સનલાઇટ ગ્રુપ પર ITના દરોડા, 700 કરોડના બેનામી વ્યવહારો મળ્યા ઇન્કમટેક્ષ વિભાગે કોપરના ધંધા સાથે સંકળાયેલાં વિદ્યા સનલાઇટ ગ્રુપ પર દરોડા પાડયાં. આ દરોડામાં અંદાજે 700 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. સનલાઇટ ગ્રુપના 20 સ્થળે દરોડા પાડી આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આણંદ કલેક્ટર કચેરીમાં મહિલા એજન્ટે દાખલો કઢાવવા લાંચ માંગી આણંદ કલેક્ટર કચેરીમાં મહિલા એજન્ટે દાખલો કઢાવવા માટે અરજદાર પાસે ₹1800ની લાંચ માગી. અરજદારે આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. અમદાવાદ મનપાએ બાઉન્સરો પાછળ 10 વર્ષમાં 245 કરોડ ખર્ચ્યા અમદાવાદ મહાનગરપાલિકાએ અધિકારીઓ અને સત્તાધીશોની સુરક્ષા માટે રખાયેલા સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સરો પાછળ છેલ્લા 10 વર્ષમાં 245 કરોડ જેટલો ખર્ચ કર્યો. બાઉન્સરો પાછળ દર વર્ષે અંદાજે 50 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે. ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીએ મોબાઇલમાં રીલ બનાવી પાટણ જિલ્લાના બાસ્પાની એક કોલેજમાં વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષાએ મોબાઇલમાં રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી. આ વીડિયો વાઈરલ થયા બાદ અનેક સવાલો ઉભા થયા છે. પરીક્ષા આપી રહેલા અન્ય વિદ્યાર્થીઓ પાસે પણ મોબાઇલ દેખાય છે. સુરતના ચાર યુવકોની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ સુરતના ચાર યુવકોની મુંબઈ એરપોર્ટ પર ગાંજાની દાણચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. આ યુવકો બેંગકોકથી 15.85 કરોડનો ગાંજો લાવી રહ્યા હતા. માહિતી મુજબ આ ચારે યુવકોને સુરતના ડ્રગ્સ પેડલરે બેંગકોક થાઈલેન્ડની મફતમાં ટૂરની લાલચ આપી હતી. ખેતરમાં સાથે કામ કરતી સગીરા પર દુષ્કર્મ પાટણના રાધનપુરમાં યુવકે ખેતરમાં સાથે કામ કરતી સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા સમગ્ર ઘટનાનો ભાંડો ફુટ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અજાણ્યા શખસે યુવકની હત્યા કરી, ગળુ કપાયેલી હાલતમાં લાશ મળી અમદાવાદમાં પત્ની અને બાળકોને મળી પરત આવતા યુવકની અજાણ્યા શખસે હત્યા કરી નાખી. અમદાવાદના કેડીલા બ્રિજ પાસેથી ગળુ કપાયેલી હાલતમાં યુવકની લાશ મળી.