સિંગર મીકા સિંહ સતત ચર્ચામાં રહેતા હોય છે, તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેણે પોતાનું મુંબઈનું ઘર શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન દ્વારા ડિઝાઇન કરાવ્યું હતું. મીકાએ જણાવ્યું કે જ્યારે તેણે શાહરુખને ગૌરી સાથે આ વિશે વાત કરવા કહ્યું, ત્યારે એક્ટરે મજાકમાં કહ્યું, ના યાર, રહેવા દે એ લૂંટી લેશે અને મોંઘુ બનાવશે. પિંકવિલા સાથે વાત કરતાં મિકાએ કહ્યું, ‘શાહરુખ ખૂબ જ દયાળુ અને ખૂબ જ સારા સ્વભાવનો મિત્ર છે. તે મારા માટે ભાઈ જેવો છે. તે મને ખૂબ પ્રેમ કરે છે. ભલે મેં તેની સાથે બહુ ઓછા ગીતો કર્યા છે, પરંતુ તો પણ અમારું બોન્ડિંગ ખૂબ સારું છે. મીકાએ ખુલાસો કર્યો કે તેણે શાહરુખને તેના ઘરના ઇન્ટિરિયર માટે ગૌરી સાથે વાત કરવા રિક્વેસ્ટ કરી હતી. આના જવાબમાં શાહરુખે મજાકમાં કહ્યું, ‘ના દોસ્ત, તે તને લૂંટી લેશે અને ખૂબ જ મોંઘું બનાવશે. આ પછી તેણે કહ્યું, તું જાતે જ વાત કરી લે. મીકાએ જણાવ્યું કે ગૌરીએ ઘર ડિઝાઇન કરતાં પહેલા પોતાની શરત રાખી હતી. ગૌરીએ કહ્યું હતું કે જ્યારે તે ઘર ડિઝાઇન કરશે, ત્યારે મીકા તેને કોઈપણ પ્રકારના પ્રશ્નો પૂછશે નહીં. મીકાના મતે, તેણે ક્યારેય તેના ઘરમાં લીલો રંગ વાપર્યો નથી, તે ફક્ત બેજ રંગનો ઉપયોગ કરે છે. પણ આ ઘરમાં વચ્ચે એક લીલો સોફા મૂકવામાં આવ્યો છે. આ ઘર બનાવવામાં લગભગ બે વર્ષ લાગ્યા. આ સમય દરમિયાન મિકાએ ગૌરીને ક્યારેય કોઈ પ્રશ્ન પૂછ્યો નથી. તે પોતાનું ઘર જોવા પણ ગયો ન હતો. આ તેમનું 99મું ઘર છે. ગૌરી ખાને ઘણા સ્ટાર્સના ઘર ડિઝાઇન કર્યા છે. આમાં અનન્યા પાંડેથી લઈને સિદ્ધાર્થ મલ્હોત્રા સુધીના નામ સામેલ છે. ઉપરાંત, ગૌરી અને શાહરુખ ખાન ટૂંક સમયમાં તેમના બાંદ્રા સ્થિત ઘર ‘મન્નત’ થી શિફ્ટ થશે કારણ કે ઘરનું રિનોવેશન થવા જઈ રહ્યું છે.