back to top
Homeદુનિયાઅમેરિકામાં આકાશમાં સળગતું વિમાન:FedEx પ્લેન સાથે પક્ષી ટકરાતા એન્જિનમાં લાગી આગ, નેવાર્ક...

અમેરિકામાં આકાશમાં સળગતું વિમાન:FedEx પ્લેન સાથે પક્ષી ટકરાતા એન્જિનમાં લાગી આગ, નેવાર્ક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, પાયલોટની પ્રશંસા; વીડિયો વાયરલ

અમેરિકામાં ઉડાન દરમિયાન પક્ષી ટકરાવાને કારણે વિમાનમાં આગ લાગી હતી, જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહેવાલો મુજબ, FedEx ફ્લાઇટ 3609 શનિવારે સવારે નેવાર્કથી ઇન્ડિયાનાપોલિસ માટે ઉડાન ભરી હતી. વિમાન ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં પક્ષી વિમાન સાથે અથડાયું હતું. જેને કારણે વિમાનના એન્જિનમાં આગ લાગી હતી. પાઈલટોએ તરત જ ઈમરજન્સી જાહેર કરી અને નેવાર્ક એરપોર્ટ પર પાછા ફરવાનું નક્કી કર્યું. માત્ર નવ મિનિટ પછી વિમાને સવારે 8.07 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આકાશમાં ઉડતા વિમાનમાં આગ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આકાશમાં ઉડતા વિમાનના એન્જિનમાં આગ લાગી હતી. જો કે, પાઇલોટની ચપળતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. FedExના પ્રવક્તા ઓસ્ટિન કેમરે જણાવ્યું હતું કે, “અમે અમારા ક્રૂ અને અને ફર્સ્ટ રિસ્પોન્ડર્સની ઝડપી કાર્યવાહી બદલ આભારી છીએ.” ‘પાઈલોટે તેને ચેમ્પિયનની જેમ સંભાળ્યું’, કરી પ્રશંસા એક અન્ય પાયલોટ, કેનેથ હોફમેન, આ ઘટનાના સાક્ષી હતા કારણ કે તેમનું વિમાન પ્રસ્થાનની તૈયારી કરી રહ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર ફૂટેજ શેર કર્યા જેમાં નેવાર્ક એરપોર્ટ પર FedEx વિમાન દેખાય છે, જેમાં આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. હોફમેને જણાવ્યું હતું કે, દરેક જણ સલામત હોવાનું જણાયું હતું, તેમ છતાં ધુમાડાના કારણે એરપોર્ટ 15-20 મિનિટ માટે બંધ કરવામાં આવ્યું હતું. તેઓ પાયલોટના કામની પ્રશંસા કરતા જણાવ્યું કે “તેઓએ તેને ચેમ્પિયનની જેમ સંભાળ્યું,” હોફમેને કહ્યું, “છેવટે, આ જ અમારી ટ્રેનિંગનો ઉદ્દેશ્ય છે.” એક એન્જિનને નુકસાન થયું ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ ઘટનાની તેની તપાસની પુષ્ટિ કરતા કહ્યું કે ‘પક્ષી ટકરાવાને કારણે બોઇંગ 767ના એક એન્જિનને નુકસાન થયું હતું.’ પક્ષીઓનું ટકરાવું એક ઉડ્ડયન સુરક્ષાની ચિંતાનો વિષય છે, જેના કારણે નોંધપાત્ર વિક્ષેપ થાય છે. 2009માં એક ઘટના બની હતી જ્યારે પક્ષીઓના કારણે વિમાનને હડસન નદી પર ઉતરવું પડ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments