સિંગર મીકા સિંહ બિપાશા બાસુ અને કરન સિંહ ગ્રોવર સાથે ફિલ્મમાં કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં, મિકાએ કહ્યું છે કે- ક્રાઇમ થ્રિલર પ્રોજેક્ટ ‘ડેન્જરસ’ માં એક્ટ્રેસ બિપાશા બાસુ સાથે કામ કરવાનો અનુભવ મારા માટે ખૂબ જ ખરાબ રહ્યો હતો. સિંગરે આ બંનેના કારણે થયેલા મોટા નુકસાન વિશે વાત કરી અને તેમના અન પ્રોફેશનલ વલણ વિશે પણ વાત કરી. ‘નખરાઓના કારણે નથી મળી રહ્યું કામ’
પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં મીકા સિંહે ખુલાસો કર્યો કે, તેણે એક પ્રોજેક્ટમાં ઘણા પૈસા રોકાણ રોક્યા હતા, જેનું પ્રારંભિક બજેટ લગભગ 4 કરોડ રૂપિયા હતું. જોકે, અંતિમ ખર્ચ વધીને 14-15 કરોડ રૂપિયા થયો. તેણે કહ્યું કે આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં 50 લોકોની ટીમ સાથે થયું હતું, પરંતુ બિપાશા બાસુએ તેમાં અવરોધો ઊભા કરવાનું શરૂ કર્યું ત્યારે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ. ‘બિપાશાના કારણે હું હેરાન થઈ ગયો હતો’
મીકાએ ‘ડેન્જરસ’ના મેકિંગનો કિસ્સો યાદ કર્યો. શરૂઆતમાં તેણે કરન સિંહ ગ્રોવર અને ઓછા બજેટની એક્ટ્રેસ સાથે ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું. પરંતુ જ્યારે બિપાશાએ આ પ્રોજેક્ટનો ભાગ બનવાનો આગ્રહ રાખ્યો ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. હું બીજી એક્ટ્રેસને કાસ્ટ કરવા માંગતો, પણ તે તેનો ભાગ બનવા માંગતી હતી. શૂટિંગ લંડનમાં થયું હતું. બજેટ 4 કરોડ રૂપિયાથી વધીને 14 કરોડ રૂપિયા થયું. પછી સેટ પર બિપાશા બાસુના નખરાઓ શરૂ થયા. એક્ટ્રેસ સેટ પર મોડી આવતી. મીકાએ દાવો કર્યો હતો કે સ્ક્રિપ્ટમાં અમુક સીન જરૂરી હોવા છતાં,તેને કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. તે બંને કપલની ભૂમિકા ભજવી રહ્યાં હતાં.તેમનો એક કિસિંગ સીન હતો. ડિરેક્ટર અને લેખકે આનું આયોજન પહેલાથી જ કરી લીધું હતું, પરંતુ બિપાશાએ છેલ્લી ઘડીએ ના પાડી દીધી. અચાનક, તેણે ગુસ્સો કર્યો કે તે સીન નહીં કરે અને આ વર્તનથી વધુ સમસ્યાઓ ઊભી થઈ. મિકાએ એ પણ શેર કર્યું કે મેં ફી ચૂકવવામાં ક્યારે વિલંબ કર્યો નથી. પરંતુ ડબિંગ દરમિયાન પણ બિપાશાએ મને ખૂબ દુઃખી કરી દીધો, એક્ટ્રેસ બહાના કાઢવા લાગી કે તેને ગળામાં દુખાવો રહે છે. ક્યારેક બિપાશા બીમાર હોય તો ક્યારેક કરન બીમાર હોય. આવી રીતે બંને એ મને હેરાન કરી દીધો હતો. હાલ સિંગરે કહ્યું કે બિપાશા-કરણને તેમના કર્મનું ફળ મળી રહ્યું છે અને તેમને હવે કોઈ કામ આપવા તૈયાર નથી. તે બંને મારા ફેવરિટ હતા. જો તમે કોઈ વ્યક્તિને દુઃખી કરો છો, તો ભગવાન પણ તેની નોંધ લે છે. મુશ્કેલીઓ હોવા છતાં પ્રોજેક્ટ પૂરો કર્યો
તેમણે ખુલાસો કર્યો કે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં, તેણે આ પ્રોજેકટ પૂર્ણ કર્યો પરંતુ તેને ભારે નુકસાન સહન કરવું પડ્યું. સિંગરે કહ્યું- અડચણો હોવા છતાં પોતાના કામ પ્રત્યે સમર્પિત રહ્યો, મને મારા પ્રોફેશનલ વર્તન પર ગર્વ છે. ‘ડેન્જરસ’ 2020માં રિલીઝ થઈ
MX ઓરિજિનલની ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ ‘ડેન્જરસ’ 2020 માં રિલીઝ થઈ હતી. મીકાએ આ સિરીઝનું નિર્માણ કર્યું હતું. કરનના બિપાશા સાથે ત્રીજા લગ્ન
કરને બીજી પત્ની જેનિફર વિન્ગટેને ડિવોર્સ આપીને બિપાશા સાથે એપ્રિલ, 2016માં લગ્ન કર્યાં હતાં. કરને 2008માં પહેલા લગ્ન શ્રદ્ધા નિગમ સાથે કર્યા હતા. આ લગ્ન માંડ 10 મહિના ટક્યા હતા. ત્યારબાદ તેણે 2012માં ટીવી એક્ટ્રેસ જેનિફર સાથે બીજા લગ્ન કર્યા હતા. જેનિફરને 2014માં ડિવોર્સ આપ્યા હતા. ત્યારબાદ ત્રીજા લગ્ન બિપાશા સાથે કર્યાં હતાં. બિપાશાના સંબંધો પહેલા ડિનો મોરિયા સાથે હતાં. ત્યારબાદ તે 8-9 વર્ષ સુધી બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ સાથે લીવ ઇનમાં રહી હતી. જોકે, પછી બંને અલગ થઈ ગયા હતા. જ્હોને ઇન્વેસ્ટમેન્ટ બેંક પ્રિયા રૂંચાલ સાથે લગ્ન કર્યાં હતાં. જ્હોનથી અલગ થયા બાદ બિપાશાનું નામ હરમન બાવેજા સાથે પણ જોડાયું હતું. વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો…
કરન સિંહ ગ્રોવરના કામની વાત કરીએ તો તેણે 2004માં ટીવી સિરિયલ ‘કિતની મસ્ત હૈ જિદંગી’થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે વિવિધ સિરિયલમાં જોવા મળ્યો હતો. 2015માં તેણે ફિલ્મ ‘અલોન’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે ‘હેટ સ્ટોરી 3’માં જોવા મળ્યો હતો. કરન છેલ્લે 2020માં વેબ સિરીઝ ‘કુબૂલ હૈ 2.0’માં જોવા મળ્યો હતો. બિપાશા બાસુ છેલ્લે 2015માં ફિલ્મ ‘અલોન’માં જોવા મળી હતી. ત્યાર બાદ તે એકપણ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી નથી. 2020માં વેબસિરીઝ ‘ડેન્જરસ’થી તેણે ડિજિટલ ડેબ્યુ કર્યું હતું.