સુરત શહેરમાં હિરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને જિલ્લામાં મોટા પ્રમાણમાં અન્ય ઉદ્યોગો આવેલા છે. અહીં અવારનવાર આગ સહિતના અકસ્માતના બનાવો બનતા રહે છે. જેમાં અનેકવાર ફાયર વિભાગ સમયસર ન પહોંચ્યાની ફરિયાદો પણ ઉઠતી રહી છે. ત્યારે આ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા અને તાત્કાલીક બચાવ કામગીરી થઈ શકે તે માટે રાજ્યમાં સૌ પ્રથમ સુરત ફાયરબ્રિગેડે ઈન્ટીગ્રેટેડ ફાયર સિસ્ટમનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે કંટ્રોલ રૂમને રિયલ ટાઈમ ડેટા મળશે. આ ઉપરાંત ફાયર જવાનોને પોલીસની માફક બોડી વોર્ન કેમેરા અપાશે. જેથી ફાયર જવાન સ્થળ પર પહોંચતા જ અકસ્તમા કેટલો ગંભીર છે તેની જાણકારી સીધી જ કંટ્રોલ રૂમને મળી જશે. આ સમગ્ર બાબતે સુરતના ચીફ ફાયર ઓફિસરે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. ફાયર વિભાગને આધુનિક સાધનોથી સજ્જ કરવું જરુરી
સુરત શહેરમાં ભૂતકાળમાં અને તાજેતરમાં જે પ્રકારે આજની ઘટના બની છે તેનાથી સૌ કોઈ વાક્ય છે ખાસ કરીને સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં જે પ્રકારે આગ લાગતી હોય છે તેના કારણે કલાકો સુધી ટેક્સટાઇલ માર્કેટ આગના ભરડામાં હોમાઈ જાય છે. કરોડો રૂપિયાનું નુકસાન તો થાય છે પરંતુ ઘણી વખત નિર્દોષ લોકોના જીવ પણ જવાનો વખત આવતો હોય છે. ઘણા કિસ્સામાં લોકો મોતને પણ ભેટ્યા છે. તાજેતરમાં લાગેલી શિવ શક્તિ માર્કેટમાં એક વ્યક્તિનો જીવ ગુમાવ્યો સાથે સાથે કરોડો રૂપિયાનો નુકસાન પણ થયું છે આવી સ્થિતિમાં સુરત શહેરના ફાયર વિભાગને વધુ અપડેટ કરીને આગ ઉપર ઝડપથી કાબુ મેળવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરવા જરૂરી જણાય છે. ફાયર કંટ્રોલ રૂમને રિયલ ટાઈમ માહિતી મળશે
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે સુરત ફાયર વિભાગ ને વધુ આધુનિક બનાવવા તરફ જઈ રહ્યા છીએ. ફાયર વિભાગમાં ઇન્ટ્રીગ્રેટેડ ફાયર સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યા છે.જેને કારણે રિયલ ટાઈમ મોનિટર સિસ્ટમ છે. ઓલા-ઉબેર જે રીતે કામ કરે છે તે રીતે જીપીએસ સિસ્ટમ દરેક ગાડીમાં લગાડવામાં આવશે. કંટ્રોલરૂમમાંથી મોનિટર લગાડવામાં આવશે દરેક ગાડીમાં જેના થકી કયા રૂટ ઉપરથી ફાયરની ગાડી ઘટના સ્થળ ઉપર પહોંચશે તે અંગે માહિતી આપવામાં આવશે. જેથી કરીને ઝડપથી જે તે સ્થળ ઉપર પહોંચી શકાશે. ફાયર જવાનોને બોડીવોર્ન કેમેરા અપાશે
આગ લાગવાની ઘટનામાં પહેલો જ અધિકારી ઘટના સ્થળ ઉપર પહોંચશે તેણે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીની માફક બોડી વોર્ન કેમેરો પહેર્યો હશે. જે અધિકારી ત્યાં પહોંચે સીન ઓફ ફાયર કેવું છે તે જણાવશે. અધિકારી ઘટના સ્થળ પર પહોંચવાની સાથે જ રિયલ જે સ્થિતિ હશે તે પણ કંટ્રોલ રૂમને જાણ થઈ જશે. જેને કારણે જે પણ ગાડીઓ અવેલેબલ હશે તે પૈકી કઈ ગાડી ને ત્યાં પહોંચવા માટે જાણ કરવાની છે તે પણ કંટ્રોલરૂમમાંથી જ નક્કી થશે. રીયલ ટાઇમની સિચ્યુએશન ખબર પડતા વધુ સારી રીતે આપણે કામ કરી શકીશું. સુરત શહેરમાં 23 ફાયર સ્ટેશન
સુરત શહેરમાં 18 ફાયર સ્ટેશન અને એક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત છે. આ ઉપરાંત શહેરમાં નવા ફાયર સ્ટેશનની દરખાસ્ત છે. સુરત ફાયર વિભાગ પાસે હાલમાં 1500થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ છે. તે જ સમયે ફાયર ટેન્ડર, વોટર બ્રાઉઝરથી લઈને હાઈડ્રોલિક પ્લેટફોર્મ સુધીના કુલ 110થી વધુ આધુનિક વાહનો અને સાધનો છે.