એક્ટર નીલ નીતિન મુકેશે એક એવોર્ડ સેરેમની શાહરુખ ખાનને શટ અપ રહેવા કહ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. તાજેતરમાં નીલે આ વિશે વાત કરી અને કહ્યું કે તેણે ક્યારેય તેના સિનિયરને આ વાત ન કહેવી જોઈતી હતી. જોકે, તે એવોર્ડ ફંક્શનમાં ઘણી બધી ઘટનાઓ બની હતી અને આ આખી ઘટના પણ એ જ પરિસ્થિતિનો એક ભાગ હતી. હિન્દી રશ સાથેની વાતચીતમાં, જ્યારે નીલને શાહરુખ ખાન સાથેની ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, મને શાહરુખ ખૂબ ગમે છે. હું સ્પષ્ટ કરવા માગુ છું કે હું તેમને ક્યારેય શટ અપ ન કહી શકું. પણ એ એક શો હતો અને ઘણી વાતો ચાલી રહી હતી. તે વાતચીત અલગ હતી. હું તેના વિશે વાત કરવા માગતો નથી. નીલે કહ્યું, ‘મારા માતા-પિતા અને દાદાના નામો પ્રત્યે મને ખૂબ જ ઊંડી લાગણીઓ છે. હું અને મારો પરિવાર આ સમજીએ છીએ, અને મારા માટે આટલું જ પૂરતું છે. હું કોઈ બહારના વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ નહીં કરું. જો તેઓ મજાક કરવા માંગતા હોય, તો કરી શકે છે. તું નીલ નીતિન મુકેશ નથી, તારી પાસે એવો વારસો નથી, એટલે જ તું તેની મજાક ઉડાવે છે. મને ગર્વ છે કે અમે ‘મુકેશના 100 વર્ષ’ની ઉજવણી કરી રહ્યા છીએ. હું ખૂબ સારી રીતે જાણું છું કે મારા દાદા કોણ છે. જ્યારે નીલે શાહરુખને કહ્યુ હતુ ‘શટ અપ’
એક એવોર્ડ ફંક્શન દરમિયાન શાહરુખ ખાને નીલ નીતિન મુકેશને પૂછ્યું હતું કે, ‘તમારું નામ નીલ નીતિન મુકેશ છે. આ બધા પહેલા નામ છે, તારી સરનેમ ક્યાં છે? આ પ્રશ્નના જવાબમાં નીલે શાહરુખને ચૂપ રહેવા કહ્યું અને એમ પણ કહ્યું કે તેનો પ્રશ્ન ખૂબ જ અપમાનજનક હતો.