back to top
Homeગુજરાતરાજકોટ ક્રાઈમ ન્યુઝ:સગીરાને ભગાડી જતા શખ્સની ગોરખપુરથી અટકાયત : પોલિસે ધરપકડની તજવીજ...

રાજકોટ ક્રાઈમ ન્યુઝ:સગીરાને ભગાડી જતા શખ્સની ગોરખપુરથી અટકાયત : પોલિસે ધરપકડની તજવીજ હાથ ધરી

રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતાં 34 વર્ષીય મહિલાએ આરોપી તરીકે અજાણ્યાં શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ તેના પિતાને ઘરે રહે છે અને ઘરે બેઠા જ ઈમીટેશનનુ કામ કરે છે. તેણીના લગ્ન 17 વર્ષ પહેલા ગોંડલ રહેતા યુવક સાથે થયા હતા અને સંતાનમા 15 વર્ષીય એક દીકરી અને એક દીકરો છે. બાદમાં તેઓને મનમેળ ન થતાં પતિ સાથે છૂટાછેડા લઈ તેણી બંને બાળકો સાથે રેલનગરમાં રહેતાં તેના પિતાના ઘરે રહેવાં આવતી રહી હતી.ગત તા.22 ના સવારના 8 વાગ્યાની આસપાસ તેમનો દીકરો અને દીકરી બંને રેલનગર મેઇન રોડ પર આવેલ ઓમ સ્ટડી પોઇન્ટમા ટયુશનમા ગયેલ હતા. જ્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ફરિયાદીની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી અપહરણ કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધી પીએસઆઈ બેલીમ અને ટીમે મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા આરોપી યુપીમાં હોવાની ચોક્કસ બાતમી મળતાં ટીમે યુપીમાં ધામા નાંખ્યા હતાં અને સોહિલને ગોરખપુરથી અટકાયત કરી સગીરાને મુક્ત કરાવી હોવાનુ જાણવા મળી રહ્યું છે. હાલ પ્ર. નગર પોલીસની ટીમ બંનેને રાજકોટ લાવવા રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે, સગીરાની માતાએ મીડિયા સમક્ષ પણ આવ્યાં હતાં અને જણાવ્યું હતું કે, તેમની પુત્રી ટ્યુશનમાં ગઈ બાદ લાપતા બની હતી. તેમને શંકા છે કે, તેમની ભાઈની હોટલમાં કામ કરતો પડધરીનો સોહિલ નામનો શખ્સ જ લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે તેમજ તેમની પુત્રીએ તેઓને મેસેજ કર્યા હતાં કે, હું સાહિલ સાથે છું અને ખુશ છું. જે બાદ તે શખ્સે પણ સગીરાને સાથે રાખી વિડીયો બનાવી વાયરલ કર્યા હતાં. જેમાં સગીરાની માતા પર ગંભીર આક્ષેપો કર્યા હતાં.પડધરીનો સોહિલ રેલનગરની સગીરાને ભગાડી નાસી છૂટ્યો હતો. જે બાદ સાહિલનો ભોગ બનનાર વધું એક યુવતી મીડિયા સામે આવી હતી અને જણાવ્યું હતું કે, ચારેલ વર્ષ સુધી તેનું શોષણ કર્યું હતું અને પોતે પરિણીત હોવા છતાં મારી સાથે લગ્ન કરશે તેમ કહી વિશ્વાસમાં લઈ શોષણ કર્યું હતું અને આકરી સજા કરવા માંગ કરી હતી. પોલિસે વિધર્મી શખ્સની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. સેલ્ફ ડ્રાઈવના નામે 50 લક્ઝરીયસ કાર બારોબાર વેચાણ કરી છેતરપિંડી આચરતા આરોપીની જામીન અરજી મંજૂર રાજકોટમાં સેલ્ફ ડ્રાઈવના નામે અનેક મોંઘી લકઝરી કાર ભાડે લઈને બારોબાર વેચાણ આપવા બાબત છેતરપીંડી તેમજ વિશ્વાતઘાતના ગંભીર ગુનામાં થયેલ એફ.આઈ.આર સામે આરોપી કાનજી કોટડીયા દ્વારા ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજી કરતા જામીન અરજી ડિસ્ટ્રીક્ટ કોર્ટે મંજુર કરેલ છે.કેસની વિગત મુજબ, રાજકોટ ખાતે રહેતા ફરીયાદી તથા અન્ય સાહેદો દ્વારા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી કાનજી કોટડીયા સામે લક્ઝરી કાર ભાડેથી લઈને થોડા સમય ભાડુ આપી અને ત્યાર બાદ ભાડુ ન ચૂકવી, તમામ મોંઘી કાર અન્ય ઈસમોને બારોબાર વેચાણ કરી હોવાની ફરીયાદ આપી હતી. પોલીસે આઈ.પી.સી કલમ 406,420,114 મુજબ ગુનો નોંધ્યો હતો. આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ થઈ હતી. જે પછી જેલમાં રહેલા આરોપી કાનજી કોટડીયાએ રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી. પ્રોસીક્યુશન દ્વારા આરોપીએ ગંભીર નાણાકીય ફ્રોડ કરેલ હોય, આશરે 50 જેટલી કાર બારોબાર વેચાણ કરી છેતરપીંડી કરેલ હોય, જે બાબતે અલગ અલગ પોલીસ મથકે વિવિધ ગુના નોંધાયા હોય, જેથી જામીન અરજીનો વિરોધ કરેલ હતો. જોકે આરોપીના એડવોકેટ રક્ષિત રૈયાણીએ દલીલો તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન અંગે પ્રસ્થાપિત સિધ્ધાંત રજુ રાખી તેમજ હાઈકોર્ટના ચુકાદા રજુ કરતા કોર્ટ દ્વારા આરોપીના રેગ્યુલર જામીન મંજુર કરતો હુકમ કરેલ છે. મણીયાર દેરાસરમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયો, મદિરાપાન કરવાના પૈસા ઘટતા ચોરી કર્યાની કબૂલાત રાજકોટમાં કસ્તુરબા મેઈન રોડ પર આવેલ મણીયાર દેરાસરમાં ચોરી કરનાર તસ્કરને એલસીબી ઝોન-2 ની ટીમે સંતોષીનગરમાંથી ઝડપી લીધો છે.દારૂ પીવાના રૂપીયા ઘટતાં હાથફેરો કર્યો હોવાની કબૂલાત આપી હતી. પોલિસે પરચુરણ સહિત રૂ.2350 ની રોકડ કબ્જે કરી છે. આઇ.વે. પ્રોજેક્ટના કેમેરાનો ઉપયોગ કરી તેમજ બનાવ સ્થળ વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેઝ, બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ કરતાં સ્ટાફને સંયુકત બાતમીના આધારે ચોરને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરના શ્રોફ રોડ પર શારદાબાગ સામે કીરીટભાઇ રહેચંદભાઈ સંઘવી (ઉ.વ.72) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પરાબજારમા દલાલ હેમલકુમાર એન્ડ કંપની નામની દુકાનમાં વેપાર કરે છે.તેમજ રાજકોટ જૈન તપગચ્છ સંઘ નામની સંસ્થામા સેક્રેટરી છે. સંસ્થાની અંડરમાં ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ મણીયાર જીનાલય જૈન મંદિરની દેખરેખ રાખે છે. મંદીરના પરિસરમાં અંદર તથા બહારના ભાગે અલગ અલગ દાનપેટીઓ રાખવામા આવેલ અને મંદીરમા રાતે તથા દિવસના સીકયુરીટી રાખવામા આવેલ છે.ગત તા.27 ના વહેલી સવારે તેઓ ઘરે હતાં ત્યારે 4 વાગ્યે જૈન મંદીરના વહીવટકર્તા દીપકભાઇ મહેતાનો ફોન આવેલ કે, જૈન મંદીરના પરિસરમા મંદીરના બહારના ભાગે રાખવામા ત્રણ આવેલ દાનપેટી તુટેલ છે અને તેમાથી રોકડ રકમની ચોરી થયેલ છે. ચોકીદારને બનાવ બાબતે પુછતા જણાવેલ કે, તા.26 રાત્રીના 2 વાગ્યાથી 3 વાગ્યા દરમ્યાન મંદીરના પરિસરમાં અવાજ આવતા હુ જાગેલ અને જોયેલ તો એક શખ્સ બહારના ભાગે રાખવામા આવેલ દાન પેટી તોડી તેમાથી રોકડ રકમની ચોરી કરતો હોય મે ત્યા રાડારાડી કરતા તે ભાગી ગયેલ હતો. મંદીરમાં બહારના ભાગે દાન પેટીમાંથી ત્રણ દાનપેટી તોડી તેમા દાન પેટે આવેલ રકમ આશરે રૂ.2 હજાર જેટલી આવેલ હોય તે અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયેલ હોવાનું સામે આવતાં અત્યાર સુધી તસ્કર બાબતે તપાસ કરતાં તેની કોઈ ભાળ ન મળતા ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એલસીબી ઝોન-2 ની ટીમે સંતોષીનગરમાંથી આરોપી સાગર દિલુ કરસાંગીયા (ઉ.વ.30),( રહે. જામનગર રોડ ઘંટેશ્વર 25 વારીયા મ.પરા) ને પકડી પાડી રોકડ રૂ.2350 કબ્જે કર્યા હતાં.આરોપીની પૂછતાછમાં તે છૂટક કપડા વેંચવાનો ધંધો કરે છે અને સિવિલ હોસ્પિટલ ચોકમાં પડ્યો પાથર્યો રહે છે. તે દારૂ પીવાની ટેવ વાળો હોય જેથી ચોરીના દિવસે દારૂ પીવાના રૂપીયા ન હોવાથી નજીકમાં આવેલ દેરાસરમાં ચોરી કરી હોવાંની કબુલાત આપી હતી. ગૃહ કંકાશ – આર્થિક ભીંસમાં ઝેરી દવા પી જતા સંતોષ ભેળના સંચાલકનુ સારવારમાં મોત 150 ફૂટ રીંગ રોડ પર બિગ બાઝાર પાછળ ચંદ્રેશ પાર્કમાં રહેતા અને બિગ બાઝાર સામે જ સંતોષ ભેળ નામની દુકાન ધરાવતા વિમલ છગનભાઇ ટાંક (ઉ.વ.30) નામના યુવકે ગત તા.27ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક તુલસીબાગ પાસેના હરીનગરની દીવાલે ઝેરી દવા પી લેતા પરિવારજનો શોધખોળ કરતા હતા ત્યારે સ્કૂટર અને વિમલભાઈ ત્યાં જોવા મળતા તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા. 2 દિવસની સારવાર બાદ ગત રાત્રીના દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવના પગલે યુનિવર્સીટી પોલીસ હોસ્પિટલએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.આપઘાત કરનાર વિમલભાઈ એક ભાઈ બે બહેનમાં નાના હતા અને સંતાનમાં એક દીકરી છે. પ્રાથમિક વિગતોમાં ગૃહક્લેશ અને આર્થિક ભીંસથી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. પોલીસે તપાસ યથાવત રાખી છે. બનાવથી પરીવારમાં આક્રંદ છવાયો હતો. કેવડાવાળીમા રાત્રે સ્પીડ બ્રેકર ન દેખાતા અકસ્માતમાં 5 બહેનોના એક માત્ર ભાઈનું મૃત્યુ શહેરના કેવડાવાળી વિસ્તારમાં રહેતો તરુણ લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડી રાત્રિના સમયે માસિયાઈ ભાઈ સાથે પરત આવતો હતો ત્યારે સ્પીડ બ્રેકર ન દેખાતા અકસ્માત થયો હતો અને ટૂંકી સારવાર દરમિયાન જ તરુણનુ મૃત્યુ નિપજ્યું હતું. લલુળી વોકળી પાસે રહેતો પરેશ મુકેશભાઈ શેખલીયા (ઉ.14) તેના માસીયાઈ ભાઈ સુમીત રાકેશભાઈ પરમાર (ઉ.20) (રહે. લલુળી વોકળી પાસે) સાથે બાઈકમાં ભગવતીપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા. જયાંથી તેઓ મોડી રાતના 12-30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે પરત ફરતા હતા. ત્યારે કેવડાવાડીમાં સ્પીડ પ્રેકર આવતા તે બાઈક ચાલકને દેખાયો ન હતો અને બન્ને બાઈક સાથે ગોથુ મારી ગયા હતા. બનાવ સ્થળે દોડી આવેલ લોકોએ બન્નેને ઈજાગ્રસ્ત હાલતમાં જ 108 મારફત સારવારમાં ખસેડાયા હતા. જયાં 14 વર્ષીય પરેશનું ટુંકી સારવારમાં જ મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે જાણ કરતા ભકિતનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. મૃતક 5 બહેનનો એકનો એક ભાઈ હતો. તરૂણના મોતથી પરીવારમાં શોક છવાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments