેચ સાઉથ આફ્રિકા અને 2 મેચ ઇંગ્લેન્ડે જીતી હતી. બંને વચ્ચે કુલ 70 વન-ડે રમાઈ હતી. ઇંગ્લેન્ડે 34 અને સાઉથ આફ્રિકાએ 30 જીત મેળવી છે. 5 મેચનું પરિણામ નક્કી આવી શક્યું નથી, જ્યારે 1 મેચ ટાઈ રહી હતી. ટુર્નામેન્ટમાં ટીમ માટે રિકેલ્ટને સૌથી વધુ રન બનાવ્યા
આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સાઉથ આફ્રિકા માટે રાયન રિકેલ્ટને સૌથી વધુ રન બનાવ્યા છે. કેપ્ટન ટેમ્બા બાવુમા બીજા નંબરે છે. તેણે 1 મેચમાં 76.31ના સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવ્યા છે. બોલિંગમાં કાગીસો રબાડા 3 વિકેટ સાથે ટોચ પર છે. ઇંગ્લેન્ડ તરફથી ડકેટે સૌથી વધુ રન બનાવ્યા
આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડ માટે બેન ડકેટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 2 મેચમાં 203 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી મેચમાં ડકેટે સદી (165) ફટકારી હતી. ઝડપી બોલર જોફ્રા આર્ચરે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 2 મેચમાં 4 વિકેટ લીધી છે. છેલ્લી મેચમાં તેને એક વિકેટ મળી હતી. પિચ રિપોર્ટ
કરાચીના નેશનલ સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટર્સ માટે અનુકૂળ હોય છે. જોકે, કરાચીની પીચ પર સ્પિનરોને થોડો ટર્ન મળી શકે છે. અત્યાર સુધીમાં અહીં 58 વન-ડે રમાઈ ચૂકી છે. પહેલા બેટિંગ કરનારી ટીમે 28 મેચ જીતી છે અને પહેલા બોલિંગ કરનારી ટીમે પણ એટલી જ મેચ જીતી છે. તે જ સમયે, બે મેચનું પરિણામ નક્કી થઈ શક્યું નહીં. અહીંનો સૌથી વધુ સ્કોર 355/4 છે, જે પાકિસ્તાને આ વર્ષે સાઉથ આફ્રિકા સામે બનાવ્યો હતો. હવામાન અહેવાલ
શનિવારે કરાચીમાં હવામાન ખુશનુમા રહેશે. સવારે તડકો રહેશે અને કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે. પરંતુ, વરસાદની કોઈ શક્યતા નથી. તાપમાન 16થી 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. તે જ સમયે, પવન 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
સાઉથ આફ્રિકા (SA): ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાયન રિકેલ્ટન, ટોની ડી જ્યોર્જી, રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરમ, ડેવિડ મિલર, વેન મુલ્ડર, માર્કો યાન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એન્ગિડી. ઇંગ્લેન્ડ (ENG): જોસ બટલર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), બેન ડકેટ, જેમી સ્મિથ, જો રૂટ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને માર્ક વુડ.